કોલેસ્ટ્રોલ વધવાનુ મુખ્ય કારણ છે તેલ તો જાણો બજાર માં મળતા તેલ ની સત્યતા

બજાર માં મળતા તેલ ની સત્યતા કોલેસ્ટ્રોલ વધવાના કારણે ઘણા રોગો થાય છે જેમકે હ્ર્દયઘાત , ડાયાબિટીસ , હાઈબીપી , લોહી ઘાટું થવું , હદયના ધબકારા ઘટવા જેવા અનેક રોગ થાય છે.

કોલેસ્ટ્રોલ વધવાનું એકમાત્ર કારણ હોય તો એ છે તમારું તેલ. અત્યાર ના મોટા ભાગ ના લોકો માં ઉપર જણાવેલ રોગો થવાનું કારણ પણ આજ છે.અત્યારે લોકો વિજ્ઞાપન જોઈ ને પોતા ના ઘરે રેફાઇન્ડ કે ડબલ રિફાઇન્ડ તેલ તો લઈ આવે છે પણ એને બનવા પાછળ ની પ્રોસેસ નથી જાણતા.

તેલ ને સિંગલ રિફાઇન્ડ કરવા માં ૬ પ્રકાર ના કેમિકલ તથા ડબલ રિફાઇન્ડ કરવામાં ૧૨ પ્રકાર ના કેમિકલ નો ઉપયોગ કરે છે અને તેલ ને એટલી વાર ગરમ કરે છે કે એમાંથી બધા તત્વો બળી જાય છે . તેલ જેટલી વાર ગરમ થાય એટલી વાર એના તત્વો નાશ પામે છે .

માટે જ આપણી જૂની ઘાણી જે બળદ થી ચલાવા માં આવતી એ તેલ ગરમ થતું નહિ અને લોકો એનો ભરપૂર ઉપયોગ કરવા છતાં નિરોગી રહેતા.

અને બીજુ તો ઠીક અત્યારે બજાર માં મકાઈ નું તેલ મળે છે હવે કોઈ ખેડૂત હોય તો મને જણાવો કે મકાઈ માંથી તેલ નીકળે ખરા ? આ બધા મકાઈ , સનફલાવર ના નામે લોકો ને પામોલિન પીવડાવે છે અને લોકો ના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરે છે .

લોકો ને હ્ર્દય માટે સારું તેલ જણાવે છે પણ એનું ઉલટું હ્ર્દય માટે સૌથી ખતરનાક તેલ આ છે.અને આ કામ આપણા માનીતા ક્રિકેટરો અને સ્ટારો કરે છે આવી કમ્પની નું ઘૂસ ખાય છે અને ભારત ના લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે.

અત્યારે બજાર માં તેલ મળે છે તેમાં ૫૦% થી વધુ પામોલિન તેલ કોઈપણ તેલ માં ભેળવવા માં આવે છે . પામોલિન , ડાલડા , વનસ્પતિ ઘી આ બધા નામો છે .પામોલિન તેલ નું પ્રોટીન આપણું શરીર પચાવી શકતું નથી અટલે જ જે વસ્તુ આપણું શરીર પચાવી નો શકે એ આપણા લોહી માં ભળે છે. હવે જે ભૂલ ના લીધે કોલેસ્ટ્રોલ વધી ગયું છે એને ના દોહરાવતા પહેલા તો તેલ બદલી નાંખો અને આપણી આજુ બાજુ મળતું તેલ જે સામાન્ય રીતે ફિલ્ટર કરવામાં આવે છે ( રિફાઇન્ડ ) નહિ . એ નાની ઘાણી નું ખાવું. એમાં ફિલ્ટર કરવા એક કાપડ ની જાળીઓ વાળા મશીન થી સામાન્ય ફિલ્ટર કરવામાં આવે છે . અને એ સિવાય એક વુડ પ્રેસ ઘાણી આવે છે એનું તેલ સૌથી સારું છે કેમકે તેમાં જે બ્લડ વળી ઘાણી થી કાઢે એ જ સિસ્ટમ થી નીકળે છે.

આવા તેલ માટે તમે તમારી આસપાસ ની GIDC માં કે આજુબાજુ માં ચાલતી ઘાણી માં તપાસ કરી શકો છો. એ સિવાય વુડ પ્રેસડ ઓઇલ ના નામથી પણ ઓનલાઈન મળે છે પણ એ થોડું મોંઘુ છે.

Leave a Comment