જે લોકોને રસોઈ બનાવવાનો ખુબ શોખ હોય તેના માટે રસોઈ બનાવવી એક ચપટીનું કામ છે. મોટાભાગે રસોઈ બનાવવાનો કંટાળો અને મોટી સમસ્યા એવી મહિલાને માટે થાય છે જે ક્યારેક ક્યારેક જ રસોઈ બનાવે છે. જે લોકો ક્યારેક ક્યારેક રસોઈ બનાવે છે તે મહિલાઓથી રસોઈ બનાવતી વખતે મોટાભાગે નાની-નાની ભૂલો થઈ જાય છે. આ ભૂલો એવી હોય છે જેનાથી રસોઈનો સ્વાદ પણ બગડી જાય છે. પણ કેટલીક વાતોને ધ્યાનમાં મુકીને તમે કિચનના કામને તેમજ બગડેલી રસોઈ સુધારી શકો છો. આજનો આર્ટીકલ ખાસ કરીને જે મહિલા ક્યારેક ક્યારેક રસોઈ બનાવે છે તેના માટે છે
રસોઈ બનાવતી વખતે શાક કે દાળમાં મીઠું વધી ગયું હોય તો શું કરવું આ સમસ્યા મોટા ભાગની મહિલાને થાય છે. આ સમસ્યાનું શોલ્યુશ્ન પણ આપણી પાસે છે : જો શાક કે સૂપમાં મીઠુ વધી જાય તો ચોથા ભાગનું બટાકુ છોલીને સૂપમાં નાખી દો. આ બટેકું બધું મીઠુ શોષી લેશે અને સ્વાદ પણ નહિ બગડે . પણ સૂપ સર્વ કરતા પહેલા બટાકા કાઢવા ભૂલશો નહી. જો શાકભાજી સૂકી કે મસાલેદાર હોય તો બેસન નાખી શકો છો. આ પણ મીઠુ ઓછુ કરવાનુ કામ કરે છે. આમ રસોઈમાં મીઠું વધી જાય તો ગભરાશો નહિ તરત આ ઉપાય કરજો રસોઈનો સ્વાદ જળવાઈ રહેશે
રસભરેલુ લીંબૂમાંથી પુરેપુરો રસ કાઠવા માટે : એક લીંબૂમાં લગભગ ત્રણ ચમચી જેટલો રસ નીકળતો હોય છે. પણ ક્યારેય તેનો બધો રસ કાઢી નથી શકતા અને જો તમે લીંબૂનો પુરેપુરો રસ કાઢવા માંગતા હોય તો પહેલા વીસ સેકંડ માટે માઈક્રોવેવમાં ગરમ કરો ત્યારબાદ તેને વચ્ચેથી કાપીને રસ કાઢો. જેનાથી લીંબૂનો બધો રસ આસાનીથી નીકળી જશે.
દૂધને ફ્રીજમાં મુકવાનુ ભૂલી ગયા છો અને ગરમીની સિઝનમાં દૂધ ફાટી જાય છે છે તો ઉપાય જરૂર અજમાવજો: જો તમે ગરમીની સિઝનમાં માં દૂધને ફ્રીજમાં મુકવાનું ભૂલી ગયા હોય અને દૂધ ફાટવાનો ભય હોય તો તેમા થોડો ખાવાનો સોડા નાખી દો. દૂધ ફાટશે નહિ
ડુંગળી કાપો તો આવુ કરો આંખો નહિ બળે : ડુંગળી કાપતી વખતે આંખોમાં આંસુ આવવા સ્વભાવિક અને સામાન્ય વાત છે. પણ તેનાથી બચવાની એક ખુબ સરસ ટિપ્સ છે. ડુંગળીને બે સરખા ભાગમાં કાપી લો. પછી એક મોટી વાડકીમાં પાણી લઈને ડુંગળીને થોડી વાર માટે પાણીમાં મુકી દો. થોડી વાર પછી જ્યારે ડુંગળી કાપશો તો આંખોમાંથી આંસુ નહી આવે અને તમારી આંખો નહિ બળે. અથવાતો તમારા ચાકુ પર થોડો લીંબુનો રસ પણ નાખી શકો છો આમ કરવાથી પણ ડુંગળી સમારતી વખતે આંખોમાંથી પાણી નથી આવતુ. આ ઉપરાંત ડુંગળીને પૉલી બેગમાં બાંધીને અડધો કલાક માટે ફ્રિજમાં મુકી દેશો અને ત્યારબાદ ડુંગળી કાપશો તો પણ આંખમાંથી આંસુ નહી આવે
ભાત બાફતી વખતે તળિયે બેસી જાય કે બળી જાય તો શુ કરશો: જો ચોખા બાફતી વખતે સાધારણ બળી જાય, તો ભાત ફેંકશો નહી. આવી સમસ્યા થાય ત્યારે ભાતને ગેસ પરથી ઉતારીને તેની ઉપર સફેદ બ્રેડ દસ મિનિટ માટે મુકી દો. આમ કરવાથી આ ભાતમાંથી બળેલી ખુશ્બુ ખતમ કરી દેશે અને ભાત ખાવા લાયક બની જશે.
ફુદીનાની ચટણી બનાવતી વખતે યાદ રાખવાની બાબતો : ફુદીનાની ચટણી જો તમે મિક્સરમાં બનાવી રહ્યા હોય તો તેને મિક્સરમાં વધુ ન ફેરવશો. વધુ ફેરવવાથી ફુદીનાના પાનમાંથી તેલની વિકૃત ગંધ નીકળવી શરૂ થશે. જે ફુદીનાની ચટણીનો સ્વાદ બગાડી નાખે છે. ફક્ત ફુદીનાની ચટણી બનાવવા માંગતા હોય તો ગ્રાઈડિંગ સ્ટોન મતલબ સિલબટ્ટા પર વાટી લો. આ રીતે ફુદીનાના પાનનું તેલ ધીરે ધીરે નીકળે છે. જેના કારણે સ્વાદ ખરાબ થવાની શક્યતા સાવ ઓછી થઈ જાય છે.