લસણ બે પ્રકાર છે: 1) ઘણી બધી કળીઓવાળું લસણ 2) માત્ર એક કળીવાળું લસણ.
ગુણદ્રષ્ટિએ બંને સરખાં છે પણ એક કળીવાળું લસણ અૌષધમાં વધારે ઉપયોગી બને છેલસણનો કેવી રીતે ઉપયોગ કરવો:-લસણને સારી રીતે ફોલી, એની કળીઓનો ઉપયોગ કરવો.આયુર્વેદશાસ્ત્રમાં લસણના નીચે મુજબના પ્રયોગો સૂચવવામાં આવ્યા છે :-
1) લસણની 5, 7 કળી, તલ કે સરસવનું તેલ 10 ગ્રામ, બંનેને સારી રીતે ગરમ કરી ખોરાકમાં ઉપયોગ કરવો. એના સેવનથી વાતજ, આમજ, અજીર્ણના રોગો , ગેસ , વાયુ શૂળ જેવા રોગો દૂર થશે.
2) લસણની 7 કળી, મધ 25 ગ્રામ, બંનેને સારી રીતે લઢી તેનું ચાટન બનાવી લેવું. આ ચાટનના સેવનથી શરદી, કફ, વાતશૂળ, હ્રદયશૂળ જેવા કફજન્ય રોગો, વાતજન્ય રોગો દૂર થશે.
3) લસણ 100 ગ્રામ, 200 સાકર, સાકરની મુરબ્બા જેવી ચાસણી બનાવી, ગરમ ચાસણીમાં લસણના ટુકડા નાખી દેવા અને આઠેક દિવસ રાખી તેનો ઉપયોગ કરવો. આ પ્રયોગથી મગજના જ્ઞાનતંત્રની આસપાસ જે કેટલાક રોગો થાય છે તેમાં સારી અસર જોવા મળશે.
4) લસણ, લીંબુનો રસ અને કોથમીર સમાન ભાગે સારી રીતે ચટણી બનાવીને એનો ખોરાક સાથે ઉપયોગ કરવો. રોજિંદા ઉપયોગથી જંતુજન્ય દોષો, એલર્જી-જન્ય રોગો, મંદાગ્નિજેવા નાનામોટા પચનતંત્રના રોગોમાં સારો ફાયદો થશે