દરેક ગૃહિણીને કામમાં આવે તેવી ઘર ગથ્થુ ટીપ્સ એકવાર જરૂર વાંચો અને શેર કરો

0

કરોળિયાના ઝાળા ઘરમાંથી કાઢવા માટે ઘરમાં સાફ સફાઈ કરતી વખતે આ રીતે ઘરને સાફ કરો ઘર ચક ચકટ થઈ જશે કરોળિયાના જાળા ઉતારતી વખતે ઝાડુને સહેજ ભીનું કરશો તો જાળા સરળતાથી અને સારી રીતે ઊતરશે.

ડુંગળી સુધારીયા પછી હાથમાંથી ડુંગળીની સુંગંધ કાઠવા માટે ડુંગળી સમાર્યા પછી હાથમાંથી તેની વાસ જલદી જતી નથી. લીંબુનો જરાક રસ લઈને હથેળી પર લગાવી દો. ગંધ જતી રહેશે. અને હાથમાં ડુંગળીની સુંગધ આવશે નહિ

રીંગણનો ઓરો સ્વાદિષ્ટ બનાવવા માટે રીંગણનું ભરતું બનાવવા માટે મસાલો શેકતી વખતે થોડું તાજું ગાઢું દહીં નાંખીને શેકો. એનાથી ભરતાનો સ્વાદ કંઈ ઓર મજેદાર આવશે. રિંગણાનાં ભડથામાં લીલો મસાલો અને દહીં નાંખશો તો તે વધુ સ્વાદિષ્ટ બનશે.

ટિંડોળા, પરવળ, બટાકા, ભીંડા, કારેલા, કાકડી, દૂધી વગેરેના રવૈયા બનાવતી વખતે મસાલામાં એક મોટો ચમચો ચણાનો શેકેલો લોટ ભેળવશો તો શાકની ચીકાશ શોષાઈ જશે અને શાક પણ સ્વાદિષ્ટ બનશે.

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

કપડાં પરથી શાહીના ડાઘા દૂર કરવા માટે પહેલાં તેને લીંબુ અને મીઠાનાં દ્રાવણમાં થોડા સમય સુધી બોળી રાખો ત્યાર બાદ તેને ધોઈ કાઢો. શાહીનાં ડાઘા નીકળી જશે.

મિલ્કશેક બનાવવો હોય તો એક ગ્લાસ દૂધમાં કોઈ પણ ફૂટ જામના ત્રણ ચમચા નાંખી મિક્સીમાં વલોવી લો, થોડી જ મિનિટમાં મજેદાર સ્વાદિષ્ટ મિલ્કશેક તૈયાર થઈ જશે !

કોન્ટેક્ટ લેન્સ જમીન પર પડી જાય તો પહેલાં રૂમમાં અંધારું કરી દો. ત્યાર બાદ જમીન પર બેટરીનો પ્રકાશ ફેંકો. લેન્સ ચમકી ઊઠશે અને સહેલાઈથી મળી જશે.

સફરજનનાં ટુકડાં, કાચી કેરી અથવા આમલીને તડકામાં બરાબર સૂકવી, હવાચુસ્ત ડબ્બામાં ભરી લો. વિવિધ વાનગીઓમાં ખટાશ તરીકે તે કામ આપશે.

ઘરે નાળીયેરનું ખમણ બનાવવા માટે નાળિયેરની ખમણીને હવાચુસ્ત ડબ્બામાં ભરી, તે ડબ્બો ફિઝરમાં રાખવાથી એકાદ મહિના સુધી ખમણેલું નાળિયેર બગડશે નહીં.

ખુબ મેલા થયેલ કપડા ચપટીમાં ચોખા થઇ જશે તો ખુબ મેલા કપડા ધોવા માટે કપડાં ધોતી વખતે પાણીમાં થોડો વિનેગર નાંખવાથી કપડાંમાં અનેરી ચમક આવી જશે. અને ગમે એવા મેલા કપડા સાફ થઇ જશે

અજમાવી જુઓ એકવખત અને મિત્રો આ ટીપ્સ સારી લાગે તો મિત્રો સાથે શેર કરો અને કમેન્ટ જરૂર કરજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here