70 થી વધુ રોગોના ઈલાજ માટે રામબાણ ઈલાજ છે આ ઔષધ જાણો આ અમૂલ્ય ફળના ઉપયોગો

તમારી આજુ બાજુ ઊગી નીકળતી ઔષધ ને ઓળખો અને જાણો તેના આયુર્વેદ ઉપયોગો વિષે આજ આપડે વાત કરવાના છી ઔષધ અંકોલ આ ના મોટાં વૃક્ષો કાંટાવાળાં અને કાંટા વગરનાં એમ બે જાતનાં જોવા મળે છે પાન કરેણનાં પાન જેવાં જ દેખાવમાં હોય છે , તેના પણ લાંબાં રુંવાટીવાળાં અને બે આંગળ પહોળાં હોય છે. આપણે ત્યાં ઘણા વિસ્તારોમાં અંકોલ થાય છે. અંકોલનાં ઝાડવાં પંચમહાલ તરફ ખુબ જોવા મળે છે . ભારતમાં બધા પ્રાંતોના સૂકા પ્રદેશોમાં થાય છે. ખાસ કરીને ઉ. પ્ર. સહારનપુર, શિવાલિક્સ, રાણીપુરના તલીઆરા પ્રદેશમાં. ગુજરાતમાં મોડાસાની આસપાસ.

અંકોલ નું લાકડું ખુબ કઠણ , મજબૂત હોય છે તેનું લાકડું મિલ ઉદ્યોગમાં ધરી કે સાંબેલા બનાવવા માં ઉપયોગી છે વાવેતર વધારવા જેવું વૃક્ષ.એને જાંબુ જેવાં ગોળ ફળ આવે છે, જે અષાઢ માસમાં પાકે છે, એને ખાઈ શકાય છે. અંકોલના ફળનો રંગ રતાશ પડતો હોય અને ઘેરો જાંબુડી કલરનો હોય છે. ઉપરનું છોડું ઉખેડતાં અંદરથી લીચી જેવો ઘેરો સફેદ ગર્ભ નીકળે છે, જે બાળકો હોંશે હોંશે ખાય છે. એનાં બીમાંથી તેલ પણ નીકળે છે.

અંકોલ સ્વાદમાં તુરું, કડવું,  પારાની શુદ્ધી કરનાર,  લઘુ,  મળને  સરકાવનાર,  તીક્ષ્ણ  અને ઉષ્ણ છે.  તેનો  રસ  ઉલટી  કરાવનાર, વાતશુળ,    કટીશુળ ,  વીષ ,  કફ ,  કૃમી ,આમપીત્ત , રક્તદોષ , વીસર્પ  અને  અતીસાર  મટાડે  છે. અંકોલનાં ફળ કફને હરનાર છે, પચવામાં ભારે છે, મળાવરોધક(કબજીયાત કરનાર) છે અને જઠરાગ્નીને મંદ કરે છે.

એ કફના રોગોમાં ઉત્તમ છે. શરીરને પુષ્ટ કરે છે તથા બળ આપે છે. એ વાયુ અને પીત્તના રોગોમાં ઉપયોગી છે. દાહ-શરીરની આંતરીક બળતરાને શાંત કરે છે. તેનાં  બીજ  ઠંડાં, બળકારક,   સ્વાદીષ્ટ , કફકર , મળને સરકાવનાર છે.  તેનાં  બીજનું  તેલ  વાયુ અને કફનાશક તથા માલીશ કરવાથી ચામડીના દોષોનો નાશ કરે છે આયુર્વેદ પ્રમાણે તેનાં મૂળિયાંની તૂરી છાલ અને બિયાંનું તેલ વિષપ્રતિરોધક.

અંકોલના આયુર્વેદ ઉપયોગો વિષે જાણો :

  • અંકોલના મુળની છાલ ચોખાના ઓસામણમાં ઘસીને મધ કે સાકર નાખી પીવાથી પાતળા ઝાડા બંધ થાય છે.
  • અંકોલના ફુલની સુકી કળીઓ, આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી પાતળા ઝાડા બંધ થાય છે.
  • અંકોલના લીલાં મુળીયાંનો એક ચમચી રસ પીવાથી રેચ લાગી કૃમીઓ મળ વાટે બહાર નીકળી જાય છે.
  • અંકોલના લીલાં મુળીયાંનો એક ચમચી રસ દરરોજ સવારે લેવાથી શરુઆતનો જળોદર રોગ મટે છે.
  • અંકોલના બીજનું તેલ લગાડવાથી ગુમડાનાં ચાંદાં મટે છે.
  • અંકોલના બીજના તેલમાં અંકોલની છાલ વાટી મલમ બનાવી લગાડવાથી ચામડીના જુના રોગો મટે છે.
  • અંકોલનાં પાન વાટી લેપ કરવાથી સોજા ઉતરે છે.

કૃમી , પાતળા ઝાડા , ચામડીના જુના રોગો , ગુમડાનાં ચાંદાં , અસ્થમા , મટાડનાર છે આ ઔષધ | અંકોલ કે ફાયદે | અંકોલના ફાયદા | Ankol Benefits and Uses | अंकोल के फायदे | અંકોલ |

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles