કોકોનો ઘર ગથ્થુ ઉપચાર કોકો એક કપ પીવાથી મગજમાં ૩૩ % જેટલો રક્તપ્રવાહ વધે છે. કોકો એન્ટિઓક્સિડન્ટ હોવાથી પીણા તરીકે ખુબ સારો લાભદાયક છે. બીજાં ચોકલેટ પીણાં કરતા કોકો ઓછા – ફેટ ધરાવે છે. એક કપ કોકોમાં ૧ ગ્રામ કરતાં પણ ઓછી ફેટ હોય છે
કાસુન્દ્રો નો ઉપચાર કાસુન્દ્રો ચોમાસામાં કાસુન્દ્રો અને કુવાડિયો સાથે જ ઉગી નીકળે છે . કાસુન્દ્રાને સંસ્કૃતમાં કાસમર્દ – ખાંસીનો નાશ કરનાર કહયો છે . કાસુન્દ્રો કડવો , ગરમ પચ્યા પછી મધુર , કફ અને વાયુને હણનાર , આહાર પચાવનાર , કંઠશોધક , પચવામાં હલકો અને પિત્ત નાશક છે . દમ અને ઉધરસ હોય તો કાસુન્દ્રાની ભાજી ખાવી જોઈએ . કાસુન્દ્રાના બીજને શેકીને વાપરી શકાય . કાસુન્દ્રોની કોફી પીવાથી પરસેવો વળી તાવ ઉતરી જાય છે . કાસુન્દ્રાના પાન નો ઉકાળો પીવાથી દમ અને હેડકીમાં અત્યંત લાભ થાય છે . કાસુન્દ્રાનું મૂળ છાસ કે સરકા સાથે લસોટી સવાર – સાંજ લગાડવાથી જૂની દાદર અને ખરજવું મટે છે . કાસુન્દ્રો , સરગવો અને મૂળાના સૂકાં કે લીલા પાનનો સૂપ દમ , ઉધરસ અને હેડકીમાં લાભ કરે છે . સરગવાના પાનમાં વિટામિન ‘ એ’નું પ્રમાણ સારું છે . મૂળાના પાનની સૂકવણી કરી એનું સૂપ બનાવી શકાય છે .
ઉપચાર કુવાડિયો કુવાડીયાના બી શેકી ચૂર્ણ બનાવવી ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી તથા ચૂર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર પર ઘસીને લગાવવાથી દાદર મટે છે . આ ચૂર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરી શકાય . એનાથી ખસ , ખુજલી , ખોડો , દરાજ , ગડગુમડ વગેરે પણ મટે છે . કુંવાડીયાનાં બીજને ખાટી છાસમાં લસોટી દાદર દરાજ પર સવાર સાંજ લગાડવામાં આવે તો દસ બાર દિવસમાં જ દાદરનો નાશ થઈ જાય છે . જુની કે નથી કોઈપણ દરાજ પર કુંવાડીયો જ વાપરવો જોઈએ . કુવાડીયાનાં મૂળને પાણીમાં વાટી લેપ કરવાથી કંઠમાળ થોડાં દિવસોમાં મટી જાય છે . કુંવાડીયાની ભાજી ખાવાથી થોડાં દિવસોમાં કફના રોગો નાશ પામે છે .
ઉપચાર કેસર એનું એક નાનું તણખલું જીભ પર મૂકતાં આખી જીભ અડધી મિનિટમાં લાલ થઈ જાય અને ત્રણ કલાક સુધી સુગંધ આવે . એ જ રીતે એક જ નાનું તણખલું દુધમાં નાખો તો તરત જ દૂધ કેસરી કે લાલ થઈ જવું જોઈએ . આવું ન થાય તો તે બનાવટી કેસર હોવું જોઈએ . કાશ્મીરમાં કેસર ચંદન વાટીને અડધી ચમચી લેપ દરરોજ ખાવામાં આવે છે . જેનાથી કોઈ દિવસ કેન્સર થતું નથી . નાનાં બાળકોને પણ દરરોજ ખવડાવવામાં આવે છે જેથી તેમને કોઈ દિવસ તાવ નથી આવતો કે શરદી થતી નથી .