10.8 C
New York
Saturday, December 14, 2024

દરરોજ દાળ ખાવાથી ડાયાબિટીસ , હૃદયરોગ, કેન્સર જેવી ઘાતક બીમારીથી બચી

દરરોજ દાળ ખાવાથી જીવલેણ બીમારીઓ દૂર રહે છે . અભ્યાસ દાળ ખાવાથી કેન્સર જેવી ઘાતક બીમારીથી બચી શકાય છે . તે ઉપરાંત ડાયાબિટીસ , હૃદયરોગ અને મેદસ્વિતામાં પણ દાળથી ફાયદો થાય છે . તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં સંશોધકોએ જણાવ્યું કે , દાળમાં ફાઈટોકેમિકલ્સ અને ટેનિન્સ હોય છે , જેનાથી દાળમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિકાર્સિનોજેનિક ઇફેક્ટ થાય છે . તેના દ્વારા કેન્સર સામે રક્ષણ મળે છે .

સંશોધકોએ એમ પણ જણાવ્યું કે , દાળમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને તેનું ગ્લાઇરિમિક ઇન્ડેક્સઓછું હોય છે તેથી ડાયાબિટીસના રોગીઓ માટે પણ દાળ ફાયદાકારક છે . દાળના કારણે દર્દીઓનું સુગર કન્ટ્રોલમાં રહે છે અને ઇન્સુલિન લેવલ પણ કન્ટ્રોલમાં રહે છે.દાળ કોલેસ્ટ્રોલને પણ કાબૂમાં રાખે છે . ઓબેસિટીથી બચવા માટે પણ દાળ મહત્ત્વનો ખોરાક છે .

દાળ પોષકતત્ત્વોના ખજાના સમાન છે . દાળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ , ફોસ્ફોરસ , આયર્ન , પ્રોટીન , કાર્બોહાઇડ્રેડ , મેગ્નેશિયમ અને અન્ય વિટામિન્સ તથા મિનરલ્સ હોય છે . દાળને તેના ગુણના કારણે જ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ડાયાબિટીસ , હાર્ટ ડિસિઝ અને અન્ય રોગો માટે યોગ્ય માનવામાં આવે છે . આવા દર્દીઓને પૂરતા પ્રમાણમાં દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે . તેમાં પ્રોટીન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે . પ્લાન્ટ બેઝડ પ્રોટીન ખૂબ જ સારો સ્રોત છે .

૨૫ ગામ દાળમાંથી ૧૦૦ મામ પ્રોટીન મળે છે . જે લોકો માંસ અથવા ડેરી પ્રોડક્ટનું સેવન ન કરી શકતા હોય તેમના માટે દાળ પ્રોટીનનો સૌથી મોટો સ્રોત છે . તેને પગલે જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં ૧૦ ફેબ્રુઆરીએ વર્લ્ડ પલ્સિસડે ઊજવવામાં આવે છે . ગત વર્ષથી જ તેની શરૂઆત કરવામાં આવી હતી . તેનો આશય લોકોને દાળનું મહત્ત્વ સમજાવવાનો છે . ભોજન તરીકે પણ દાળ સુપાચ્ય હોય છે અને ખૂબ જ સરળતાથી ભોજનમાં લઈ પણ શકાય છે .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles