વડોદરાની પ્રખ્યાત ભાખરવડી બનાવવાની રીત અચૂક વાંચજો

સામગ્રી : પુરણ માટે

૩ નંગ કાચા કેળા
૨૫૦ ગ્રામ બટેટા
પીસેલા આદુ મરચા
૨ ચમચી તલ
૩ ચમચી ખાંડ
૨ ચમચી લીંબુનો રસ
૧ ચમચી ગરમ મસાલો
સ્વાદ અનુસાર મીઠું

લોટ બાંધવા માટે :

૧૫૦ ગ્રામ મેંદા નો લોટ
૧૫૦ ગ્રામ ઘઉં નોલોટ
તેલ
સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

બટેટા અને કેળાને ધોઈ ને કુકરમાં બાફવા મૂકો .
બાફવા મુકેલું શાક ઠંડું થાય એટલે તેની છાલ ઉતારી ને છુંદો કરો .
હવે તેમાં ૩ ચમચી આદુ મરચાની પેસ્ટ , તલ, ગરમ મસાલો, લીંબુનો રસ, ખાંડ . સ્વાદ અનુસાર મીઠું નાંખી એકદમ મિલાવો.
આ પુરણ ને બાજુ પર રાખી દ્યો.
મોટા વાસણ માં બંને લોટ લઇ મુઠીયા વડે તેટલું તેલ ,સ્વાદ અનુસાર મીઠું નાંખી લોટ બાંધો . થોડો કઠણ લોટ રાખવો .
આ લોટ માંથી મોટું લુંવું લઇ પાટલા પર મોટો રોટલો વણો .
તેના પર હળવા હાથે પુરણ ને પાથરો .
એકસરખું પુરણ પથરાય ગયા બાદ એક બાજુ થી રોટલા નો રોલ કરો..
રોલ બરાબર થઇ ગયા બાદ છરી ની મદદ થી તેના નાના પીસ કરો .
હવે લુંયામાં તેલ ગરમ કરવા મૂકો .
તેલ ગરમ થાય એટલે તેમાં ભાખરવડી તળવા (fry) માટે નાંખો.

ઉપર નું પડ કરકરું (light brown) થાય એટલે ઉતારી લ્યો .

આ ભાખરવડી આમલી ખજુર ની ચટણી ,લીલીચટણી સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.

Leave a Comment