ઉપયોગમાં આવે તેવી ૨૩ કિચન ટીપ્સ

0

(1) કઠોળને બરાબર અને જલ્દી બાફવા માટે આ ટીપ્સ જરૂર અજમાવજો કઠોળને બાફતી વખતે તેમાં ત્રણ-ચાર ટીંપા કોપરેલના નાખવાથી કઠોળ બરાબર તેમજ જલદી બફાઇ જાય છે. જયારે તમે કઠોળને પલાળતા ભૂલી ગયા હોય ત્યારે કઠોળ ઝડપથી બાફવા માટે

(2) દાંતમાં પાયોરિયા , દાંતમાંથી નીકળતું જલોહી બંધ કરવા દવા લેવાની જરૂર નથી ઘરેજ આ નુસખો અજમાવી જુઓ સફરજનનો રસ કાઢી તેમાં થોડો ખાવાનો સોડા ભેળવી સવાર-સાંજ દાંતે ઘસવાથી પાયોરિયા, દાંતમાંથી નીકળતું રક્ત બંધ થઇ જાય છે.દાંત પર જામેલી છારી દૂર થઇ દાંત સ્વચ્છ ચમકીલા થાય છે.

(3) કબજિયાત દુર કરવા માટે રાતના સૂતી વખતે એક-બે સંતરા ખાવાથી કબજિયાત દૂર થાય છે તથા પેટમાંના વાયુનું શમન થાય છે. સંતરામાં અપચો દૂર કરવાના ગુણ છે.

(4) તમારું લોહી શુદ્ધ કરવા માટે તમારા દરરોજના ખાવામાં આ એક વસ્તુ ઉમેરો લીલી હળદર શિયાળામાં નિયમિત ખાવાથી રક્તશુદ્ધિ થાય છે. નિયમિત  આ  પ્રયોગ નિયમિત કરવાથી  તમારું  લોહી  શુદ્ધ  થઇ જશે અમે 

(5) ફણસીના શાકમાં અજમાનો વઘાર કરવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે ઉપરાંત શાક આ શાક ખાવાથી ગેસ નથી થતો.

(6) તલના તેલનું માલીશ કરવાથી શરીર સમતોલ, સુદ્રઢ, તાકાતવાન, શક્તિશાળી તથા હૃષ્ટપુષ્ટ બને છે. આથી જ બાળકોને જન્મથી તલનું તેલની માલિશ કરવામાં આવે છે

(7) વધેલી ખીચડીમાં ચણાનો લોટ, ખટાશ માટે લીંબુ અથવા દહીં, મીઠું, આદુ-મરચાં , કોથમીર, ચપટી લસણ (નાખવું હોય તો) ભેળવી ભજિયા બનાવવા.તેલનું  મોણ નાખવું.

(8) દીવાલ પર ના પેન્સિલના નિશાનને દૂર રાખવા સિગારેટની રાખથી સાફ કરવું. આમ કરવાથી દીવાલ પર પેન્સિલ ના ડાઘા દૂર થાય છે

(9) સરસવનું તેલ ગરમ કરી એક ચમચો દહીં નાખવું. ઠંડુ પડે પછી ઉપયોગમાં લેવાથી કડવી ગંધ આવશે નહીં અને સ્વાદ પણ ઘી જેવો લાગશે.

(10) થોડા દિવસો માટે ફ્રિઝ બંધ રાખવું હોય તો એને ખાલી કરી સાફ કરી એમાં એક વાડકી મીઠું અને બીજી વાડકી કોફીની મુકી રાખવી જેથી ફુગ નહીં થાય તેમજ અખબાર પાથરી રાખવા જેથી ભેજ નહીં થાય.

(11) જ આમવાત-સંધિવાના સોજા પર કરડી

(12) આદુના તાજા રસમાં આખી મેથીનું પલાળેલું પાણી તેમજ  મધ ભેળવીને પીવાથી દમના દરદીને તાત્કાલિક ફાયદો થાય છે.

(13) ચોખામાં જીવાત ન થાય એ માટે ચોખામાં ચૂનાનો ટુકડો મુકવાથી જીવાત નથી પડતી.

(14) લીંબુ તથા સંતરાની છાલને સુકવી તેનો પાવડર બનાવી શીશીમાં ભરી રાખવો.  મલાઇ વગરના દૂધમાં ભેળવીને લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે.અઠવાડિયામાં એક વાર કરવું.

(15 )માઇગ્રેનથી રાહત પામવા કોલીફ્લાવરને છૂંદી એક સુતરાઉ કાપડ પર પાથરી કપાળે મૂકવું. સવારે અથવા સાંજે ગમે ત્યારે મૂકી શકાય. સુકાઇ જાય એટલે નવી પેસ્ટ બાંધવી. 

(16) છોલે કે રાજમા પલાળતા ભૂલી ગયા હોય તો ઉકાળેલા પાણીમાં ચપટી સોડા નાખી પલાળી એક કલાક બાદ રાંધી શકાય છે.

(17) ટામેટાના ડિટિંયા પર થોડુ ંમીણ લગાડીને રાખવાથી ટામેટા લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે.

(18) કારેલાની કડવાશ દૂર કરવા ભાતના ઓસાવેલા પાણીમાં અડધો કલાક પલાળી રાખીને રાંધવા.

(19) ટામેટાનો સૂપ બનાવતી વખતે રંગ સારો આવે અને સ્વાદિષ્ટ બનાવવા માટે થોડુ ંગાજર પણ નાખવાથી રંગ તથા સ્વાદ બનને સુધરે છે.

(20) તજનો ભૂક્કો અને હિંગ દુખતા દાંતની પોલાણમાં મુકવાથી  રાહત થાય છે. દાંતમાં દુખાવો રહેતો હોય તો આ ઉપાયથી તરત રાહત મળશે

(21) માસિક ધર્મમાં પેટ દુખવાનું મુખ્ય કારણ પેટમાં  ભરાવો થતા વાયુનો હોય છે.તેથીઅજમાનું ચુરણ લાભકારી નીવડે છે.૨૦ ગ્રામ અજમાના ચુરણમાં ૧૦ ગ્રામ સિંધવ ભેળવવું આ મિશ્રણ શીશીમાં ભરી રાખવું.માસિક ધર્મ દરમિયાન પેટના દુખાવામાં ત્રણ ગ્રામની માત્રામાં તેનું સેવન કરવાથી રાહત થશે.

(22) ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.

(23) હાથની સુદરતા જાળવી રાખવા માટે મલાઇમાં લીંબુનો રસ ભેળવી આંગળીઓ પર લગાડવું. આ નુસખો નિત્ય સૂતાં પહેલાં અજમાવવો. આમ  કરવાથી  તમારા  હાથનું  સુંદરતા  નીખરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here