શતાવરી ઔષધિ જે છે ઊધરસ, તાવ અને માથાના દુખાવાનો રામબાણ આયુર્વેદિક ઉપચાર, જાણો ઉપયોગ કરવાની રીત
શતાવરિ એક ઓષધિ છે. દેખાવમાં ચમકદાર અને લીલા રંગની હોય છે. શતાવરીને ખાતી વખતે તેમાંથી મૂત્ર જેવી દૂર્ગંધ આવે છે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિ આ દુર્ગંધ થી ટેવાઈ જાય તો તેના માટે આ શતાવરી એક ઉત્તમ ઔષધ સાબિત થઈ શકે છે. શતાવરી નું શાક બનાવીને પણ ખાઈ શકાઈ છે. શતાવરી ની અંદર ભરપુર માત્રામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે, ઉપરાંત લોહતત્વ, તાંબુ, કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબર રહેલા હોય છે. જેથી તે ખાવાથી તમે સ્વસ્થ રહો છો. આજે આપણે અહી શતાવરી ખાવાથી થતાં ફાયદા વિષે વાત કરીશું.
ઉધરસમાં-શતાવરીનો રસ, અરડૂસીનો રસ અને સાકરને બરાબર ભેળવી ચાટવાથી ઉધરસ માં રાહત મળે છે. અથવા આ ત્રણેય વસ્તુને ભેળવી તેનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવાથી પણ ઉધરસ જડમૂળથી નાશ પામે છે. સૂકી ઉધરસની સમસ્યા હોય તો તેના માટે પણ આ ચૂર્ણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. જો કોઈ પણ વ્યક્તિને કફની અંદર લોહી આવતું હોય તો સતાવરીનું સેવન કરવાથી ફાયદો થાઈ છે.
અનિંદ્રા – જે લોકોને ઊંઘ ના આવતી હોય તેવા લોકોએ શતાવરી નુ સેવન કરવું જોઈએ. તેનાથી ઊંઘ સારી આવે છે. શતાવરીના ૫ ગ્રામ ચૂર્ણ માં દૂધ ઉમેરી સેવન કરવાથી ઊંઘ સારી આવે છે.
તાવમા -જે લોકોને વારંવાર તાવ આવતો હોય તેને શતાવરીનું સેવન વાથી તાવની સમસ્યા દૂર થાઈ છે.
માથાનો દુઃખાવો – શતાવરીનો રસ કાઢી અને તેટલી જ માત્રામાં તેમાં તલનું તેલ ભેળવી માથા ઉપર માલીશ કરવાથી માથાના દુખવામાં રાહત થાઈ છે. માથાના દુઃખાવા માટે તથા માઈગ્રેનની સમસ્યા માટે સતાવરી રામબાણ ઔષધી સાબિત થઈ છે. આ ઉપાય કરવાથી આધાસીસી ની સમસ્યામાં પણ ફાયદો થાઈ છે.
શક્તિ માં વધારો કરેશે – પુરુષો ને સતાવરીનું ચૂર્ણ દૂધની અંદર ભેળવીને ખવરાવવાથી શક્તિ વધે છે.
લેટરીન માં લોહી પડવું – જો તમને લેટરીન માં લોહી પડતું હોય તો શતાવરીને પીસી તેમાં દૂધ નાખીને ત્યારબાદ કપડાથી ગાળી આ રસ ની અંદર ઘી ભેળવીને તેને પકાવી ને તેનું સેવન કરવાથી રાહત થાઈ છે.
કેન્સર – જો કોઈપણ વ્યક્તિ ને કેન્સર હોય તો સતાવરી નું સેવન કરવું જોઈએ. કારણ કે શતાવરીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ રહેલો હોય છે જે તમારા શરીરની અંદર કોઈપણ જગ્યાએ કેન્સરની ગાંઠ થઈ હોય તો તેને વધતી અટકાવે છે.