કાકડી કોના માટે છે ઝેર અને કોના માટે છે વરદાન, જાણો કાકડી ખાવાના ફાયદા અને નુકસાન

0

કાકડી ખાવી કોના માટે છે ઝેર સમાન અને કોના માટે છે વરદાન, જાણો કાકડી ખાવાના ફાયદા અને નુકસાન

કાકડીનું સેવન ગરમી ની ઋતુમાં ખુબ જ લાભદાયક સાબિત થાય છે. કાકડી આપને રોજ બરોજ અલગ અલગ રીતે ખાતા હોય છીએ.. કાકડીના સેવનથી ઘણી બીમારીઓ દુર થઇ જાય છે. ૧૦૦ ગ્રામ ખીરા માં મુખ્યરૂપ થી ઉર્જા ૧૫.૫૪ કેલરી, પ્રોટીન ૬૫૦ મીલીગ્રામ, પોટેશિયમ ૧૪૭ મીલીગ્રામ, પાણી ની માત્રા 95.૨૩ ગ્રામ જોવા મળે છે. કાકડી ફાયદાકારક હોવાની સાથે સાથે અમુક લોકો માટે ઘણી જ હાનીકારક પણ સાબિત થઇ શકે છે.

આજે અમે તમને કાકડીના ફાયદા અને નુકશાન બંને વિશે જણાવીશું કે કોના માટે કાકડી નું સેવન ફાયદાકારક છે અને કોના માટે નુકશાન કારક બની શકે છે. આવો જાણીએ કે કાકડી ના ફાયદા અને નુકસાન વિશે..

કાકડી ખાવ ના ફાયદા ….. સૌથી પહેલા તો વજન ઓછુ કરે છે જો તમે વજન ઓછું કરવા માગો છો તો કાકડી તમારો સારો એવો સાથી સાબિત થઈ શકે છે. કાકડીમાં 95 ટકા પાણી હોઈ છે જે મેટબોલીજ્મ મજબુત કરે છે. ખીરામાં વધુ પાણી ની માત્રા હોવાથી તમે ઘણી એવી વસ્તુ નું સેવન થી બચી શકો છો જેમાં વજન વધારવા વાળી વસ્તુ વધુ જોવા મળે છે.

કેન્સરથી બચાવ – હાલમાં જ થયેલા એક શોધ મુજબ એ વાત ને સાબિત કરે છે કે રોજ કાકડીનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારી નો ખતરો ઓછો થઈ જાય છે. કાકડીમાં જોવા મળતા પ્રોટીન આપણા શરીરમાં કેન્સર થી લડવાની તાકાત આપે છે. તે કેન્સર અથવા ટ્યુમર ના વિકાસ ને રોકે છે.

ઈમ્યુનીટી પાવર – ઈમ્યુનીટી પાવર ને મજબુત બનાવવા માં પણ કાકડી મુખ ભાગ ભજવે છે. કાકડીમાં વિટામીન સી, બીટા કેરોટીન જેવા એન્ટી ઓક્સીડેન્ટ હોઈ છે, જે શરીર માં રહેલા ફ્રી રેડિકલ્સ ને દુર કરે છે. તે ઈમ્યુનીટી ને સારી બનાવે છે.

મજબુત હાડકા – જો કાકડીને છાલ સહીત ખાવામાં આવે તો તેનાથી હાડકાઓ ને ફાયદો મળે છે. કાકડીની છાલમાં ખુબ જ માત્રામાં સિલિકા હોઈ છે, જે હાડકા ને મજબૂતી આપે છે. સાથે જ તેમાં રહેલા કેલ્શિયમ પણ હાડકાના સ્વાસ્થ્ય માટે ઘણો જ ઉપયોગી સાબિત થાય છે.

કાકડી ખાવાના નુકશાન – જે લોકોને સાઈનસાઈટીસ ની બીમારી હોઈ તે દરેક વ્યક્તિએ કાકડીનું સેવન જરૂર કરવું જોઈએ. તેની પાછળ નું કારણ એ છે કે કાકડી તાસીર માટે ઠંડી છે. જો કે ગર્ભવતી મહિલાને કાકડીના સેવન માટેની સલાહ આપવામાં આવે છે, પરંતુ જરૂરત થી વધારે કાકડીનું સેવન કરવાથી મૂત્ર ત્યાગ માટે વારંવાર જવું પડે છે. કારણ કે કાકડીમાં પાણી નું પ્રમાણ વધુ જોવા મળે છે.

જો તમે કાકડીનું વધારે માત્રામાં સેવન કરો છો તો તમારું પેટ ભરેલું ભરેલું લાગશે. કાકડીમાં ફાઈબર નું સારો એવો સ્ત્રોત હોઈ છે પરંતુ વધુ ખાવાથી તમને ઓડકાર આવી શકે છે. એટલા માટે તેને સારી રીતે ધોઈ તેની કડવાશ દુર કરી ગરમીની ઋતુમાં તેનું સેવન કરવું જોઈએ. કાકડીનું સેવન દરેક લોકો એ કરવું જોઈએ, પરંતુ વધારે માત્રા માં પણ ના કરવું. કાકડી ખુબ જ ફાયદાકારક પણ છે પરતું તેનું વધારે સેવન કરવાથી નુકશાન કારક પણ બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here