આંતરડા, કબજિયાત, બ્લડપ્રેસર, નબળાઈ જેવા અનેક રોગો માટે દવા લેવાની જરૂર નહી પડે ખાવ આ ઔસધ

અંજીર એક એવો ઉમદા કુદરતી મેવો છે જે અનેકવિધ ફાયદા ધરાવે છે. અંજીર મધુર અને જલદી પચી જનારું છે. અંજીર જઠરના અનેક રોગોમાં બહુ ગુણકારી છે. અંજીરમાં ૫૦% ટકાથી વધુ બિન હાનિકારક એવી કુદરતી ખાંડ છે. અંજીર મૂત્રપિંડ અને કીડનીને સ્વચ્છ રાખે છે. શરીરમાં થતી ફોલ્લીઓ કે ચાંદા જેવી ઉપાધિમાં અંજીરનું શરબત ખૂબ ફાયદો કરે છે.

અંજીર બવાસીર, પગના અંગૂઠા, આંગળાં અને ઘૂંટીમાં થતા દર્દમાં લાભકારક છે.જન્નતનું કોઈ ફળ જો આ ધરતી પર હોય શકતું હોય તો એ ફળ અંજીર છે. એ જાણેકે જન્નતનો મેવો છે.

અંજીરથી બવાસીરની બીમારી મટે છે. સાંધાના દુખાવામાં પણ ફાયદાકારક છે. કાયમી કબજિયાતવાળા દર્દીઓ નરણે કોઠે અંજીર ખાવું, અથવા રાતે પા લીટર જેટલા દુધમાં એકાદ અંજીર બોળી સવારે નરમ થયેલું અંજીર દૂધ સહીત ખાઈ જવું એનાથી જૂની કબજિયાતની બીમારી મટે છે.

બ્લડપ્રેસરના દર્દીઓ માટે અંજીર બહુ ગુણકારી છે. શરીરની વધારાની ચરબી ધીરે ધીરે દૂર કરીને શરીરનું જાડાપણું ઘટાડે છે. લોહીની ઓછપના લીધે જેમના હાથ -પગ સુન મારી જતા હોય તેઓને અંજીર ખાવાથી ફાયદો થશે. ઘડપણમાં શારીરિક નબળાઈના કારણે વારંવાર થાક લાગે, બેચેની થાય, આવી પરિસ્થિતિવાળા દર્દીઓને અંજીર ખાવાથી ફાયદો થશે. શરીર સ્વસ્થ રહેશે. ગુરદાના દર્દમાં અંજીરનું સેવન કરવાથી ગુરદામાં રહેલ ખરાબી દૂર થશે. પેશાબ અટકી-અટકીને આવતો હોય કે પેશાબ કરતી વખતે તકલીફ થતી હોય તો અંજીર જરૂર ફાયદો કરશે.

વાઈના દર્દીઓ માટે અંજીર ઘણું લાભકારક છે. તે તરસ છિપાવે છે. આંતરડા નરમ બનાવે છે, પેશાબ લાવે છે, પાચન ક્રિયાને નિયમિત બનાવે છે અને ખોરાક હજમ થવામાં મદદ કરે છે. અંજીર પિત્તાશયની બળતરા અને દર્દ દૂર કરે છે. ગુરદાની પથરીમાં થોડા મહિના અંજીરનું સેવન કરવાથી પથરી નીકળી જાય છે.

અંજીરનું સેવન કરતા રહેવાથી ભૂખ લાગે છે, સ્ત્રીઓને માસિક નિયમિત થાય છે, નાના બાળકની માતાનું દૂધ સુકાય ગયું હોય તો અંજીરનું સેવન ખૂબ ફાયદો કરે છે. તેનાથી ધાવણ વધે છે. કમરના દુખાવામાં અંજીર ગુણકારી છે. નિયમિત રીતે અંજીરનું સેવન કરવાથી મોઢા ઉપર તરવરાટ આવે છે. ચહેરો નિરખે છે, શરીરમાંથી ખરાબ અને નકામાં તત્વો પરસેવા વાટે બહાર નીકળી જાય છે.

અંજીર હદયને પુલકિત કરી ફેફસાંને બળ પૂરું પાડે છે. અંજીરના ઝાડની છાલ પણ દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. અંજીર શરીરમાં રહેલા ઝેરી તત્વોની અસર દૂર કરે છે. ગળાની બળતરા તથા ફેફસાંના સોજામાં અંજીર રાહત આપે છે. તાવ વાળા દર્દીના મોઢામાં અંજીરનો ગર આપવાથી તેનું મોઢું સુકાતું નથી. નરણે કોઠે અંજીર ખાવું ખૂબ ફાયદાકારક છે. પેટમાં ઘર કરી ગયેલી હવા (ગેસ) ને અંજીર દૂર કરે છે.

અંજીર સાથે બદામનું સેવન કરવાથી પેટની ઘણી બીમારી દૂર થાય છે. શરીરનું મેદ ઘટાડવા ભારતીય તબીબો દરરોજ ત્રણ અંજીર ખાવાની ભલામણ કરે છે. શીતળાની બીમારીમાં અંજીર શરીરને જરૂરી પ્રતિકારક શક્તિ પૂરી પડે છે. યુનાની તબીબો કોઢ અને રક્તપિત્તની દવામાં મુખ્યત્વે અંજીરનો ઉપયોગ કરે છે. તબીબો કોઢ-રક્તપિત્ત ની બીમારીવાળા દર્દીને અંજીરના છોતરાં ગુલાબના પાણીમાં વાટીને ડાઘ પર લગાડવાની અને સાથે અડધો છટાંક અંજીર ખાવાની ભલામણ કરે છે. સ્ત્રીઓ માટે પણ અંજીર ગુણકારી છે, માતાનું ધાવણ વધારે છે, માસિક નિયમિત કરે છે.

અંજીરનો ગર ખંડ સુર્કામાં વાટી બાળકોને ચટાડવાથી ગળાનો સોજો ઉતારે છે. અને બાળકને ઘણી રાહત મળે છે. અંજીરમાં કેલશ્યમ, તંબુ, લોહ તેમજ વિટામિન “સી” હોવાથી નાના બાળકોને તે ખાવા આપવા. અંજીરના ઝાડના દુધમાં રૂ પલાડી દાઢના પોલાણમાં મૂકવાથી દર્દ મટે છે.

અંજીરને પાણીમાં ઉકાળી એ પાણી ઠંડું કરીને કોગળા કરવાથી પેઢા અને ગાળાની બળતરા કે મોઢામાં પડેલા છાલમાં ફાયદો થાય છે. અંજીરના ઝાડનું દૂધ જવના લોટમાં ભેળવી કોઢ ઉપર લગાડવાથી કોઢ આગળ વધતું નથી. સુકા અંજીર પાણીમાં લસોટી સાંધાના દુખાવા પર લેપ કરવાથી રાહત થાય છે. 

અંજીર ખોરાક પચાવવાનું ગુણ ધરાવે છે. પેટનો ઘેરાવ ઓછો કરે છે. અંજીર પથરી ઓગાળી શકે છે. અંજીરના ચાર-પાંચ માસના નિયમિત સેવનથી દૂઝતા બવાસીરના મસા ખરી જાય છે. બવાસીરની બીમારીમાં મસાના દર્દીને અપચો રહેતો હોય તો જમ્યા પહેલા અડધા કલાકે અંજીર ખાવું. પેટમાં ભાર જેવું લાગતું હોય તો જમ્યા પછી અંજીર ખાવું. સુકા અંજીરને તવા પર બાળીને તેની રાખનું મંજન દાંત ઉપર કરવાથી દાંતનો મેલ અને તેના પર જામી ગયેલી પીળાશ દૂર થાય છે.

અંજીર

અંજીર એક મોસમી ફળ છે. જોકે તે સૂકાયેલા સ્વરૂપમાં આખું વર્ષ મળી રહે છે. અંજીરમાં પૌષ્ટિક તત્વો પુષ્કળ પ્રમાણમાં છે. વિટામિન એ, બી, ઉપરાંત ફૉસ્ફરસ, કૅલ્શિયમ, આયર્ન તેમજ મૅંગેનીઝ જેવાં ખનિજોનો સમાવેશ થાય છે.

અંજીરના ફાયદા પૅક્ટિન એક સોલ્યુબલ ફાઈબર છે જે પાચનતંત્ર માટે ઉપકારક છે અને શરીરમાં જમા થયેલા કૉલેસ્ટ્રોલને બહાર કાઢે છે.

* શરીરમાં સોડિયમનું પ્રમાણ વધવાથી તેમજ પૉટેશિયમનું પ્રમાણ વધવાથી ‘હાઈપર ટેંશન’ની પરિસ્થિતી સર્જાય છે. અંજીરમાં સોડિયમનું પ્રમાણ ઓછું અને પૉટેશિયમનું પ્રમાણ વધુ હોવાથી તે આ સમસ્યા દૂર કરે છે.

* સૂકા અંજીરમા ઑમેગા-3, ફિનોલ, ઑમેગા-6 અને ફેટી ઍસિડ હોવાને કારણે હાર્ટની બિમારીઓ રોકે છે.

* અંજીરમાં રહેલા કૅલ્શિયમથી હાડકાં મજબૂત રહે છે.

* અંજીરમાં રહેલું પૉટેશિયમ ‘બ્લડ સુગર’નું નિયંત્રણ કરે છે તેથી ડાયાબિટીસનાં દર્દી માટે ફાયદાકારક છે.

* અંજીરમાં હાજર રહેલું આયર્ન ઍનેમિક પરિસ્થિતી દૂર કરવામાં મદદગાર થઈ રહે છે.

* તાજા અંજીરને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ચહેરો ખીલી ઊઠે છે. આ પેસ્ટ ‘સ્ક્રબ’નું કાર્ય કરે છે. ચહેરા પરની મૃત પેશીઓને દૂર કરે છે.

* અંજીરનું સેવન થાક દૂર કરે છે તેમજ મગજને સતર્ક રાખે છે.

* વધતી ઉંમરમાં આવતી નજરની કમજોરી અંજીરના સેવનથી ઓછી વર્તાય છે.

– અંજીરમાં કેલ્શિયમ અને લોહતત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે.તે મગજને શાંત રાખે છે અને શરીરને આરામ આપે છે. ડાયાબિટીઝમાં અંજીર બહુ ઉપયોગી છે.

જો તમારી કન્ઝ્‌યુમ સિસ્ટમ મજબૂત છે તો તમારે ક્યારેય તંદુરસ્તીને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. રોગો સામે લડવાની ક્ષમતા એના પર નિર્ભર છે કે તમે કેટલી પૌષ્ટિક અને સંતુલિત ચીજોનું સેવન કરો છો. ફળોમાં એન્ટીઓક્સીડન્ટ તત્વ પ્રચુર માત્રામાં હોય છે જે ઈન્ફેક્શન અને રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે. એવું જ એક ફળ છે અંજીર. તેમાં કેલ્શિયમ અને લોહતત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. તે મગજને શાંત રાખે છે અને શરીરને આરામ આપે છે. ડાયાબિટીઝમાં અંજીર બહુ ઉપયોગી છે. અંજીરમાં આર્યન અને કેલ્શિયમનું પ્રમાણ પુષ્કળ હોય છે, જેના કારણે એનિમિયામાં ફાયદો થાય છે. જો કોઈ એનીમિક વ્યક્તિ આ ફળનો પ્રયોગ કરે તો તે ઝડપથી રીકવરી કરી શકે છે.

અંજીરમાં વિટામિન એ, બી૨, કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ, મેંગેનીઝ, સોડિયમ, પોટેશિયમ અને ક્લોરિન હોય છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસ, શરદી- તાવ, અસ્થમા અને અપચા જેવી તમામ ઉપાધિઓ દૂર થઈ જાય છે. આ સિવાય પણ અંજીર અનેક રીતે ફાયદો કરે છે.

અંજીર એ પોટેશિયમનો સારો સ્ત્રોત છે. તે બ્લડપ્રેશર અને બ્લડશુગરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેમાંનું ફાઈબર તત્વ વજનને ઓછું રાખીને ઓબેસીટીને નિયંત્રિત કરે છે. સૂકાયેલા અંજીરનો ફેટી એસિડ કોરોનરી હાર્ટ ડિસીઝના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. તેમાંનો ફાઈબર પોસ્ટ મેનોપોઝલ બ્રેસ્ટ કેન્સરને થવાનું જોખમ ટાળે છે.

અંજીરનું વધારે પડતું કેલ્શિયમ માનવીના હાડકાંને મજબૂત કરે છે. અંજીરથી તમારા શરીરને યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. બે અંજીરને વચ્ચેથી કાપીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખીને સવારે તેનું પાણી પીવાથી અને તે અંજીર ખાઈ જવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધારી શકાય છે. જેના શરીરમાં પોટેશિયમનું પ્રમાણ ઓછું હોય અને સોડિયમનું પ્રમાણ વધારે હોય તેને હાઈપર ટેન્શનની સમસ્યાનો ભોગ બનવું પડે છે. અંજીરમાં રહેલું વધારે પોટેશિયમ અને ઓછું સોડિયમ તે સમસ્યાને સર્જાતી રોકવામાં પણ મદદ કરે છે. માટે એક જ વાત સાચી ઠરે છે કે અંજીર ખાઓ, મસ્ત રહો. કેટલીય એવી વનસ્પતિ છે જેના આઘારે માનવી પોતાના શરીરને તદુરસ્ત જાળવી રાખી શકે છે. આ તો માત્ર અંજીરની જ વાત છે, આપણે ત્યાં તો ૨૩૩ જેટલી ઓષઘિઓ છે જે માનવીના શરીરની દરેક બિમારીનો ઉપચાર કરી શકે છે. પરંતુ સમયાંતરે મેડિકલ સંશોઘનના કારણે આ વૈદ ઉપચાર પણ નાશપ્રાય થતો ગયો હજીય કેટલીક એવી બિમારી છે જેને વૈદ ઉપચારથી જ નિવારી શકાય છે.

એક સૂકાયેલા અંજીરમાં

કેલરી – ૪૯

પ્રોટીન – ૦.૫૭૯

કાર્બ – ૧૨.૪૨ ગ્રામ

ફાઈબર – ૨.૩૨ ગ્રામ

ચરબી – ૦.૨૨૨ ગ્રામ

સેચુરેટેડ ફેટ – ૦.૦૪૪૫ ગ્રામ

પોલીઅનસેચુરેડ ફેટ – ૦.૦૪૯ ગ્રામ

સોડિયમ – ૨ મિ.ગ્રામ

અંજીર ગુણે ઉષ્ણ છે પણ તેનામાં સ્નિગ્ધતા છે. કબજિયાત તેમ જ અનિદ્રા માટે સવારે પલાળેલાં અંજીર રાત્રે ખાવાથી ઊંઘ આવે છે. અંજીર થકી આપણું મગજ ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે. અંજીરમાં ૬૦ ટકા કુદરતી સાકર હોય છે અને તેથી મગજનું કામ કરનારા માટે અંજીર સારાં છે.

“અંજીરી પરથી બોધપાઠ શીખો”

તે ઉપરાંત, ઈસુએ અંજીરીના ઝાડના દૃષ્ટાંતનો પોતાના આગમન માટે પણ ઉપયોગ કર્યો. તેમણે કહ્યું: “અંજીરી પરથી બોધપાઠ લો. જ્યારે તેની ડાળી કુમળી હોય છે અને પાંદડાં ફૂટવા લાગે છે ત્યારે તમે સમજી શકો છો કે ઉનાળો પાસે આવ્યો છે. તે જ પ્રમાણે, જ્યારે તમે આ બધા બનાવો બનતા જુઓ ત્યારે તમારે જાણી લેવું કે મારું આગમન તદ્દન નજીક છે; અરે, છેક બારણા પાસે જ છે.” (માત્થી ૨૪:૩૨, ૩૩, IBSI) અંજીરના પાંદડાં એકદમ ચકચકતાં, લીલાછમ અને આકર્ષિત હોય છે. એનાથી આપણને તરત જ ખબર પડી જાય છે કે ઉનાળો નજીક છે. એ જ રીતે, માત્થી ૨૪, માર્ક ૧૩ અને લુકના ૨૧માં અધ્યાયમાં જોવા મળતી ઈસુની ભવિષ્યવાણી સ્પષ્ટ બતાવે છે કે, તે અત્યારે સ્વર્ગમાં રાજ કરી રહ્યા છે.

ખરેખર, આજે આપણે ઇતિહાસના સૌથી ખરાબ દિવસોમાં જીવી રહ્યા છે. એવા સમયે, અંજીર ઝાડના દૃષ્ટાંત પરથી આપણે ઘણું શીખી શકીએ છીએ. જો આપણે એ દૃષ્ટાંત ધ્યાનમાં રાખીશું અને યહોવાહની સેવાને જ પ્રથમ રાખીશું તો, ચોક્કસ યહોવાહે આપેલું વચન આપણે જોઈ શકીશું: “પણ તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ; કેમકે સૈન્યોના યહોવાહના મુખમાંથી એ વચન નીકળ્યું છે.

Leave a Comment