આ ઔસધ વાળને કાળા કરવા અને યુવાની પાછી લાવવા માટે ખુબ ગુણકારી છે

0

અત્યારે ખુબજ સરળતાથી ઉપલબ્ધ આ ભાંગરાને ભેગો કરી લેવાનો સમય છે.ભાંગરાના ગુણ અપરંપાર છે. વાળ અને સૌંદર્ય માટે સંજીવની છે.

સૌંદર્યની વાત આવે એટલે સૌપ્રથમ સ્ત્રી હોય કે પુરુષ દરેક પોતાના વાળ વિષે ચિંતા વ્યક્ત કરતાં હોય છે. વાળનું સૌંદર્ય જોઇને તો કવિ કાલિદાસજીએ પણ મોહ પામીને વાળ વિષે કાવ્યો લખ્યાં છે. સૌંદર્યના પૂજારી એવા તમામ રસિક કવિઓ અને લેખકો પણ વારંવાર વાળ વિષે લખે છે. આમ વાળ એ સૌંદર્ય માટે અનિવાર્ય અંગ છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ વાળના રોગોની અદ્દભૂત સારવાર બતાવી છે. વાળને લગતા જે કંઇ રોગો થાય છે તેમાં મહત્વની એક વનસ્પતિ છે, ભાંગરો. વર્તમાન સમયમાં ભાંગરાનો ખૂબ જ પ્રચાર થયો છે. તેનું કારણ છે કે વિવિધ પ્રકારના હેરઓઇલો બજારમાં ઉપલબ્ધ થયા છે અને આ તમામ હેરઓઇલોમાં ભાંગરો તો હોય છે. ગ્રામ્યવિસ્તારના લોકો, ખાસ કરીને મહિલાવર્ગ તો પરાપૂર્વથી ભાંગરાને એકઠો કરીને તેનું તેલ બનાવીને પોતાના વાળમાં નાખે છે. અને તેના પરિણામે તેઓના વાળ કાળા અને ચકચકિત અને ખૂબ જ લાંબા હોય છે. અહીં આપની સમક્ષ ભાંગરાના જે સૌંદર્યવર્ધક કર્મો છે તેનું વર્ણન કરીએ છીએ.

આમ જોવા જઇએ તો શરીરમાં તથા અનેક રોગો પર ભાંગરો કામ કરે છે. પરંતુ ભાંગરો વિશેષ પ્રકારે બેસ્ટ બ્યુટી એજન્ટ છે. તેનાં જે કંઇ નામો છે, તેનાં પરથી આપણને ખ્યાલ આવે છે કે તે હેરબ્યુટી એટલે કે વાળનું સૌંદર્ય વધારવા માટેની શ્રેષ્ડ વનસ્પતિ તો છે જ, સાથે સાથે યૌવનને જાળવી રાખે છે, તથા સર્વાંગ સૌંદર્ય યૌવન માટે ભાંગરો ઉપયોગી છે તે ખૂબ જ ઓછા લોકો જાણે છે. ભાંગરાને ભૃંગરાજ કહેવામાં આવે છે, અને તે સ્વર્ણીકરણ કરે છે એટલે કે તે શરીરને સુવર્ણ જેવું બનાવે છે. વિવિધ પ્રકારના કુષ્ડના રોગો, સફેદ દાગ, શીળસ, શૂદ્રરોગ જેવા ચામડીના રોગોમાં પણ ભાંગરો અતિ ઉપયોગી છે. શાસ્ત્રોમાં ભાંગરાના અનેક પ્રકારે પ્રયોગો બતાવ્યા છે.

નદી, તળાવ, મેદાની વિસ્તારો, ખેતર અને ઉદ્યાનોમાં મોટાભાગે જોવા મળતા ભૃંગરાજ આયુર્વેદ પ્રમાણે ઘણી જ મહત્વપૂર્ણ ઔષધી છોડ છે. ગ્રામીણ વિસ્તારોમાં બ્લેક બોર્ડને કાળા કરવા માટે જે છોડને ઘસવામાં આવે છે, તે જ ભૃંગરાજ છે. આદિવાસી ભૃંગરાજને અનેક હર્બલ નુસખામાં ઔષધીય રીતે ઉપયોગમાં લે છે. ચાલો જાણીએ આજે કંઈ રીતે આદિવાસીઓ ભૃંગરાજનો ઉપયોગ કરે છે.ભાંગરાને ભૃંગરાજ કહેવામાં આવે છે, અને તે સ્વર્ણીકરણ કરે છે એટલે કે તે શરીરને સુવર્ણ જેવું બનાવે છે. વિવિધ પ્રકારના કુષ્ડના રોગો, સફેદ દાગ, શીળસ, શૂદ્રરોગ જેવા ચામડીના રોગોમાં પણ ભાંગરો અતિ ઉપયોગી છે. શાસ્ત્રોમાં ભાંગરાના અનેક પ્રકારે પ્રયોગો બતાવ્યા છે.ભૃંગરાજના સંપૂર્ણ છોડનો રસ પીળીયામાં આપવામાં આવે છે. આદિવાસી હર્બલ જાણકારો પ્રમાણે દરરોજ અડધો ગ્લાસ રસ પીવાથી એક અઠવાડિયામાં જ પીળીયાના દર્દીઓને રાહત મળી જાય છે. આ હેતુ ભૃંગરાજના છોડ(50 ગ્રામ જેટલો)ને લગભગ 100 મિલિ પાણીમાં કચડીને ગળીને ઉપયોગમાં લેવામાં આવે છે.ભૃંગરાજના પાનનો રસ મધની સાથે મેળવીને આપવાથી બાળકોને ખાંસીમાં ઘણો આરામ મળે છે. દિવસમાં કમ સે કમ 3 વાર 10 ગ્રામ પત્તાને કચડીને રસ તૈયાર કરવો જોઈએ.

પાતાળકોટના આદિવાસીઓનું માનવું છે કે જો તેના પત્તાના રસને દાંતના પેઢા ઉપર લગાવવામાં આવે તો થોડી માત્રા માથા કે લલાટ ઉપર લગાવવામાં આવે તો માથાના દુખાવમાં ઝડપથી આરામ મળે છે.હાથીપગો કે એલિફેંટેયાસિસ થાય ત્યારે તલના તેલની સાથે ભૃંગરાજના પત્તાનો રસ મેળવીને પગ ઉપર લેપ કરવાથી ફાયદો થાય છે.એસીડીટી થાય ત્યારે ભૃંગરાજના છોડને સૂકવીને ચૂરણ બનાવી લેવામાં આવે અને હરાના ફળોના ચૂરણ સાથે સમાન માત્રામાં લઈને ગોળની સાથે સેવન કરવામાં આવે તો એસીડીટીની સમસ્યાથી તરત જ છુટકારો મળી જાય છે.માઈગ્રેન કે આધાશીશી દર્દ થાય ત્યારે ભૃંગરાજના પત્તાને દૂધમાં ઉકાળીને આ દૂધના કેટલાક ટીપા નાકમાં નાંખવામાં આવે તો આરામ મળે છે. જો બકરીનું દૂધ મળે તો ઉત્તમ પરિણામ મળે છે.ડાંગઃ- ગુજરાતના હર્બલ જાણકારો ત્રિફળા, નીલ અને ભૃંગરાજ ત્રણેયને એક-એક ચમચી 50- મિલીપાણીમાં મેળવીને રાત્રે લોખંડની કડાઈમાં રાખી દો. સવારે આ વાળમાં લગાવો અને સૂકાઈ ગયા પછી નહાઈ લો. આદિવાસી વિસ્તારોમાં વાળ કસમયે પાકી જાય કે સફેદ થઈ જાય ત્યારે તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. અને ખરતા વાળ અટકી જાય છે.ભાંગરાના રસમાં જેઠીમધનું ચૂર્ણ અને દૂધ તથા તેલ મેળવીને ઉકાળવું. આ તેલનાં ટીપાં નાકમાં નાખવાથી વળિયા–પળિયા દૂર થાય છે.માથાના ચાંદાઃ ભાંગરાનો રસ માથામાં લગાવવાથી ચાંદા મટે છે.

જે માણસ ૧ મહિના સુધી સવારે ભાંગરાનો રસ ૧ તોલો દરરોજ પીવે અને માત્ર દૂધ પર જ રહે તો તે માણસનું બળ અને વીર્ય વધે છે અને તે પ્રયોગથી પુનર્યૌવન પ્રાપ્ત કરે છે. ભાંગરો રસાયન ગુણ ધરાવતો હોવાથી તેનો રસ પીવાથી ચામડી પણ મુલાયમ અને તેજસ્વી બને છે.સફેદ વાળ માટે લેપઃ– ભાંગરાનું ચૂર્ણ, ત્રિફળા, કેરીની ગોટલી, અખરોટની છાલ અથવા છોડાં આ તમામ મેળવીને તેને લોંખડના વાસણમાં દહીં અથવા કાંજી સાથે પલાળીને લેપ કરવાથી ધીમે ધીમે વાળ કાળા થાય છે.
-ભાંગરાના પાન તથા કાળા તલ રોજ ચાવીને ખાવાથી પણ સફેદ વાળ કાળા થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here