10.8 C
New York
Saturday, December 14, 2024

લગ્નપ્રસંગમાં હોય એવી જ રજવાડી કઢી ઘરે બનાવવાની રિત

શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલે આ ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ કવાની મળી જાય તો ભરપુર પેટ જમવાનું ચાલે છે તો આ ગુલાબી ઠંડીમાં ઘરે બનાવો બજારમાં મળતી ખાસ કરીને લગ્નપ્રસંગમાં વખણાતી રજવાળી કઢી

રજવાળી કઢી બનાવવા જરૂરી સામગ્રી:

  • મોટો વાટકો દહી
  • 3 કપ પાણી
  • ચપટી હીંગ 2 સૂકા મરચાના ટૂકડ
  • અડધી ચમચી જીરુ
  • 4 ચમચા બેસન
  • 1 મોટી ચમચી ગોળ
  • તજનો ટુકડો 2 લવિંગ
  • મીઠા લીમડાના પાન
  • અડધી ચમચી રાઈ
  • ચમચી મેથી
  • ૧મોટી ચમચી ધી
  • 4 ચમચી તેલ વઘાર માટે
  • 2 કપ મગ રાતે પલાળીને રાખો

 

બજાર જેવી રજવાળી કઢી બનાવવાની રીત. : સૌ પ્રથમ એક વાડકી દહી, ચણાનો લોટ, આદુ-મરચાની પેસ્ટ, ગોળ અને મીઠુ વગેરે ભેગુ કરી તેમાં બેથી અઢી કપ પાણી ઉમેરો. ત્યાર પછી તેમાં બ્લેન્ડર ફેરવીને બરાબર મિક્સ કરો. ઘી મૂકી તેમાં વારાફરતી વઘાર માટેની સામગ્રી નાંખો. વઘાર તડતડે એટલે તેમાં કઢીનું મિશ્રણ નાંખી દો અને કઢીમાં ઊભરો આવે ત્યાં સુધી તેને ઉકળવા દો. મગ ની રીત: એક કઢાઈમાં તેલ લઇ તેમાં રાઈ, હિંગ, કઢી લીમડો નાખી, લાલ મરચું, ધણા પાવડર, નાખી પલાડી રાખેલ મગ નાખી ૧૦-૧૨ મિનિટ સુધી ચઢવા દો.

તો તૈયાર છે બિલકુલ લગ્ન પ્રસંગમાં હોય એવી રજવળી કઢી જરૂ ઘરે બનવાજો શિયાળાની સિઝનમાં ગરમા ગરમ કઢી અને બાજરાના રોટલા ખાવાની ખુબ મજા આવી જાય છે

જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આવાજ  હેલ્થ આર્ટીકલ, રેસીપી, કિચન ટીપ્સ, સૌંદર્ય ટીપ્સ વિશેની માહિતી મેળવવા માટે અત્યારેજ અમારા  ફેસબુક પેઝ સાથે જોડાઈ જાઓ. અને જો તમે કોઈ માહિતી મેળવવા માંગતા હોય કે આ પેઝમાં તમારી કોઈ માહિતી મુકવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles