કાઠિયાવાડીના પ્રખ્યાત વણેલા ગાંઠિયા અને ફાફડી બનાવવાની રીત

વણેલા ગાંઠિયા બનાવવા મુખ્ય સામગ્રી:

  • અડધો કિલો ચણાનો લોટ અથવા બેસન(gram flour) જો ગાંઠિયો special લોટ હશે તો વધુ સારું

અન્ય બીજી સામગ્રી:

૩ ચમચી અજમો, ૧૨ ચમચી તેલ, ૧ ચમચી સોડા( baking soda), પાણી જરૂર મુજબ, ૩ ચમચી મરી પાવડર, નમક સ્વાદ અનુસાર(salt), તેલ તળવા માટે

સજાવટ માટે: તળેલા મરચા , પપૈયા ચટણી તેમજ પપૈયા ગાજરનો સંભારો

વણેલા ગાંઠીયા બનાવવાની રીત: vanela Gathiya Recipe in Gujarati.

  • વણેલા ગાંઠિયા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં ચણાનો લોટ અથવા તો બેસન ચારણી(લોટ ચારવાની ઝારી) વડે ચારી લઇ તેમાં મરી પાવડર, અજમો, સ્વાદ અનુસાર નમક અને ૬ ચમચી તેલ નાંખી બરાબર મિક્ષ કરી લો.
  • ત્યારબાદ તેમાં જરૂર અનુસાર પાણી નાંખી રબ્બર જેવો મુલાયમ લોટ બાંધી લો. ત્યારબાદ તેમાં ૩ ચમચી તેલ નાંખી લોટ તૂટે નહી ત્યાં સુધી ગુંદો. આ લોટને જેટલો વધારે ગુંદશો એટલા સરસ ગાંઠિયા બનશે
  • ત્યાબાદ થોડોક લોટ લઇ, તેલ માં ડુબોડી, ગોળ વાળીને પાટલા પર મુકો અને હથેળી વડે દબાવતા જઈ લાંબા અને જાડા ગાંઠિયા વાળો.
  • બધાજ ગઠીયા બનાવી તેલ ગરમ કરી, ધીમા ગેસે તળી લો. થોડી વાર તળી, પાકી જાય ત્યારે તેને બહાર કાઢી પપૈયા ચટણી અને તળેલા મરચા સાથે સર્વ કરો.

વણેલા ગાંઠિયા કાઠિયાવાડીના ખુબ મન પસંદ છે દરરોજ સવારમાં ચા અને ગાંઠિયા ખાવા જોઈએ છે. ગાંઠિયા સાથે કાચા પપૈયા, ગાજર અને ટામેટાનો સંભારો હોય એટલે જલસા પડી જાય

સંભારો બનાવવાની રીત: સૌપ્રથમ બે ગાજર ની છાલ ઉતારી તેને ખમણીની મદદથી ખમણી લો, તેમજ પપૈયાના ટુકડાને પણ ખમણીની મદદથી ખમણી લો. આ ખમણમાં એક ટમેટાના નાના-નાના ટુકડા કરી બરાબર મિક્સ કરી લો. પછી તેમાં ચટણી પાવડર, મીઠું સ્વાદાનુસાર નાખી બરાબર ભેળવી લો તૈયાર છે ગાજર, પપૈયાનો સંભારો ગરમા ગરમ ગાંઠિયા સાથે ખાવાની ખુબ મજા આવશે

ફાફડી ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી: વાટકી બેસન, 4 ચમચી મોણ માટે તેલ, નમક સ્વાદ અનુસાર, ચપટી હિંગ, 1 ચપટી ગાઠીયા ના સોડા, તળવા માટે તેલ,

ગાંઠિયા બનાવવાની રીત: સૌથી પહેલા બેસન (ચણાના લોટ)ને ચાળી લો. તેમાં નમક, હિંગ, સોડા ઉમેરી ને મિક્સ કરો. એમ પાણી વડે લોટ બાંધો. ખૂબ કઠણ નહીં ને ઢીલો પણ નહી એવો લોટ બાંધો. લોટ ને તેલ વાળો હાથ કરી ને ખૂબ જ કેળવો. લોટ જેટલો ગુંથાશે એટલો તે રબ્બર જેવો થતો જશે

આ ગાંઠિયા તમે ઝારામાં પણ બનાવી શકો છો અને સંચામાં પણ બનાવી શકો છો અને જો ગાંઠિયા વણતા ફાવતા હોય તો પાટલા પર પણ બનાવી શકો છો. તમને જેમ અનુકુળ આવે આવે તે રીતે ગાંઠિયા તેલમાં મૂકી તળી લેવા બરાબર પાકી જાય પછી તેને ગરમા ગરમ પીરસવા. આ ગાંઠિયા સાથે કાચા પપૈયા, ગાજર અને ટામેટાનો સંભારો હોય એટલે જલસા પડી જાય

Leave a Comment