ભરેલા ભીંડાનું શાક બનાવવાની રેસીપી

0

ભરેલ મસાલા વાળા શક તો બધાને પ્રિય હોય છે આજે આપણે ભરેલા ભીંડાનું ગ્રેવી વારુ શાક બનાવશું. ગરમા ગરમ રોટલીને ભરેલ ભીડનું શાક મળી જાય તો જલસા પડી જાય

જરૂરી સામગ્રી :- ભીંડો – 200 ગ્રામ, કાચા સીંગદાણા – 4 ચમચી, ચણાનો લોટ – 4 ચમચી, ગોળ – 2 ચમચી, મીઠું – સ્વાદાનુસાર, હળદર – 1/4 ચમચી, ધાણા પાઉડર – 1, 1/2 ચમચી

કોથમીર, જીરું – 1/2 ચમચી, રાઈ – 1/2 ચમચી, ગરમ મસાલો – 1/4 ચમચી, તેલ – 1 ચમચો વઘાર માટે અને 1 ચમચી સ્ટફિંગ માટે, લાલ મરચું – 1/4 ચમચી, લસણની પેસ્ટ [ થોડુ મીઠું અને લાલ મરચુ નાખેલ ] – 1 ચમચી

રીત :-સૌ પ્રથમ ભીંડોને  ધોઈ તેને કોરો કરી લેવો,

મસાલો બનાવવાની રીત:  ત્યારબાદ એક વાસણમાં કાચા સીંગદાણા લઇ તેને શેકવા, તેને ઠંડા થવા દેવા, હવે ધીમા તાપે 2 મિનીટ માટે ચણાનો લોટ શેકવો, શેકેલ સીંગદાણાને અધકચરા વાટવા, ભીંડાને ચપ્પુ વડે બંને બાજુએથી થોડો ભાગ દુર કરી એક ઉભો કાપો પાડવો , જેમાં મસાલો ભરી શકાય, આ રીતે બધા ભીંડા સમારી લેવા, ત્યારબાદ એક ડીશમાં વાટેલા સીંગદાણા, ચણાનો લોટ , હળદર, મીઠું, લાલ મરચુ, ધાણા પાઉડર, ગરમ મસાલો , કોથમીર, 1 ચમચી તેલ, ગોળ, લસણની પેસ્ટ આ બધું સારી રીતે મસળીને મિક્સ કરવું, આ મસાલામાં જરૂર લાગે તો બે ચમચી જેટલું પાણી ઉમેરવું જેથી સારી રીતે ભીંડામાં ભરી શકાય, હવે સમારેલ ભીંડામાં આ મસાલો ભરી લેવો , હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મુકવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું નાખવા, તે તતડે એટલે ભરીને તૈયાર કરેલ ભીંડાનો મસાલા વાળો ભાગ નીચે આવે તેમ ગોઠવવા, તેને મધ્યમ તાપ પર બે મિનીટ પકાવવા, ત્યારબાદ ભીંડાની સાઈડ ચેન્જ કરવી અને ધીમા ગેસ પર 5 થી 7 મિનીટ પકાવવા, તો તૈયાર છે ભરેલ ભીંડીનું શાક।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here