પંજાબી શાક રેસીપી: શાહી પનીર, હોટ ગાર્લિક પનીર, પંજાબી છોલે, કાજૂ કરી મસાલા

0

દરેક લોકોને પંજાબી શાક ખાવાનો ખુબ શોખ હોય છે અને વારંવાર બજારમાંથી શાક લઈ આવે છે પરંતુ હવે બજાર માંથી શાક લેવાની જરૂર નથી એકદમ બજાર જેવું જ શાક શાહી પનીર ઘરે બનાવવા માટે જરૂરી સામગ્રી : પાંચસો ગ્રામ પનીર, પાંચ નંગ ટામેટાં, બે નંગ લીલા મરચાં, એક ટુકડો આદુ, બે ચમચી ઘી અથવા તેલ, એક નાની ચમચી જીરું, સવા ચમચી હળદર પાવડર, એક ચમચી ધાણાં પાવડર, સવા ચમચી લાલ મરચું પાવડર, પચ્ચીસ-ત્રીસ નંગ કાજૂ, સો ગ્રામ કાજૂ, સવા ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ
એક ચમચી કોથમીર

બજાર જેવું શાહી પનીર શાક બનાવવાની રીત: આ શાક બનાવવા સૌ પ્રથમ કડાઈમાં એક ચમચી તેલ/ઘી ગરમ કરી તેમાં પનીરના ટુકડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવાં. હવે કાજૂને અડધી કલાક માટે પાણીમાં પલાળી મિક્સરમાં પીસી તેને એક બાઉલમાં કાઢી લો. હવે મિક્સરમાં ટમેટું, આદુ અને લીલું મરચું ઉમેરી પીસી લેવું. હવે મિક્સરમાં મલાઈ નાખી પીસવું. હવે કડાઈમાં ઘી કે માખણ નાખી ગરમ કરવું. હવે તેમાં હળદર પાવડર અને ધાણાં પાવડર ઉમેરો. હવે તેમાં ટમેટાની પેસ્ટ નાખી હલાવવું. ત્યાર બાદ તેમાં કાજૂની પેસ્ટ અને મલાઈની પેસ્ટ ઉમેરી હલાવવું. તમને જોઇ એ રીતે રસો ઘાટો-પાતળો કરવો. હવે તેમાં હળદર, મીઠું, લાલ મરચું ઉમેરી મિક્સ કરવું. ગ્રેવી ઉકળી ગયાં બાદ તેમાં પનીરના ટુકડા મિક્સ કરવા. હવે ગેસ ધીમો કરી ઉપર ઢાંકણ ઢાંકી ત્રણ-ચાર મિનિટ સુધી ચડવા દેવું જેથી પનીરના ટુકડામાં મસાલો ભળી જાય. આ રીતે તૈયાર થશે શાહી પનીર. શાહી પનીરને ભાત, નાન, પરોઠા કે રોટલી સાથે પીરસી શકાય છે. આ ઘરે બનાવેલ શાક નો ટેસ્ટ સરસ બજારમાં મળતા શાક જેવો જ હોય છે.

કાજુ કરી પંજાબી શાક બનાવવા જરૂરી સામગ્રી: 200 ગ્રામ કાજૂ, 1 ડૂગળી, 1 ટામેટાં, 4 લસણ ની કળી, નાની વાટકી લીલા ધાણા, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 ચમચી પંજાબી મસાલો, 1 ચમચી કસૂરી મેથી, 2 ચમચી કાશ્મીર મરચું, વધાર માટે, 4 ચમચા તેલ

રેસ્ટોરન્ટ જેવું કાજુ કરીનું શાક બનાવવાની રીત: હવે કાજૂ કરી મસાલા બનાવવા માટે પેલા એક કડાઇ મા તેલ મૂકી કાજૂસેકી લેસૂ પછી એક ડીશ માં કાઢી લેસૂ હવે ડૂગળી ટામેટાં જીણા સમારી લો. હવે કાજૂ તળા તેમા ડૂગળી ટામેટાં થોડી સાતળી લેસૂ પાંચ મિનિટ સુધી પછી ડીશ માં કાઢી ઠંડા થવાદો પછી મીક્સર નો જાર લો પછી તેની અંદર સાતળેલા ટામેટાં ડૂગળી લસણ કાજૂ થોડૂ પાણી નાખી પીસી લો. હવે એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર પસેલી ગ્રેવી નાખો પછી હલાવો ત્રણ મીનીટ સુધી પછી તેની અંદર હળદર લાલ મરચું પંજાબી મસાલો મીઠું નાખી મીક્સ કરી લો હવે ઢાકણ ઢાંકી પાંચ મિનિટ સુધી રહેવાદો પછી કાજૂ નાખો હવે ગેસ બંધ કરી એક બાઉલમાં કાઢી લો ઉપર લીલા ધાણા નાખી સવ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી કાજૂ કરી મસાલા શાક

હોટ ગાર્લિક પનીર: હોટ ગાર્લિક પનીર શાક બનાવવા જરૂરી સામગ્રી: -આઠ-દસ કળી લસણ, ત્રણસો ગ્રામ પનીર, બે ચમચી તેલ, બે ગળી
, બે સૂકા લાલ મરચા, એક ચમચી ચીલી સોસ, -એક શિમલા મરચું, સ્વાદ મુજબ મીઠું, -એક ચમચી સોયા સોસ, અડધી ચમચી મરી પાવડર, ત્રણ ચમચી કોર્નફ્લોર, એક ચમચી વિનેગરરીત

હોટ ગાર્લિક પનીર શાક બનાવવાની રીત: સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવું. ત્યાર બાદ તેમાં ડુંગળી સાંતળવી. હવે તેમાં સૂકા લાલ મરચાનો વઘાર કરી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરવી. હવે તેમાં પનીર ઉમેરો. તેમાં અડધો કપ પાણી, લાલ મરચાની પેસ્ટ અને રેડ ચિલ્લી સોસ ઉમેરવો. હવે શિમલા મરચાને સમારી તેમાં ઉમેરવા. ત્યાર બાદ બધા મસાલા જેમ કે સોસ, મીઠું, મરી પાવડર મિક્સ કરવું. હવે કોર્નફ્લાવરનું મિશ્રણ ઉમેરી ઘટ્ટ થવા દો. ત્યાર બાદ તેમાં વિનેગર ઉમેરવું. આ રીતે તૈયાર છે તમારા માટે સ્વાદિષ્ટ હોટ ગાર્લિક પનીર. આ ઘરે બનાવેલ શાક નો ટેસ્ટ સરસ બજારમાં મળતા શાક જેવો જ હોય છે.

પંજાબી છોલે બનાવવા જરૂરી સામગ્રી: -અઢીસો ગ્રામ મોટા કાબુલી ચણા, ચાર મધ્યમ આકારની ડુંગળી, એક કપ ટામેટા પ્યુરી, ત્રણ નંગ લીલા મરચા, દસ કળી લસણ, એક નાનો ટુકડો આદુ, અડધો કપ કોથમીર સમારેલી, -એક ટીસ્પૂન લાલ મરચુ, અડધી ચમચી હળદર, એક ચમચી ધાણાજીરુ, એક ચમચી ગરમ મસાલો, એક ચમચી છોલે મસાલો, બે ચમચી તેલ, એક ચમચી ઘી, ચપટી હિંગ, મીઠું સ્વાદ અનુસાર

પંજાબી છોલે બનાવવાની રીત સૌપ્રથમ ચણાને આઠેક કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ કુકરમાં મીઠું, હળદર અને દોઢ ગ્લાસ પાણી નાખીને ચણાને બાફી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમા હિંગ નાખીને ડુંગળીની પેસ્ટ નાખી સાંતળો. ડુંગળી સોનેરી થાય પછી તેમા આદુ-મરચાં-લસણની પેસ્ટ નાખીને સાંતળો. પછી તેમાં ટામેટા પ્યોરી નાખી ચારેક મિનિટ હલાવતા રહો. તેલ છુટું પડે કે તેમા બધો મસાલો નાખી સાંતળો. હવે તેમાં બાફેલા છોલે નાખીને પાંચેક મિનિટ ઉકળવા દો. ગ્રેવી જોઈતી હોય તો અડધો ગ્લાસ પાણી નાખીને ઉકળવા દો. પાંચેક મિનિટ ઉકાળી ગેસ પરથી ઉતારી લો. સમારેલી કોથમીર નાખીને ગરમા-ગરમ પૂરી, ભાખરી કે રોટલી સાથે સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here