બ્રેઇન ટ્યુમર (મગજમાં થતી ગાંઠ) શું છે?શારીરિક લક્ષણો વીશે માહિતી વાંચો

બ્રેઇન ટ્યુમર (મગજમાં થતી ગાંઠ) શું છે?

બ્રેઈન એટલે મગજ અને ટ્યુમર એટલે ગાંઠ. કોશિકાઓની બિનજરૂરી વૃદ્ધિ એટલે કે જે શરીર માટે જરૂરી નથી, તેને કેન્સર કહેવાય છે. મગજની ગાંઠ ત્યારે થાય છે જ્યારે અસામાન્ય કોશિકાઓ મગજના કોઈપણ ભાગમાં ઉત્પન્ન થાય છે ત્યારે મગજમાં ગાંઠ ત્યારે થાય છે.

મુખ્યત્વે બે પ્રકારની ગાંઠો હોય છે ૧) જીવલેણ (ઝેરી/વિષમ) ગાંઠ અને ૨) સૌમ્ય ગાંઠ

બ્રેઇન ટ્યુમર વિશે કેટલીક હકીકતો

• બ્રેઇન ટ્યુમર કોઈપણ ઉંમરે થઇ શકે છે.

• બ્રેઇન ટ્યુમરનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી.

• બ્રેઇન ટ્યુમરના લક્ષણો તેના કદ, પ્રકાર અને મગજમાં તેના સ્થાન પર આધાર રાખે છે.

• પુખ્ત વયના લોકોમાં સૌથી સામાન્ય પ્રકારનું પ્રાથમિક બ્રેઇન ટ્યુમર એસ્ટ્ર્રોસાયટોમા, મેનિન્જીયોમા, અને ઓલિગોડોન્ડ્રોગ્લાયોમા છે.

• બાળકોમાં પ્રાથમિક બ્રેઇન ટ્યુમરના સૌથી સામાન્ય પ્રકાર મેડ્યુલોબ્લાસ્ટોમા, ગ્રેડ I અથવા II એસ્ટ્ર્રોસાયટોમા, (અથવા ગ્લાયોમા) એપેન્ડાયમૉમા, અને બ્રેઇન સ્ટેમ ગ્લાયોમા છે.

• વારસાગત કારણ અને ઉચ્ચ ડોઝ એક્સ-રે મગજની ગાંઠ માટે જોખમી પરિબળો છે.

• બ્રેઇન ટ્યુમરનું નિદાન ડૉક્ટર દ્વારા મગજની ચકાસણી અને વિવિધ લેબોરેટરી તપાસના પરિણામો આધારિત થાય છે.

• બ્રેઇન ટ્યુમર સારવાર માટેનાં વિકલ્પોમાં સર્જરી, રેડીયોથેરાપી(શેક), અને કીમોથેરાપી(દવાઓ)નો સમાવેશ થાય છે.

બ્રેઇન ટ્યુમરના શારીરિક લક્ષણો શું છે?

બ્રેઇન ટ્યુમરના લક્ષણો મગજના કયા ભાગમાં બ્રેઈન ટ્યુમર છે તેના પર આધારિત છે. કેટલાક સામાન્ય લક્ષણોમાં માથાનો દુઃખાવો, ખેંચ આવવી, દેખાવાની તકલીફ, ઉલટી અને માનસિક ફેરફારો છે. દર્દીને સવારમાં માથાનો દુખાવો અને ઉલટી થઈ શકે છે. વધુ ચોક્કસ લક્ષણો જેવા કે બોલવામાં, ચાલવામાં તકલીફ વગેરેનો સમાવેશ થાય છે.

બ્રેઇન ટ્યુમર માટે ઉપલબ્ધ સારવાર શું છે?

ડોક્ટર બ્રેઇન ટ્યુમરના પ્રકાર, ગ્રેડ, અને ગાંઠની સ્થિતિ અને દર્દીના સામાન્ય આરોગ્ય અનુસાર નીચેની સારવાર સૂચવી શકે છે.

• સર્જરી

• રેડિયોથેરાપી

• કીમોથેરાપી

• સ્ટેરોઇડ્સ

• ખેંચ માટેની દવા

• વેન્ટ્રીક્યુલર પેરીટોનિયલ શંટ

Leave a Comment