આખા વર્ષના મસાલા સ્ટોર કરવાની ૧૨ કિચન ટીપ્સ,

0

આખા વર્ષની તુવેર દાળ સ્ટોર કરતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ બાબત તુવેર દાળમાં આખા વર્ષ દરમિયાન જીવાત નહિ પડે અને એવી જ તાજી રહેશે દાળને જીવાતથી બચાવવા માટે તેમાં કેસ્ટર ઓઇલના થોડા ટીપાં નાખીને મિક્સ કરો.

ચોમાસામાં બધી નાસ્તામાં બોવ ધ્યાન રાખવી પડે છે વારંવાર હવા લાગવાથી નાસ્તો પોચો પડી જાય છે અને આપને જમતી વખતે પાપડ શેકતી ત્યારે પણ પાપડ હવાઈ જાય છે આમ હવાઈ ગયેલ પાપડને ક્રિસ્પી કરવા માટે અને અગાવ શેકેલા પાપડને તાજા રાખવા માટે આટલું કરો પાપડ અથવા બિસ્કીટમાં હવા લાગી હોયતો તેને એક ડબ્બામાં કુદીનાના પાન નાખીને ત્રણથી ચાર કલાક રહેવા દો, તેનાથી પાપડ અને બિસ્કીટ ક્રિસ્પી થઈ જશે અને ખાવામાં નવો સ્વાદ આવશે.

આખા મસાલા જલ્દી ખરાબ નથી થતા એટલે આખા મસાલા સ્ટોર કરો અને જરૂર મુજબ મસાલાને વાટતા રહો. આખા મસાલા એટલા જલ્દી ખરાબ નથી થતા જેટલા જલ્દી પીસેલા મસાલા ખરાબ થાય છે.

ચોમાસામાં બ્રેડને ખુલ્લી ન રાખો, આ સીઝનમાં બ્રેડ જલ્દી ખરાબ થઈ જાય છે એટલે તેને એરટાઇટ ડબ્બામાં રાખીને જ ફ્રિઝમાં રાખો. જેથી બ્રેડ એકદમ ફ્રેશ રહેશે ચોમાસાની સિઝનમાં માં ઘઉંના લોટમાં જીવાત થઈ જાય છે, તેથી તેમાં હળદરનો એક ટુકડો અથવા મીઠો લીમડાના પાન નાખી દો. લીમડાને સેકીને જ લોટમાં નાખવો. આમ કરવાથી તમારો લોટ તાજો રહેશે અને લોટમાં જીવાત નહિ પડે 

ઘણી વખત એવું બને કે તમારે કઠોળનું શાક બનાવવું હોય અને રાત્રે કઠોળ પલળતા ભૂલાય ગયું હોય તો જલદીથી કઠોળ ચડી જાય એ માટેના ઉપાય રાતના કઠોળ પલાળતા ભૂલી ગયો  હોવ તો તેને ઉકળતા પાણીમાં એક કલાકપલાળીને પછી ઉપયોગમાં લઈશકાય છે.

તમારે ઘણી વખત એવું બને કે આખા લીંબુ નો ઉપયોગ ન થતો હોય અડધું જ લીંબુ ઉપયોગમાં આવતું હોય તો આ અડધા લીંબુ ને કેવી રીતે સાચવવું તે જનો આપણે કાયમ લીંબુનો અડધો ઉપયોગ કરી બાકીનું રહેવા દઈએ છીએ. આ અડધા લીંબુને લાંબા સમય સુધી ફેશ રાખવા માટે તેની પર મીઠું લગાવી દો. આમ કરવાથી લીંબુ તાજું રહશે કડવું નહિ પડે

રવાને લાંબા સમય સુધી તાજો રાખવા માટેનો ઉપાય આ રીતે કરો રવાને થોડો શેકી ઠંડો કરી એરટાઈટ ડબ્બામાં રાખવાથી તેમાં જીવાત નથી પડતી. ચોમાસાની સિઝનમાં મીઠામાં ભેજ લાગવાથી મીઠું ઓગળવા લાગે છે તો મીઠામાં ભેજ ના લાગે એ માટે શું કરવું ચોમાસામાં મીઠાંની બોટલમાં બેથી ત્રણ ચણા નાખવાથી મીઠાંમાં ભેજ નહીં આવે. અને મીઠું સરસ રહેશે ઓગળશે નહિ

આપનું રસોલું આખું વધાર કરવાથી ચિકાસ વાળું થઇ જતું હોય અને આમ શાકનો વઘાર ઓછો ઉડે એ માટે શું કરવું તો શાકનો વઘાર કરતી વખતે તેલમાં પહેલા હળદર નાખો તેલના છાંટા ઓછા ઉડશે. પારદર્શી જારમાં મસાલાને રાખવા કરતા ઉત્તમ રહેશે કે કોઈ ડાક(ઘાટા) જારમાં તેને રાખો, તેનાથી તેમાં વધુપ્રકાશ નહીં પડે અને મસાલા સુરક્ષિત રહેશે. તજ, લવિંગ અને મરી જેવા મસાલા એકજ બરણીમાં ભરીને રાખવાથી તે એકદમ તાજા રહે છે. અને બગડતા નથી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here