હાડકાં મજબૂત અને શરીર રોગમુક્ત કરવા રોજના ભાણામા ઉમેરો આ અેક વસ્તુ

0

ભાણાંમાં ઉમેરો દેશી ગોળ , હાડકાં થશે મજબૂત અને શરીર રહેશે રોગમુક્ત ગોળ ખાવાથી લોહીની કમી એટલે એનિમિયા નામની બીમારીથી બચી શકીએ છે . કારણ કે તેમાં વધારે માત્રામાં એન્ટી ઓકિસડેન્ટ્સ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે . કોરોના કાળમાં જો શરીરને મજબૂત અને રોગમુક્ત રાખવું હોય તો કેટલાંક ઘરગત્યુ ઉપચાર જરૂરી છે . આ માટે જો દેશી ભોજન કરવામાં આવે અને બહારનું ફાસ્ટફૂડ , તળેલું કે પછી વધુ ચટાકેદાર ભોજન ટાળવામાં આવે તો શરીર મજબૂત રોગમુક્ત અને તંદુરસ્ત રહી શકે છે . આ માટે જીવનમાં થોડી નિયમિતતા અને સંયમ જરૂરી છે . ત્યારે આજે આપણે વાત કરીશું રસોડામાં સૌથી સરળતાથી મળી રહેતાં ગોળ વિશે ગોળનું જે નિયમિત સેવન કરવામાં આવે તો શરીરની ઘણી સમસ્યાઓ તો દૂર થઇ જ જાય છે . આ સાથે જ ચહેરા પરની કલચરીઓ દૂર થાય છે . હાડકાં મજબૂત થાય છે . અને ઉંમર વધતી – જાણે અટકી જાય છે તેમ લાગે છે .

ગોળ ખાવાથી લોહીની કમી એટલે કે એનિમિયા નામની બીમારીથી બચી શકીએ છે . કરણ કે તેમાં વધારે માત્રમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે , એટલા માટે તે શરીરને સ્વસ્થ રાખે છે . હાડકાંને મજબૂત રાખે છે . અને તેજ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે . ગોળની ચા પીવાથી અથવા એને ચાવીને ખાવાથી કબજિયાતની બીમારી દૂર થય છે . કારણ કે એ ખાવાને પચાવવામાં ખુબજ ઉપયોગી છે , આ ઉપરાંત ગેસ નથી થતો . ગોળ એક પ્રકારનું કુદરતી લોહીનું શુદ્ધિકરણ કરે છે . એટલા માટે ગોળ રોજ ખાવાથી લોહી સાફ થઈ જાય છે . જેનાથી ખીલ અને કાળા દાગ દૂર થાય છે .

આ સાથે જ ચામડીને લગતી કોઇ બીમારી થતી નથી . રોજ રાત્રે સુતા પહેલા દૂધમાં ગોળ નાખીને ખાવાથી સારી ઊંઘ આવે છે , સાથે જ કમજોરી પણ દૂર થાય છે . ગોળને હળદરની સાથે ગરમ કરીને ખાવાથી શરદીથી રાહત મળે છે . તેનાથી ગળા નો દુખાવો પણ દૂર થઈ જાય છે . ગોળ અને હળદર માં એન્ટી હિલિંગ અને એન્ટી બાયોટિક નામનું તત્વ હોય છે . એટલા માટે રોજ ગોળનો એક ટુકડા ની સાથે હળદર ખાવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે . ગોળનાં નિયમિત સેવનથી વાળ લાંબા અને રેશમી બને છે . તેનાંથી વાળની ચમક પણ વધે છે . ગોળમાં મીનરલ્સ અને વિટામિન હોવાને કારણે એ શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે . હળવા પાણીમાં ગોળ મિકસ કરવાથી ચહેર ના છિદ્રો માં આવલી ગંદકી નીકળી જાય છે . જેનાથી સ્કિન ચમકદાર થઈ જાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here