દરિયાકાંઠે નાળિયેળીનું વન ખરેખર રમણીય હોય છે. નારિયેળમાં ત્રણ આંખો જેવાં ચિહ્નો દેખાય છે. ભગવાન શંકરનું એક નામ ત્ર્યંબક છે, એ નામ શ્રીફળને પણ અપાયું છે. છોતરાં કાઢી નાખેલા નાળિયેળનો આકાર પોર્ટુગીઝોને વાંદરાના માથા જેવો દેખાતો હોઇ દેવો, તેઓએ તેનું નામ કોકર્સન્યુસિફેરા પાડી દીધું. કોકનો અર્થ વાંદરો અને ન્યુસીફેશાનો અર્થ ફળ ધારણ કરવું એમ થાય છે.
આચાર્ય સુશ્રુતનો મત આચાર્ય સુશ્રુતે નારિયેળનાં ગુણો દર્શાવતાં કહ્યું કે નારિયેળ પચવામાં વધારે સમય લે તેવું છે. પિત્ત દોષની ઉગ્રતાને નાશ કરે તેવું, શરીરમાં શીતળતા પ્રસરાવે તેવું અને હૃદય માટે પણ ઉત્તમ ગુણકારી છે. શરીરની માંસધાતુ વધારીને શીરમાં શક્તિ પેદા કરે તેવા ગુણવાળું છે.
નારિયેળનું પાણી: નારિયેળનું પાણી ઠંડુ, હૃદયને== હિતકારી, ભૂખ લગાડે તેવું, શુક્રધાતુની વૃદ્ધિ કરે તેવું, તરત અને પિત્તદોષને શાંત કરનાર અને ‘બસ્તિશુદ્ધિકર પરમ્’ એટલે કે મૂત્રાશયને શુદ્ધ કરનાર છે.
લીલા નાળિયેળના પાણીમાં ગ્લુકોઝનું પ્રમાણ સારું એવું હોય છે. પાકા નારિયેળ-શ્રીફળમાં સુક્રોઝનું પ્રમાણ વિશેષ હોય છે.
નારિયેળના પાણીમાં મેગ્નેશિયમની અને કેલ્શિયમનું પ્રમાણ ઘણું હોય છે. નારિયેળના પાણીમાં સોડિ્યમનું પ્રમાણ નહીંવત હોવાથી સોજાનાં દર્દોમાં ખૂબ જ ઉપયોગી મનાય છે.
આધુનિક મત: નાળિયેળનું પાણી શરીરમાં રહેલા પાણીને લગભગ મળતું આવે છે. ઝાડા-ઉલટી કે કોલેરા જેવાં દર્દોમાં પાણી ઘટી જવાની સમસ્યામાં નાળિયેળનું પાણી ઘણું ઉપયોગી થઈ શકે છે. આ પ્રકારનાં દર્દોમાં દર્દીને મોં વાટે થોડું થોડું નાળિયેનું પાણી આપવું. એમાં મોસંબીનો રસ કે ગ્લુકોઝ ઉમેરી શકાય.
વજન વધારવું: વજન વધારવા તેમજ ઘણી યુવતીઓને તેની ઉંમરના પ્રમાણમાં સ્તનોનો વિકાસ કે બરાબર પૃષ્ટ થયા હોતાં નથી. જેને કારણે તે મૂંઝવણ અનુભવે છે. આવી યુવતી માટે સ્તનપુષ્ટિ કરનાર નાળિયેળના ઉપચાર આ મુજબ છે:
સૂકું કોપરું જેટલું ભાવે તેટલું દિવસમાં એક કે બે વાર રોજ ચાવવું. ચાવતી વખતે જરૂરિયાત પ્રમાણે થોડો ગોળ પણ ખાવો. આનાથી સમગ્ર શરીરની માંસપેશીઓ પણ પુષ્ટ થાય છે અને સાથે સાથે સ્તન પણ પુષ્ટ થાય છે.
ચામડીના મસા ઘણીવાર ચહેરા પર ઉપર કે શરીરના બીજા ભાગની ચામડી ઉપર, ચામડીના કલરના જ મસા થાય છે. આ મસાની કાળજી લેવામાં ન આવે તો બીજી જગ્યાએ પણ થાય છે. અને વધે છે. આ મસાને ‘ચર્મકીલ’ને નામે ઓળખવામાં આવે છે. ચહેરા પરના મસા ચહેરાની સુંદરતામાં ઘણીવાર બાધક બને છે. આ પ્રકારના મસામાં નારિયેળનું (શ્રીફળનું) પાણી ખૂબ જ ઉપયોગી પુરવાર થયું છે. ચામડીના મસા ઉપર રોજ પાંચથી સાત મિનિટ સુધી શ્રીફળના પાણીનું મસાજ કરવાથી થોડાક દિવસોમાં મસા સંપૂર્ણપણે મટી જાય છે.
હેડકી: હેડકી થોડીવાર આવીને બંધ થઈ જાય ત્યારે તેની ગંભીરતાનો ખાસ અનુભવ થતો નથી. પરંતુ જ્યારે આવી જ હેડકી સતત આવ્યા કરે અને કોઈ પણ ઉપાયો કરવા છતાં બંધ ના થાય ત્યારે દર્દી અને સગાંસંબંધીઓની પરેશાની વધી જાય છે. સતત આવતી હેડકીમાં નારિયેળનો એક ઉપચાર ખૂબ ઉપયોગી છે.
સૂકા નારિયેળના છોતરાં કાઢી, એ છોતરાને સૂડીથી નાની કતરણ કરી એક ચલમમાં ભરવા. ચલમમાં ભર્યા પછી એને સળગાવી જે દર્દીને હેડકી આવતી હોય એને આ ચલમ પીવા માટે આપવી. ચલમમાંના નાળિયેળનો ધુમાડો અંદર જઈને વાસુદોષની વિકૃત, ગતિને પૂર્વવત કરે છે. જેનાથી હેડકીના વેગ ધીમેધીમે બંધ થઇ જાય છે.
માંગલિક પ્રસંગોમાં જેને વિશેષ મહત્ત્વ અપાયું છે, એવા નાળિયેળનું બીજું નામ શ્રીફળ છે. તે ઘણીબધી રીતે સ્વાસ્થ્યવર્ધક છે