નાનકડી એલચી ખાવાથી અનેક ફાયદા થાય છે જે ઘણા લોકો નહિ જાણતા હોય

એલચી  કે ઈલાયચી ભૂખ વધારવામાં મદદ કરે છે સામાન્ય ભાષામાં લોકો તેને નાની ઈલાયચી પણ કહેવામાં આવે છે તે તીખા અને આંશિક રીતે પુરરસ યુક્ત હોય છે  સ્વભાવમાં ઠંડી અને પચવામાં હલકી છે .

તે પચ્યા પછી પણ તીખો રસ જ ધરાવે છે . તે વાયુનો પણ નાશ કરનારી  માનવામાં આવે છે  તે ભોજનમાં ભૂખ વધારે છે તે કફ શ્વાસ ખાંસી  મસા અને મૂત્ર કરતી વખતે થતી પીડાને દૂર કરનારી છે ગર્ભવતી સ્ત્રીઓએ ખૂબ ધ્યાનપૂર્વક તેનો પ્રયોગ કરવો જોઈએ વૈદ્યકીય સલાહ અને માર્ગદર્શન હેઠળ તેનો આ પ્રમાણે ઉપયોગ કરો તો જરૂર ગુણકારી નીવડશે ૧ મૂત્ર કરતી વખતે પીડા થતી હોય તો આંબળાનો રસ સાથે  પાણી સાથે તેનું ચૂર્ણ લેવાથી ફાયદો થાય છે ૨ ચક્કર આવતા હોય તો તેની છાલ સાથે જ ઉકાળો બનાવીને ગોળ સાથે લેવાથી આરામ  મળી શકે છે ૩શરીરમાં દુખાવો થતો હોય તો એલચી હિંગ જવખાર અને સૈન્ધવ મીઠાનો ઉકાળો લેવાથી રાહત થાય છે ૪. મુખમાંથી દુર્ગંધ આવતી હોય તો મોઢામાં એલચી રાખવાધી કે ધીમે ધીમે ચાવવાથી તે બંધ થાય છે .

૫ . માથાના દુખાવામાં એલચી યુક્ત ચા પીવાથી ફાયદો થાય છે .

૬. ઉલટી થતી હોય અથવા તો સવારે ઉબકા આવતા હોય ત્યારે કેળાની સાથે ઈલાયચી ખાવાથી  આરામ મળી શકે છે કિડનીના રોગોમાં તેને તરબૂચના બીજ સાથે ખાવાથી મૂત્રની માત્ર વધે છે  શરીરમાં તાકાત રહે તે માટે એલચી બદામનું ચૂર્ણ અને માખણમાં મિશ્ર કરી સાકર સાથે લેવું૯. તેનાં બીજને પાણીમાં ઉકાળી તેની ચા બનાવવાથી ડિપ્રેશનમાં રાહત મળી શકે છે .

૧૦. ગેસ થયો  હોય ત્યારે ઈલાયચી , આદુ અને વરિયાળી બન્નેને સરખા ભાગે લઇ એક કપ હૂંફાળા ગરમ પાણીમાં લેવું અને થોડી હિંગ મેળવીને લેવાથી આરામ મળે છે

૧૧. મસામાંથી લોહી પડતું હોય ત્યારે એલચીનાં બીજ નાગકેસર  વાંસકપૂર અને જાયફળનું ચૂર્ણ સાકર અને ઘી સાથે લેવું

૧૨. જયારે મળ ક્યારેક થઇ અને ક્યારેક પ્રવાહી અવસ્થામાં આવતી હોય ત્યારે માખણ સાથે તેનું ચૂર્ણ લેવાથી આરામ મળી શકે

૧૩. મૂત્ર સાથે ચીકાશ આવતી હોય તો એલચી અને હિંગનું ચૂર્ણ દૂધ સાથે લેવું ૧૪. હેડકી આવતી હોય ત્યારે ૨-૩ ઇલાયચીને પાણીમાં ગરમ કરી તેમાં ૪-૫ ફુદીનાના પાંદડા સાથે લેવાથી રાહત મળે છે ૧૫. ગળામાં દુખતું હોય ત્યારે ઈલાયચીના બીજનું ચૂર્ણ અને ખૂબ થોડી તજનો પાવડર ગરમ પાણીમાં અને થોડું ઠંડું પડતા ફાયદો થાય છે ૧૬ તેને પિપ્પલીમુળ સાથે ઘીમાં મેળવીને ખાવાથી હૃદય માટે લાભકારી છે . 

Leave a Comment