10.8 C
New York
Saturday, December 14, 2024

ઘરે બનાવો એકદમ નવીન વેરાયટી ચટાકેદાર ફૂલવડી

ચટાકેદાર ફૂલવડી :- સામગ્રી :-
ચણાનો જાડો [ કરકરો ] લોટ – 100 ગ્રામ, દહીં – 50 ગ્રામ, , આખા ધાણા – 1/2 ચમચી, આખા મરી – 10 નંગ, વરીયાળી – 1/2 ચમચી, તલ – 1/2 ચમચી , તેલ – 3 ચમચા + તળવા માટે, ખાંડ – 2 ચમચી, મીઠું – સ્વાદાનુસાર, હળદર – 2 ચપટી, લાલ મરચા પાઉડર – 1 ચમચી
ગરમ મસાલો – 1/2 ચમચી, ખાવાનો સોડા – 1 ચપટી.

(જો ધરની જરુરિયાત માટે આ પ્રમાણ ઓછું લાગે તો પ્રમાણ ડબલ લેવુ.) (આખા મરી ઘણી વખત નાના બાળકો ને ખાવા મા વધારે તીખાશ લાગે તો..મરી ને અધકચરા વાટી ને નાખી શકાય.)

રીત :-
સૌ પ્રથમ ફૂલવડીનો લોટ બાંધવો, આ માટે એક વાસણમાં ચણાનો જાડો લોટ, મીઠું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ખાંડ, આખા ધાણા, આખા મરી, વરીયાળી, તલ, ખાવાનો સોડા અને તેલ લેવું , હવે આ બધું સારી રીતે મિક્સ કરી દહીં વડે લોટ બાંધવો, તેને બે કલાક માટે ઢાંકીને રાખી દેવો, ત્યારબાદ ફૂલવડી તળવા માટે તેલ ગરમ કરવું, તેલ થોડું ગરમ થાય એટલે બાંધેલ લોટમાં બે ચમચી ઉમેરી લોટ મસળવો, હવે મોટા કાણાવાળો એક જારો લઇ તેની પર તેલ લગાડવું, જેથી લોટ જારાને બહુ ચોંટે નહી, હવે લોટ જારા પર લઇ, તેને અંદર થી બહાર તરફ ઘસવો, જેથી તેલમાં ફૂલવડી પડતી જશે, તેને ગોલ્ડન બ્રાઉન તળી લેવી, તો તૈયાર છે કિસ્પી અને ચટાકેદાર ફૂલવડી….આ ફૂલવડીને તીખા, મીઠા દહીં સાથે ખાઈ શકાય, નાસ્તા તરીકે પણ ખાઈ શકાય, તે ખુબ સ્વાદિષ્ટ લાગે છે..

Related Articles

21 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles