સારિવા : સારિવાને કપૂરમિધુરી , ઉપલસરી , કાબરી , હરિવો વગેરે કહે છે . એનાં પાન કાબરચિતરો હોય છે . તેની સુગંધ મીઠી મનમોહક હોય છે . એને અનંતમૂળ પણ કહે છે . સારિવા મધુર , ગુરૂ , સ્નિગ્ધ , વર્ણ માટે હિતકારી , મળને બાંધનાર , ધાવણ શુદ્ધ કરનાર , દાહ શાંત કરનાર , ત્રિદોષનાશક , રક્તવિકાર , તાવ , ચળ કુષ્ટ , પ્રમેહ , શરીરની દુર્ગંધ , અચિ , અગ્નિમાંદ્ય , દમ , ખાંસી , ત્વચાના રોગો , વિષ અને અતિસારને મટાડે છે . ઉપરાંત મૂળવિરચનીય , પરસેવો લાવનાર , સોજો મટાડનાર અને રસાયન છે ,
સારિવા – અનંતમૂળની કપૂરકાચલી અને ચંદન જેવી મિશ્ર સુગંધ મધુર , આહ્યદક , સંધ્યા જ કરીએ , ભૂલી ન શકાય તેવી હોય છે . જે સારિવાના મૂળિયામાં સુગંધ આવતી હોય તેનો જ ઔષધમાં ઉપયોગ કરવો . સારિવાનાં મૂળ બજારમાં મળે છે . રક્તશુદ્ધિની અપ્રતિમ દવા છે .
કોઠે રતવા હોય, વારંવાર કસુવાવડ થઈ જતી હોય , બાળક જન્મતાં જ મરી જતું હોય તો તેને માટે સારિવા ઉત્તમ ઔષધ છે . એમાં અડધી ચમચી સારિવા – મૂળનું ચૂર્ણ સવાર – સાંજ દૂધ સાથે લેવું . ( ૨ ) લોહી – બગાડ અને ત્વચાના રોગમાં અનંતમૂળ અને ગળોનું સમાન ભાગે બનાવેલું ચૂર્ણ અડધીથી એક ચમચી