લીલા મરચા નુ અથાણું બનાવવાની પરફેક્ટ રીત

0

લીલા મરચા નુ અથાણું બનાવા માટે ની સામગ્રી: ૨૦૦ ગ્રામ વઢવાની લીલા મરચા, ૧ થી દોઢ ચમચી મીઠુ , ૧ ચમચી હળદર , ૨ ચમચા લીંબુ નો રસ,

પૂરણ માટે: ,૫૦ ગ્રામ રાઈ ના કુરીયા, ૨૫ ગ્રામ મેથી ના કુરીયા, ૨૫ ગ્રામ ગોળ, ૧ થી ૧/૨ ચમચી સિંધાલૂણ અથવા સંચાળ, ૧ ચમચી જીરુ, ૧ ચમચી હીંગ, ૧૦૦ ગ્રામ સરસવ નુ તેલ

અથાણું બનવા ની રીત: 

લીલા મરચા ને ધોઈ ,સ્વચ્છ કપડા થી લૂછી લો. હવે મરચા ને વચ્ચે થી કાપો મૂકી ,મીઠુ,હળદર,લીંબુ નો રસ નાખી મિક્સ કરી લો. આ મિશ્રણ ને કાચ ની જાર માં ૨ દિવસ સુધી રેહવા દો. ૨ દિવસ પછી મરચા ને જાર માથી નીકાળી લો. હવે સિંધાલૂણ અને જીરા ને અલગ અલગ ધીમા તાપે શેકી લો ,ઠંડુ થાય ઍટલે ઍનો પાઉડર બનાવી લો .હવે ઍક નાના . માં તેલ ગરમ કરી હળદર અને હીંગ ઉમેરો હવે આ મિશ્રણ રૂમ તાપમાન પર આવે ત્યા સુધી ઠંડુ થવા દો. તેલ ઠંડુ થાય ઍટલે તેમા રાઈ ના કુરીયા,મેથી ના કુરીયા,જીરા અને સિંધાલૂણ નો પાઉડર અને ગોળ ઉમેરો. હવે આ મિશ્રણ ને મરચા માં ભરી ઍક મોટી કાચ ની જાર માં ઍક પછી ઍક ઉપરૌપરી મૂકી સરસવ નુ તેલ નાખો. જાર ને બરાબર બંધ કરી ૨ દિવસ સુધી તડકા માં રેહવા દો. ૨ દિવસ અથાણું તૈયાર થઈ જશે તેને ગરમા ગરમ થેપલા ,ખિચડી,કઢી અથવા સાદી રોટલી સાથે પણ સર્વ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here