નાના મોટા સૌને ભાવે એવું બટાટાની ચીપ્સનું શાક બનાવો

બટાટાની ચીપ્સ્ બનાવવા માટે જરૂરી

  • સામગ્રી
  • ૩ કપ બટાટા , લાંબી ચીરી કરેલા
  • તેલ , તળવા માટે
  • બીજી જરૂરી વસ્તુઓ
  • ૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ
  • ૩ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
  • ૧/૨ ટીસ્પૂન જીરૂ
  • ૧ ટીસ્પૂન ખસખસ
  • ૧ ટીસ્પૂન તલ
  • ૧/૨ ટીસ્પૂન હળદર
  • ૧ ટીસ્પૂન મરચાં પાવડર
  • ૧ ટીસ્પૂન સાકર
  • ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
  • મીઠું , સ્વાદાનુસાર

શાક બનાવવાની રીત:
એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં બટાટાની લાંબી ચીરીઓ એક થોડી-થોડી લઇને તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.તળાઈ જાય બાદ તેને બહાર કાઢી ટીશ્યુ પેપર પર મૂકી સૂકી થવા દો.આગળની રીત

એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાજૂ નાંખી મધ્યમ તાપ પર ૩૦ સેંકડ સુધી અથવા તે ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે સાંતળી લો.તે પછી તેમાં જીરૂ, ખસખસ, તલ, હળદર અને મરચાં પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં તળેલા બટાટાની ચીપ્સ્, સાકર, લીંબુ નો રસ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી તળી લો.તરત જ પીરસો.

Leave a Comment