આ અથાણું ખાય લો જીંદગીભર વાયુ, હ્રદયના ના રોગ નહી થાય

એક બહુવર્ષાયુ વનસ્પતિ છે જે મુખ્યત: શુષ્કપ્રદેશમાં ઉગે છે . અંગ્રેજીમાં આ વનસ્પતિનું નામ કેપર બેરી છે.આ વનસ્પતિના ફળોને પણ કેરડા જ કહેવાય છે. આ એક કાંટાળી વનસ્પતિ છે. આ વનસ્પતિ મોટેભાગે સુકા પ્રદેશોમાં ઉગે છે. આ ફળોમાંથી અથાણું બનાવવામાં આવે છે.ગુજરાતમાં કચ્છ અને સૌરષ્ટ્ર વિસ્તારમાં કેરડાનાં અથાણાનું વધારે ચલણ છે. વૈશાખ અને જેઠ મહિનામાં આ વનસ્પતિને ઝીણા, ચણીબોરના કદના ફળો લાગે છે. ફળો કાચા હોય ત્યારે લીલા રંગના હોય છે. ફળો પાકે ત્યારે લાલ રંગના થઈ જાય છે

અથાણું કરેલા ડબ્બાબંધ કેરડામાં ૮૪% પાણી, ૫% કાર્બોહાઈડ્રેટ્સ, ૨% પ્રોટીન અને ૧% ચરબી હોય છે.

ગુણધર્મો :કેરડો – સાવદે તીખો, તૂરો; રૂચિકર, સ્વાદિષ્‍ટ અને આફરો, હરસ, કૃમિ, વિષ, શ્વાસ, આમદોષ, શરદી, સોજો, પેટનું શૂળ, હ્રદયની નબળાઈ તથા હ્રદયની નળીનો અવરોધ (બ્લોકેજ) અને ત્વચા રોગને મટાડે છે. કેરડાં (ફળ) સ્વાદે કડવાં, તીખાં, તૂરા અને મધુર; ગુણમાં ગરમ, ગ્રાહી, વિકાસી, કફ તથા વાયુદોષનાશક, હ્રદયના સોજા તથા તેની મંદગતિ અને હ્રદયનીનળી બંધ થવી તથા સ્લીપ ડીસ્ક (ગરદન જકડાવી) રોગ માટે ખાસ લાભપ્રદ છે. કેરડાનું અથાણું આમદોષ, મંદાગ્નિ, જૂનો આમાતિસાર, બરોળની ગાંઠ, સ્લીપ ડીસ્ક, મણકાંની પીડા, કેડની વાયુપીડા તથા ચરબી પ્રધાન હ્રદયરોગ મટાડે છે.કેયડાનુ અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • ૫૦૦ ગ્રામ કેયડા
  • ૨+૧ ચમચી હળદર
  • મીઠું
  • ૫૦ ગ્રામ રાયના કુરિયા
  • ૨-૩ લીંબુનો રસ/ કાચી કેરીનું ખાટું પાણી
  • કેયડાનુ અથાણું બનાવવાની રીત:
  • – સૌ પ્રથમ કેયડાને ધોઈ લેવા.
  • – એક બરણીમાં મીઠું, હળદર અને પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું.
  • – તે પાણીમાં કેયડા ઉમેરી હલાવી અઠવાડિયા સુધી રાખી મુકવા.
  • – રોજ ૨-૩ વાર હલાવી લેવા.
  • – તો આ તૈયાર થયા આથેલા કેયડા.
  • – હવે રાયના કુરિયાને સહેજ દળી લેવા.
  • – પછી કેયડાને નીતારી મોટા બાઉલમાં લઇ તેમાં હળદર, મીઠું, રાયના કુરિયા અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્ષ કરી દેવા.
  • – તો તૈયાર છે રાયવાળા કેયડા.

નોંધ: જયારે અથાણા, મ્થુંમ્બો (રો મેંગો લૌનજી) વગેરે બનાવતા જે ખરું અને ખાટું પાણી નીકળે તે જ કાચી કેરીનું ખાટું પાણી, તે લીંબુના રસની બદલે વાપરી શકાય, તો મીઠું ધ્યાનથી વાપરવું. ખાલી આથેલા પણ ભાવે તે પણ ખાઈ શકાય.

Leave a Comment