પગની એડીમાં રેહતા દુખાવો દુર કરવાના ઉપાય

પગ ની એડીમાં રેહતા દુખાવાનો ઉપાય સાંધા, સ્નાયુ અને કમરની જેમ પગની એડી પણ આજકાલ પણને પરેશાન કરવામાં પાછળ નથી. સાંધા, સ્નાયુ અને કમરના દુ:ખાવા જે રીતે આજકાલ ઘણા બધા લોકોને થતા હોય છે એ રીતે પગની એડીનો દુ:ખાવો પણ પીડાદાયક હોય છે. થોડું ચાલો કે વધુ સમય ઊભા રહો એમાં એડી દુ:ખવા આવે છે. આ દુ:ખાવો એટલે અસહ્ય હોય છે કે ઊભા રહી શકાતું નથી કે વધુ ચાલી પણ શકાતું નથી. સાંધા, સ્નાયુ અને કમરની જેમ પગની એડીનો દુ:ખાવો પણ જીવનશૈલી પર આધારિત છે. તમે કેવા પ્રકારનાં જૂતાં-ચપ્પલ-બૂટ પહેરવા તેમજ ચાલવા અને ઊભા રહેવાની પદ્ધતિ પણ તેમાં એક કારણરૂપ છે. ખાસ કરીને ઊંચી એડીવાળા સેન્ડલ, ચપ્પલ પહેરનારી યુવતીઓ અને મહિલાઓને એડીની તકલીફ વહેલી-મોડી થયા વિના રહેતી નથી. એડીના દુ:ખાવાને મેડિકલ ટર્મિનોલોજીમાં Retso calcaneal Bursitis કહે છે. તેમાં એડીનાં હાડકાંની પાછળની તરફ મુખ્યત્વે સોજો પણ આવી જાય છે.

દુ:ખાવાનાં ચિહ્નો :એડીમાં મુખ્યત્વે થતો દુ:ખાવો ચાલતા, દોડતા અથવા અડવાથી પણ દુ:ખાવો થાય છે. પગના આંગળાઓ ઉપર ઉભા રહેવાથી દુ:ખાવો વધી જવાની શક્યતા હોય છે.

એડીના દુ:ખાવાનાં કારણો : બર્સા (કોથળી)નું મુખ્ય કામ ટેન્ડન તથા સ્નાયુમાં ગાદી તથા ચીકણાશ આપવાનું હોય છે. જેનાથી તેમની વચ્ચે ઘર્ષણ ઓછું થાય છે. શરીરનાં મોટાં સાંધાઓની આજુબાજુમાં બર્સા આવેલી હોય છે. જે પગની એડી- ઘૂંટણને આજુબાજુમાં પણ હોય છે. રીટરો કેલ્કેનીયલ બર્સા ઘૂંટીની પાછળની બાજુમાં મુખ્યત્વે એકીલીસ ટેન્ડન અને પીડીના સ્નાયુ (Cult)ની નીચે હોય છે.

તકેદારી : કસરત કરતી વખતે નીચેની સરફેસ પ્રોપર ફોમની રાખવી. ઉપરાંત એડી- ઘૂંટણની આજુબાજુના સ્નાયુને પૂરતાં પ્રમાણમાં મજબૂત રાખવા.

ઉપાય-ટ્રીટમેન્ટ :

  • દિવસમાં ત્રણ વખત ૧૦ મિનિટ બરફ લગાડવો.
  • દોડવું – કૂદવું તથા ચાલવા જેવી પ્રવૃત્તિઓ ઓછી કરવી.
  • કસ્ટમાઈઝ ઈનસોલ ફૂટવેરમાં રાખવાથી, તેના પરનું વજન તથા સોજો ઘટાડી શકાય છે.
  • ફ્રિઝીકલ થેરાપીના Ultrasound મદદરૂપ બની શકે છે.
  • કાઈનેસ્થિલોજિકલ Tappaing આજના યુગમાં અત્ય આધુનિક કોલ્ડ લેસર તથા નેનો ટેકનોલોજીની સારવાર તથા ફોટો થેરાપી કરવાથી વધારે ચોક્કસ પ્રમાણમાં વધુ ઝડપથી સારવાર થઈ શકે છે.

એડીના દુ:ખાવાથી છૂટકારો મેળવવા આટલું કરો:

  • વજનનું નિયંત્રણ કરવું.
  • નિયમિત કસરત કરવી.
  • બંને પગ પર સરખું વજન આપીને ચાલવું., સારા ગુણવત્તાવાળા બૂટ – ચંપલ પહેરવાં.
  • ઘૂંટણના સાંધાના વધારે પડતા ઉપયોગથી બર્સામાં ઈજા, બળતરા તથા સોજો આવી જાય છે. જે રોગને રીટરો કેલ્કેનિયલ બર્સાઈટીસ કહેવામાં આવે છે. એડીની તકલીફનું મુખ્યત્વે કારણ વધારે પડતું ચાલવું, દોડવું તથા કૂદવું હોઈ શકે છે. ઊંચી હિલનાં જૂતાં પહેરવાથી આ રોગોનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અથવા જીમમાં ખૂબ જ ઝડપથી વર્કઆઉટ કરવાથી પણ આ તકલીફ થાય છે.
  • પ્રોપર ફૂટવેર (Shoes)નો ઉપયોગ કરવો. જે બર્સા પરનું ભારણ ઓછું કરે છે.
  • કસરત કરતાં પહેલાં, એકીલીસ ટેન્ડનનું સ્ટ્રેચિંગ કરવું.

પગ ની એડીમાં રેહતા દુખાવાનો ઉપાય દિવસમાં 1 વાર એક ચમચી દૂધની સાથે એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ મિક્સ કરીને સેવન કરો

.તે બાદ એક કપ ગરમ દૂધ પી લો . એલોવેરા , આદુ અને કાળા તલ મિક્સ કરીને એડી પર લગાવાથી રાહત મળે છે . દુખાવા વાળી જગ્યા પર બરફ ઘસવાથી ઘણો લાભ મળે છે . દિવસમાં 3-4 વખત 15-20 મિનિટ માટે પગ પર બરફ લગાવવો જોઇએ . ઘરેલું ઉપાયથી દુખાવો દૂર કરો 1/4 ચમચી એલોવેરા • નવસાર ( ખાર ) નો ટૂકડો || આયુર્વેદિક ખજાનો | 1/4 ચમચી – હળદર

એક વાસણમાં એલોવેરાનના રસને ધીમી આંચ પર ગરમ કરો . હવે તેમા નવસાર ( ખાર ) અને હળદર મિક્સ કરી લો . જ્યારે તે પાણી શોષી દે તો ગેસ બંધ કરી દો અને નવશેકુ થાય એટલે એક કોટનના ટૂકડા પર રાખીદો . હવે તેને એડી પર પટ્ટીની જેમ બાંધી દો . આ વાતનું ખાસ ધ્યાન | રાખો કે આ ઉપાય તમે રાતના સમયે કરો . જેથી ચાલવું કે ફરવું ન પડે . સતત થોડાક આ દિવસ આરીતે કરવાથી રાહત મળશે . ડાના રસને ધીમી આંચ પર ગ લોકહિત માટે આ માહિતી અવશ્ય શેર કરો . આવુજ કંઈક નવું જાણવા માટે અમારા પેજ ને લાઈક કરો

Leave a Comment