ડો.પ્રતિક અમલાણીએ પથરીના કારણો અને બચવાના ઉપાયો જણાવ્યા વાંચીને વધુમાં વધુ શેર કરો

પથરીથી બચવું છે ? પ્રવાહી વધુ 24 નમક ઓછુ લો ગિરીરાજ હોસ્પિટલના ડો.પ્રતિક અમલાણીએ સ્વસ્થ જીવન માણવાના સુચનો આપ્યા અબતક , રાજકોટ કિડનીમાં પથરી થવાના ઘણા કારણો હોય શકે છે આહારષ્યિ કાળજી અને પરેજી તેમજ વારસાગત અથવા આનુવંશિક હોય શકે .

માનવ શરીરમાં પેટના પોલાણના ભાગમાં કરોડરજજુની બંને બાજુ એક – એક એમ બે કિડની આવેલી હોય છે અને કિડનીની આજુબાજુ ચરબીના થર આવેલ હોય છે . જે નાથી કિડની યથાવત રહી શકે છે . કિડનીનું કાર્ય લોહીને ફિલ્ટર કરી શરીરમાં રહેલ કચરો પેશાબ વાટે દુર કરવાનું મહત્વનું કાર્ય છે . પથરીનો આહાર સાથે સીધો સંબંધ છે . મહત્વની બાબત એ છે કે પ્રવાહી વધુ માત્રામાં જોઈએ . ઓછા પ્રમાણમાં પ્રવાહી લેવાથી પથરી થવાની સંભાવના વધી જાય છે .

જો વધુ માત્રામાં મીઠું ( નમક ) ખાવામાં આવે તો કિડનીની ફિલ્ટરની પ્રક્રિયામાં કેલ્શિયમ પણ શોષી લેતુ હોવાથી પથરી થવાની શકયતા વધે છે . ‘ કડનીમાંથી પથરી જેમ – જેમ કિડનીની નળી ( યુરેટર ) માં જાય તેમ કમરમાંથી દુખાવો પડખા કે થાપા તરફ આવતો જાય છ

પથરીના અટકાવવા માટેના સુચનો ૧. પ્રવાહીનું મહત્વ સામાન્ય માણસની પ્રવાહીની જરૂરીયાત ૨-૩ લિટરની હોય વધારે કરતી વ્યકિત દા.ત.ખેત મજુરી , તડકામાં શ્રમ કરતી વ્યકિત , વધારે પરસેવો વળતો હોય તેવા વ્યકિતને વધારે પ્રવાહીની જરૂરીયાત પડે છે . વ્યકિતએ આખા દિવસ લિટર જેટલો પેશાબ ઉતરે તેટલું પ્રવાહી લેવું જોઈએ . આ ઉપાય પથરી બનતી અટકાવવામાં સૌથી વધુ મહત્વનો ભાગ ભજવે છે . પથરી થતી અટકાવવા માટે કેટલું પાણી પીવો છે તેના કરતા કેટલો પેશાબ થાય છે તે અગત્યનું છે . રોજ બે લીટરથી વધુ પેશાબ થાય તેટલું પાણી પીવું જરૂરી છે . જો પેશાબ આખો દિવસ પાણી જેવો ચોખ્ખો ઉતરે તો તેનો મતલબ એ છે પાણી પુરતા પ્રમાણમાં પીવામાં આવેલ છે . જો પેશાબ પીળો ( ઘાટો ) આવે તો પ્રવાહી ઓછુ લેવામાં આવ્યું છે તે સુચવે છે . પાણી તેમજ કોઈપણ પ્રકારના પ્રવાહી જેવા કે છાશ લીંબુ સરબત , સોડા વગેરે પુષ્કળ પ્રમાણમાં લેવા હિતાવહ છે .

૨. પ્રાણીજન્ય ખાદ્ય જેવા મારૂ , મચ્છી અને પ્રાણીજન્ય અવયવ ( કિડની , લિવર , મગજ ) ઓછા લેવા .

૩. ખોરાકમાં સોડીયમનું પ્રમાણ ઘટાડવું . ( નમક , ખાવાના સોડા , બેકરી પ્રોડકટસ વગેર ) .

૪. પથરીના દર્દીઓએ બીજવાળા ફળ અને પાંદડાવાળી ભાજી પ્રમાણમાં ઓછી લેવી . ૫. ઓછી ઉકાળેલી ચા લેવી , ચા વધુ પ્રમાણમાં ઉકાળવાથી ઓકક્ષલેટનું પ્રમાણ વધે છે , જેથી પથરી થઈ શકે . ખોરાકની પરેજીથી પથરી બનતી રોકી શકાતી નથી , પરંતુ અમુક અંશે પથરીને ફરી અટકાવી શકાય છે .

કરતો આહાર પથરીના દર્દીઓ માટે ભલામણ નાળીયેર પાણી તે પોટેશિયમ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ હોય . તેથી તે પથરી થતી રોકવામાં મદદ કરે છે . ૨.ગાજર કારેલા તે ખનીજ તત્વોથી સમૃદ્ધ હોય છે . જે પથરી રોધક તરીકે કામ કરે છે . ૩. કેળા તેમાં વિટામીન બી ૬ ભરપુર હોય છે . જે પથરી રોધક તરીકે કામ કરે છે . ૪. લીંબુ તેમાં સાઇટ્રેટ ભરપુર હોય છે . શરીરમાં ઓકસેલિક એસિડનું ખંડન કરી પથરી થતા અટકાવી શકાય . ફાઈબ્રિન્સ ( રસા ) તોડતા પ . પાઈનેપલ તેમાં એન્ઝાઈમ્સ હોય છે . જે દ્વારા કિડનીમાં પથરી અટકાવી શકાય છે .

Leave a Comment