રકતસ્ત્રાવ, નસકોરી, દાઝવું, વ્રણ, મુખપાક, કાકડા, ચર્મરોગ, નેત્રરોગ તથા દાંતના રોગો માટે શ્રેષ્ઠ
યોજના : સ્વચ્છ ફટકડીના ટુકડા કરી તાવડી, લોઢી કે માટીની ઠીબ ઉપર તપાવવાથી પીગળ્યા બાદ ફૂલીને પતાસા જેવું ચોસલું થઈ જશે. તેને બારીક ખાંડી ચૂર્ણ કરી કાચની બાટલીમાં રાખવું.
સેવનવિધિ પ્રાયઃ તેનો બાહ્ય ઉપયોગ કરવામાં આવે છે. આંતર ઉપયોગ કવચિત્ ૧/૩ થી ૧/૮ ગ્રામની માત્રામાં જ કરી શકાય છે.
ઉપયોગ (૧) રક્તસ્ત્રાવ – કાંઈ વાગી જવાથી કે પડી જવાથી રક્તસ્ત્રાવ થતો હોય તો તેના ઉપર ચૂર્ણ દબાવી સખત પાટો બાંધી દેવો. આંતર કે બાહ્ય વધુ રક્તસ્ત્રાવ હોય તો પાણીમાં કે દૂધમાં ચપટી ચૂર્ણ પાવું.
(૨) નસકોરી – દૂધ પાણી કે ઘીમાં મેળવીને નાકમાં ટીપાં પાડવાં. પાણીમાં ચપટી ચૂર્ણ મેળવીને પાવું.
(૩) દાઝવું – ફટકડીનું ચૂર્ણ પાણીમાં મેળવી તેમાં કપડાની પટ્ટી બોળી દાઝેલા ભાગ પર મૂકતા રહેવું.
(૪) વ્રણ – કોઈપણ પ્રકારના વ્રણ ફટકડીના પાણી (સ્ફટિકજળ) વડે ધોઈ શકાય છે.
(૫) મુખપાક – ફટકડીના પાણીથી કોગળા કરવાં.
(૬) કાકડા – ફટકડીવાળાં પાણીમાં હળદર મેળવીને કોગળા કરવાં
(૭) ચર્મરોગ – ફટકડીના પાણીથી ધોવું.
(૮) નેત્રરોગ – આંખમાં ફટકડીનાં ટીપાં પાડવાં.
(૯) દંતરોગ – ફટકડીના કોગળા કરવા.