ઘરે લસણીયા ભૂંગળા બટાટા બનાવવાની રેસીપી નોંધી લો

ઘરે લસણીયા ભૂંગળા બટાટા બનાવવા જરૂરી સામગ્રી

  • 5 નંગ મિડિયમ સાઈઝ ના બટાકા
  • 4 નંગ લાલ સુકા મરચાં
  • 6 ‐- 7 કળી લસણ
  • મીઠું,
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી કશમિરિ મરચું
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 2 ચમચા તેલ
  • 1 ચમચો કટ કરેલા લીલા ધાણા
  • 1/4 ચમચી હિગ

પ્રથમ લાલ મરચા ને 1/2 કલાક ગરમ પાણી મા પલાળી લેવા.બટાકાને ધોઇને કુકરમાં બાફી લેવા, બટકા બફાય તે સમય દરમ્યાન પલાળી ને રાખેલ મરચાં પાણી નીતરી ને લસણ અને મરચાં ની પેસ્ટ બનાવી લેવી. આ વાનગી મા આ ચટણી મુખ્ય હોય છે. હવે બટાકા ના નાના કટકા કરી લેવા ત્યારબાદ ઍક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી તેમાં લાલ મરચાની પેસ્ટ ઉમરી બરાબર સાંતળી લેવી ત્યારબાદ તેમાં ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી જોઇતા પ્રમાણે મીઠું ઉમેરી 2 ચમચા પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને 2 મિનિટ થવા દેવું જેથી મસાલો અને મીઠું બટકા મા બરાબર મિક્સ થાય જાય. વધું તીખું જોઇતુ હોય તો લાલ મરચું પાવડર ઉમરાવો. તૈયર થઇ ગયું લસણીયા બટાટા નું શાક. હવે ઍક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં ભૂંગળા તળી લેવા. અને ગરમ ગરમ ભૂંગળા અને શાક સર્વ કરો.

આ ભૂંગળા બટાટા ખાવાની મજા ખુબ આવે છે જો આ રેસીપી પસંદ આવે તો જરૂર લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો

Leave a Comment