અડદ ખાવાના ફાયદા આયુર્વેદમાં ઘરેલુ ઉપચાર કરવાની રીત

0

અડદ તામારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે : અડદ પરમ પૌષ્ટીક છે . એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે , જે શરીરના સ્નાયુઓને સુદઢ કરે છે . અડદ પચવામાં ભારે , મળમુત્રને સાફ લાવનાર , સ્નીગ્ધ – ચીકણા , પચ્યા પછી મધુર , આહાર પર ચી ઉત્પન્ન કરાવનાર , વાયુનાશક , બળપ્રદ , શુક્રવર્ધક , વાજીકર એટલે મૈથુન શક્તી વધારનાર , ધાવણ વધારનાર , શર્રીરને હષ્ટપુષ્ટ કરનાર , તથા હરસ , અર્દીત – મોંઢાનો લકવા , શ્વાસ , પાર્થશળ અને વાયુનો નાશ કરનાર છે . અડદનો ઉપયોગ કરવાથી સેક્સ વધે છે . આથી જ આપણે ત્યાં શીયાળામાં અડદીયો પાક ખવાય છે . અડદ બળ આપનાર અને વાયુનાશક છે . આયુર્વેદમાં અડદને શુક્રલ કહ્યા છે . અડદથી શુક્રની – વીર્યની વૃદ્ધી થાય છે . અડદ પુરુષાતનને ઝડપથી વધારે છે . વીર્યનું મુખ્ય ઘટક પ્રોટીન છે . બધાં જ કઠોળમાં પ્રોટીન હોય છે , પરંતુ અડદમાં ઉત્કૃષ્ટ પ્રોટીન હોય છે . આથી જ અડદના સેવનથી સારી શુક્રવૃદ્ધિ થાય છે . અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તી – મૈથુનશક્તી વધારે છે . જેમને વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે જ બાળકો ન થતાં હોય તેમણે અડદ અને અડદીયા પાકનો ઉપયોગ કરવો જોઈએ . જેમને સેક્સની સમસ્યા હોય , ઉત્તેજના ઓછી હોય તેમના માટે તો અડદ ઉત્તમ ઔષધની ગરજ સારે છે . આવી તકલીફવાળાએ તો લાંબા સમય સુધી લસણવાળી અડદની દાળ , તલના તેલમાં બનાવેલ અડદનાં વડાં અને અડદીયો પાક નીયમીત ખાવાં જોઈએ .

અડદના ઘરગથ્થુ ઉપચાર કરવાની રીત

ભોયરીંગણીનો છોડ પંચાંગ (ફળ, ફૂલ, મૂળ, પર્ણ અને ડાળીઓ) એટલે પાંચે અંગો સાથે સૂકવી લેવાં. પછી તેને અધકચરા ખાંડી બાટલી ભરી લેવી. તેમાંથી બે ચમચી જેટલો આ ભુક્કો એક ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવો. એક કપ દ્રવ્ય બાકી રહે ત્યારે ઉતારીને ઠંડું પાડી પી જવું. જેથી દમ, ઉધરસ, શરદી, કફ, વરાધ, મૂત્રદાહ, મૂત્રાવરોધ, જીર્ણજ્વર, અડદિયો વા મટે છે.

અડદ પરમ પૌષ્ટિક કઠોળ છે. આજે તેની ઉપેક્ષા થતી જોવા મળે છે, પરંતુ આહારમાં તેને આગવું સ્થાન આપવાની ખાસ જરૂર છે. અડદ પચવામાં ભારે, મળમૂત્ર સાફ લાવનાર, રુચિકારક, બળપ્રદ, શુક્રના દોષો દૂર કરી શુક્રજંતુઓ વધારનાર, મસા, મોઢાનો લકવા, આમાશય, શૂળ, શ્વાસ, આહાર પચ્યા પછી પેટમાં થતો ધીમો દુખાવો વગેરે અડદના સેવનથી મટે છે.

મર્હિષ ચરકે અડદ વિશે લખ્યું છે કે પુંસત્વ માષઃ શીઘ્રં દદાતિ ચ એટલે કે અડદના સેવનથી પુરુષાતન ઝડપથી વધે છે. કામશક્તિ અવરોધવામાં વાયુ અગત્યનો ભાગ ભજવે છે. અડદ તેના સ્નિગ્ધ ગુણોથી વાયુનો નાશ કરે છે. જેમનામાં કામશક્તિ ઓછી હોય, વીર્યમાં શુક્રજંતુઓનું પ્રમાણ ઓછું હોય તેમણે અઠવાડિયામાં ત્રણ-ચાર વાર અડદની દાળ, સૂપ, વડાં વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. રોજ સવારે એકથી બે ટુકડા અડદિયા પાક ખાવો જોઈએ.

અડદની દાળ પચવામાં થોડી ભારે પડે છે. એટલે તેમાં લસણ, હિંગ, આદું જેવાં પાચકદ્રવ્યો નાખવામાં આવે છે. આમ છતાં ઘણાને માફક આવતા નથી. વ્યક્તિઓએ પોતાની પાચનશક્તિનો વિચાર કરીને ઉપયોગ કરવો જોઈએ.

પ્રોટીનનું પ્રમાણ વધારે હોય એવાં આહાર દ્રવ્યો પૌષ્ટિક ગણાય છે. અડદમાં પ્રોટીનની સારી એવી માત્રા રહેલી છે. આપણું શરીર અસંખ્ય અગણિત કોષોનું બનેલું છે. તેના સંયોજન અને સંગઠનનો આધાર નત્રલ તત્ત્વ પર અવલંબે છે. અડદમાં આ નત્રલની સારી એવી માત્રા હોય છે. આ કારણથી જ જે લોકો અડદનો નિયમિત ઉપયોગ કરે છે, તેઓ બળવાન અને સાહસિક હોય છે. પંજાબીઓ અને કાઠિયાવાડીઓ અડદનો વધારે ઉપયોગ કરે છે. આ કારણથી જ તેઓ બળવાન અને સાહસિક છે.

અડદ વાયુથી થતી વિકૃતિઓનો નાશ કરે છે. અડદિયો વા-આર્િદત વા અથવા ફેસ્યલ પેરાલિસીસમાં અડદ ઉત્તમ પરિણામ આપે છે. આ વિકૃતિમાં અડદના લોટમાં વાયુનાશક ઔષધો નાંખીને તલના તેલમાં બનાવેલાં વડાં ખાવા આપવાની સૂચના અપાય છે. આ ઉપરાંત હાથપગનો કંપ, સંધિવા, લકવા વગેરેથી વિકૃતિઓમાં વાતજન્ય કારણો જ્ઞાનતંતુઓની ક્રિયાશીલતાને અટકાવે છે. આ કારણથી જ મગજ તે અવયવો પરથી કાર્યક્ષમતા ગુમાવે છે. જેથી સ્પર્શનું જ્ઞાન થતું નથી. ચલન-કંપ એ વાયુનો ગુણ છે. આધુનિકો કહે છે. લિસિથિન તત્ત્વ ઉપર્યુક્ત રોગોમાં ઉત્તમ ગણાય છે, અને જે અડદમાં રહેલું છે.

જે પ્રસૂતા સ્ત્રીઓને ધાવણ ઓછું આવતું હોય એવી સ્ત્રીઓએ અડદની દાળનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને પુખ્ત ઉંમરની જુવાન સ્ત્રીઓને માસિક ઓછું અને અનિયમિત આવતં હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ. આપણે જેને રાંઝણ કહીએ છીએ તેને અંગ્રેજીમાં સાયટીકા કહે છે. આયુર્વેદમાં આ વિકૃતિને ગૃધ્રસી કહેવામાં આવે છે જે વાતજન્ય વિકૃતિ છે. આવા રોગીઓને અડદ ખાવાની સલાહ અપાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here