લીલાં મરી ખાવાથી થાય છે અઢળક ફાયદા વીશે જાણો અને શેર કરો

લીલાં મરી : તીખાં, મધુર, પ્રમાણમાં ઓછાં તીક્ષ્‍ણ અને ઉષ્‍ણ, સારક, ભારે, કફનાશક અને રસાયણ છે. તે પિત્તકારક નથી.

ઉપયોગ :

(૧) ધોળાં મરીના બે-ત્રણ દાણા દરરોજ ગળવાથી તે રોગનો સામનો કરે છે અને રોગ થયો હોય તો તેને વધતો અટકાવે છે.

(૨) સળેખમ અને ખાંસી ઉપર : નાની અર્ધી ચમચી મરીનું ચૂર્ણ ઘી અને સાકર સાથે લેવું.

(૩) શ્ર્વાસની તકલીફ ઉપર : પંદરેક મરીના દાણાનું ચૂર્ણ મધમાં દિવસમાં બે વખત લેવું.

(૪) તાવ ઉપર : મરી અને કરિયાતાનું ચૂર્ણ દિવસમાં બે વખત પાણી સાથે લેવું. એક-બે દિવસમાં તાવ ઊતરી જશે. તાવનું જોર વધારે હોય તો આ ચૂર્ણ દિવસમાં ત્રણ-ચાર વખત ગરમ પાણી સાથે લેવું.

(૫) તાવ ઉપર બીજો ઇલાજ : તુલસીનાં પાનનો રસ અને મરીનું ચૂર્ણ દિવસમાં બે વખત લેવું.

(૬) ઊલટી ઉપર : નાની અર્ધી ચમચી મરીનું ચૂર્ણ થોડુ મીઠું નાખીને લેવું.

(૭) મરડા ઉપર : મરીનું ચૂર્ણ છાશમાં લેવું.

(૮) આંજણી ઉપર : મરીના ચૂર્ણને બારીક લીસોટી આંજણીના ઉપર લગાડવું.

(૯) વાતરોગથી શરીર જકડાઇ જાય ત્‍યારે : મરીના ચૂર્ણને બારીક વાટી શરીર પર તેનો લેપ કરવો.

(૧૦) માથાના દુખાવા ઉપર : મરી વાટીને કપાળ પર લેપ કરવો.

(૧૧) શીતપિત્ત (એલજી) ઉપર : મરીને બારીક વાટી તેનો લેપ કરવો.

(૧૨) સ્‍વરભંગ અથવા અવાજ બેસી જવો : જમ્‍યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે લેવું.

(૧૩) વાયુની તકલીફ ન થાય તે માટે : મરીનું ચૂર્ણ લસણ સાથે ભેળવીને લેવું.

(૧૪) દરેક જાતના તાવ ઉપર : મરીનું ચૂર્ણ એક ચમચી બે ગ્‍લાસ પાણી અને બે ચમચી સાકર ભેળવી ઉકાળવા મૂકવું. એક અષ્‍ટમાંશ (૧/૮) બાકી રહે ત્‍યારે ઉતારી લેવું. આ ઉકાળો પીવાથી તાવ ઊતરે છે; જરૂર પડે તો બીજા દિવસે પણ આ ઉકાળો લેવો.

Leave a Comment