ઘાવ રુઝાવા, બાળકોની પાચન શક્તિ વધારવા, શરીરમાં કમજોરી વધારવા અસરકારક છે આ ઔષધિ

કદંબ એ એક નિત્યલીલું રહેનાર ઉસ્ણ કટિબંધીય ક્ષેત્રનું વૃક્ષ છે. આ વૃક્ષ દક્ષિણ અને અગ્નિ એશિયાનું વતની છે. આ વૃક્ષને દડાના આકારના પીળાશ પડતા કેસરી ફૂલ આવે છે. આના ફૂલોનો ઉપયોગ અત્તર્ અને સુગંધી પદાર્થો બનાવવા માટે થાય છે. આન વૃક્ષને સુશોભનના વૃક્ષ તરીકે પણ ઉગાડવામાં આવે છે. આ વૃક્ષ ભારતીય પૌરાણીક કથા અને ધર્મમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સર્વ ભારતીય ભાષાઓમાં તેને કદંબ કે કદમ કહે છે

દરેક લોકોએ કૃષ્ણ લીલા માં કદંબ ના વૃક્ષ વિશે તો સાંભળ્યુંજ હશે. કદંબ ઘણા પ્રકારના હોય છે. જેમકે, કદમ્બીકા, રાજકદંબ વગેરે નામથી ઓળખાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કદંબના વૃક્ષની નીચે બેસીનેજ પોતાની વાંસળી વગાડતા હતા. આ વૃક્ષનું જેટલું ધાર્મિક મહત્વ છે તેથાની ઘણું વધુ તે આપણા સ્વાસ્થ્ય પણ ખુબજ ઉપયોગી છે.
કદંબના ફળ નો આકાર ગોળ હોય છે. કદમ્બના ફળ ની ઉપર એક ફૂલ બને છે. કદંબને ઝેર વિરોધી દવાના સ્વરૂપમાં માનવામાં આવે છે. વેદિક વાટિકા કદંબના ફાયદાઓ વિશે જણાવે છે. આયુર્વેદમાં પણ ઘણી બધી બીમારીઓના ઈલાજ માટે રાજકદંબ અને ધૂળકદંબનો ઉપયોગ દર્શાવામાં આવેલ છે.

ઘાવ જો સારો ના થઇ રહ્યો હોય તો કદંબના પાન અને તેણી છાલ ને પાણી માં ઉકાળવી. પછી તે હુંફાળું રહે ત્યારે તેનાથી વાગેલી જગ્યા પર સાફ કરવું. આવી રીતે ઘાવ દરરોજ સાફ કરવાથી જલ્દી સારો થઇ જશે.

બાળકોની પાચન શક્તિ કમજોર હોય છે. તેથી તમે બાળકોને નિયમિત રૂપે ધૂળીકદંબ ના ફળ અથવા તેનો રસ નિયમિત પીવડાવવાથી ખુબજ ફાયદો થાય છે.

શરીરમાં કમજોરી હોય તો રાજકદંબના ફળો નું બનાવેલું ચૂર્ણનું સેવન દરરોજ પાણી સાથે કરવાથી શરીરની દુર્બળતા અને કમજોરી દુર થઇ જાય છે.

નોંધ :- કોઈ પ્રયોગ કરતા પહેલા આયુર્વેદ ના જાણકાર હોય એમની સલાહ સુચન લેવી

Leave a Comment