મોંઘી દવા કરતા ચામડીના રોગોમા ખૂબ ગુણકારી છે કુંવાડિયો?

પહલે ઈસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો ઓહો આટલો ગુણકારી છે કુંવાડિયો?

કુંવાડિયાની શીંગનાં લીલાં બીને લસોટી લીંબુના રસમાં કાલવી દરાજ પર ઘસવાથી બેત્રણ દિવસમાં જ દરાજ મટે છે.કુંવાડિયાનાં સુકાં બીજનું ચૂર્ણ લીંબુના રસમાં લસોટી લગાડવાથી દાદર અને ખરજવું મટે છે.કુંવાડિયાનાં બીજની કોફી બનાવીને પીવાથી ખસ અને ખૂજલી મટે છે.કુંવાડિયાનાં બીજ ચાવીને ખાવાથી અપચો, પેટનો દુખાવો, પેટની ગાંઠ અને દમ મટે છે. દમમાં લાંબા સમય સુધી કુંવાડિયાનાં બી ખાવાં જોઈએ.ડહોળો પેશાબ, પેશાબમાં ક્ષાર જતો હોય તો કુંવાડિયાનાં પીળાં ફૂલ ૧૦ ગ્રામ અને સાકર ૧૦ ગ્રામનું મિશ્રણ કરી સવાર-સાંજ ખાવાથી પેશાબનો રંગ અસલી બને છેતા.ક.એલોપથીમાં દાદરની દવા બહુ મોંધી હોય છે તે જ્યારે મટી ગઈ તેમ સમજી દવા બંધ કરીએ એટલે દાદર ખરજવું ફરી ઊથલો મારે છે.અત્યારે વન વગડામાં કે પડતર જમીનમાં કુંવાડિયો પાકવા આવ્યો છે તેની શીંગ લીલી પણ ઘણે ઠેકાણે જોવા મળે છે તેનાં પાનની ભાજીનું શાક બનાવી પણ ખાઈ શકાય અથવા તેનાં પાનનો સ્વરસ પણ એટલો જ ઉપયોગી નીવડે છે દાદર ખરજવામાં.તો શા માટે દાદર ખરજવામાં મોંઘી મોંઘી એલોપથી દવા ખાવી?
લગભગ બધા જ મેડિકલ સ્ટોર વાળા સ્કિન સુધા નામનો મલમ તેમના સ્ટોર્સમાં રાખે છે.તેમાં એક એક થી ચડિયાતાં ઔષધ પ્રયોજાયાં છે.ચામડીનાં તમામ રોગમાં તે બહુ ઉત્તમ કામ કરે છે.જેનો મને સ્વઅનુભવ છે.ચામડીનાં દરદથી પીડાતા દરેકને વિનંતી કે આ બહુ સસ્તો મલમ લાવી તેનો ઉપયોગ દાદર ખરજવું કે કોઈ પણ તકલીફ ઉપર કરશે તો તેને બહુ રાહત મળશે.શાસ્ત્રી હિમાંશુ વ્યાસ(ખેડૂતોનો હમદર્દ)(પત્રકાર )
૧૮ વર્ષથી આયુર્વેદના અનુભવી ભૂ.પૂ.બ્રાન્ચ મેનેજર(આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક સહકારી ફાર્મસી

Leave a Comment