લીંબુ વાપરો, લાંબુ જીવો ..ઘર કે દુકાનના પ્રવેશદ્વાર પર લીંબુ – મરચા શા માટે ?

0

લીંબુ વાપરો , લાંબુ જીવો કોરોનાનો ચેપ ધ્યાપી રહ્યો છે , પણ તેને નાથી શકે તેવી અસરકારક દવા શોધાઇ નથી ત્યારે આપણા શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ સાબૂત રહે કે તેમાં વધારો થાય એવા પ્રયત્નો સતત કરવા જરૂરી છે . આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં વિટામિન સી ઘણો મહત્ત્વનો ભાગ ભજવે . અત્યારના સમયમાં સંતરા , મોસંબી , કાચી કેરી કે લીંબુ જેવાં ફળોનો ઉપયોગ વધારવાથી તમે ફાયદામાં રહેશો . તેમાંપ લીંબુનો વપરાશ અનેક રીતે વ્યવહારુ છે . એક તો લીંબુ સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે . અત્ર , તત્ર સર્વત્ર ઉપલબ્ધ હોય છે . બીજું લીંબુ બારમાસી ફળ હોવાથી દરેક દતુમાં મળી હે છે . ત્રીજું . અન્ય ફળોની સરખામણીમાં લીંબુ સૌથા હોઇ ગરીબવર્ગને પણ પોસાય છે . સસ્તું ભાડુને સિદ્ધપુરની જાત્રા તે આનું નામ . ચોવું , લીંબુ , મોસંબી – સંતરાની સરખામણીએ વધુ ટકાઉ હોય છે . જલદી બગડતા નથી .

આપણી દાદીમાં અને નાનીમાઓ લીંબુ – મરચાંના અથાણા બનાવતાં તેનો ઉપયોગ તો આપણે બારે મહિના સુધી કરી શકતા હતા એ પાદ છેને ? પાંચમું , લીંબુની ગાણા તમે ફળ તરીકે પણ કરી શકો અને શાક તરીકે પણ કરી શકો . રોજેરોજ દાળ – શાકમાં તેમ જ અનેક નાસ્તામાં વપરાણા કરીને તે વાનીઓને સ્વાદિષ્ટ અને રુશ્ચિકર બનાવી શકો છો . આવા લીંબુ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત પણ અનેક રીતે ઉપયોગી છે .

ચાલો તેના અપ્રતિમ ફાયદાઓ જોઇએ . ૧ , પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે , જે આપણા હદય , મગજ અને નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે . ૨ , લીબુ આપણી પાચન શક્તિ તો સુધારે જ છે , સાથે સાથે પાચનસંબંધી અન્ય સમસ્યા જેવી કે એસિડિટી , ઓડકાર કે ઊલટીની લાગણીને પણ શમાવે છે . લીંબુમાં એસિડ તત્વ છે પરંતુ જયારે તેને પાણીમાં નીચોવીને પીવામાં આવે તયારે તે આ કેલાઇન બની જાય છે . એટલે કોરોનાના વિષાણુઓને હંફાવવા લીંબુનું પાણી વધુ લાભકારક પુરવાર થાય છે , ૩. લીંબુ સફાઇ કામદાર છે . શરીરમાં રહેલા વિદ્રવ્યોનો નાશ કરવા માટે અત્યંત ઉપયોગી છે .

૪. દાંતનો દુખાવો કે મોંની દુર્ગંધ દૂર કરવામાં ઉપયોગી છે . ૫ , ભૂખની લાગણી ઓછી કરવામાં મદદરૂપ થાય છે , આથી વન ઘટાડવામાં પણ ઉપયોગી છે . ઘણા લોકો શરીરની ચરબી ઘટાડવા મધમાં કે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીગ્ને છે . ૬. લીંબુ જેવું પાચન માર્ગમાં પ્રવેશે છે એ આપણી શક્તિ રૂર્તિમાં વધારો કરે છે , તમારા મનમાં હતાશા કે ચિંતાની લાગણી હોય તેને પણ દૂર કરે છે . તમને એ જાણીને આશ્ચર્ય થશે , પરંતુ લીંબુની સોડમ માત્ર પણ આપણા મગજ પર સકારાત્મક અસર કરે છે . ૭. સવારની ચા – કોફીને બદલે હુંફાળું ગરમ લીંબુ પાણી પી જુમો . તમને પોતાને તફાવત સમજાશે . પૂરા ચેતાતંત્રને તાજગી વર્તાશે .

૮. વિષાણુઓના ચેપ સામે લડે છે , કોરોના વિષાણુ તો હમણાં પ્રચલિત થયો , પણ અગાઉ શોધાયેલા અનેક વિiષાઓ અને તેનાથી થતી બીમારી સામે લડવામાં લીંબુ ખૂબ ઉપયોગી પુરવાર થયું છે

. ઘર કે દુકાનના પ્રવેશદ્વાર પર લીંબુ – મરચા શા માટે ? તમને ખબર હશે જ કે ઘણા લોકો તેમના ઘર , ઓફિસ દુકાનના દરવાજે દર અઠવાડિયે લીંબુ – મરચાં લગાડતા હોય છે . પુરાણી માન્યતા એવી છે કે આમ કરવાથી કોઇની નજર નથી લાગતી અને જે તે સ્થળની અંદર નકારાત્મક શક્તિનો નાશ થઇ સકારાત્મક તરંગોનો પ્રસાર થાય છે , જૉકે , વૈજ્ઞાનિક દષ્ટિએ જોઇએ તો લીંબુ તો આપણે અહીં જોયુ તે પ્રમાણે એન્ટિ વાયરલ અને એન્ટિબેક્ટરિયલ છે જ એ જ રીતે મરચાં પણ એન્ટિ ઓક્સિડન્ટ છે .

આ બેઉની હાજરી વાતાવરણને જંતુમુકત અને સ્વચ્છ બનાવે છે . જે ઘરની બહાર લીંબુના ઝાડ હોય તે આસપાસની હવાને શુદ્ધ રાખે છે . પણ શહેરમાં આ શકય નથી એટલે ઘર કે દુકાનના દરવાજે ઘણા લોકો લીંબુ – મરચાં લગાડે છે . આ લટકણિયા એ વાતની પણ પાદ અપાવે છે કે ભોજનમાં લીંબુ – મરચાંનો ઉપયોગ પ્રમાણસર પણ નિયમિત કરતા રહેવો જોઇએ જે થી શરીર પણ સ્વચ્છ , શુદ્ધ અને રોગપ્રતિકારક શક્તિથી ભરપૂર રહે ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here