શરીરમાં નબળાઇ આવી જાય છે તો સ્ફૂર્તિ લાવવા અને સ્મરણશક્તિ વધારવા કરો ઉપચાર

સ્ફુતિ માટે કોઈ ખાસ પ્રસંગ માટે જેમ કે કોઈ રમતની સ્પર્ધા હોય ત્યારે શરીરમાં સ્કુર્તીની જરુર હોય તો બે દીવસ પહેલાંની સાંજે વીટામીન ‘ સી ’ અને પીપરમીન્ટ ટી મધ , મોલાસીસ કે ગોળ સાથે લેવી . બીજે દીવસે સવારે ઓરેન્જ અને લીંબુનો રસ પાણી સાથે અથવા એકલા લીંબુનું શરબત મધ , મોલાસીસ કે ગોળ નાખીને તથા વીટામીન ‘ સી ’ લેવું .

એકબે માઈલ ચાલવું . સવારે ભુખ હોય તો અનુકુળ હોય તે મુજબ માત્ર તાજો રસ કાઢીને પીવો , જેમાં ગાજર અને સફરજન અથવા ગાજર , સફરજન અને બીટરૂટ અથવા સફરજન અને સેલરી લઈ શકાય . વધુ ભુખ હોય તો એકબે સફરજન ખાવાં . બપોરે સફરજન અને મોસંબીનો રસ અથવા વીવીધ શાકભાજીનું કચુંબર , ફણગાવેલાં કઠોળ , થોડું ઑલીવ ઑઈલ અને લીંબુ તથા વીટામીન ‘ સી ’ લેવું .

બપોર પછી ફળ , શાકભાજીનો રસ અથવા હર્બલ ટી પીવી . સાંજે થોડા પ્રમાણમાં કચુંબર અથવા બાફેલા શાકભાજી લો . રાત્રે સુતાં પહેલાં કેમોમાઈલ ટી પીઓ . આ પ્રયોગ જ્યારે કોઈ પ્રતીયોગીતામાં ભાગ લેવો હોય કે શારીરીક હુર્તીની જરુરીયાતનું કામ હોય તેના એક દીવસ પહેલાં કરવો .

સ્મરણ શક્તી ( ૧ ) ડુંગળી ખાવાથી કંઠ – ગળું અને મોં ચીકાશ વગરનું બની સાફ થાય છે , અને નીર્બળ બનેલા સ્નાયુઓ મજબુત થાય છે . આથી સ્મરણ શક્તી પણ વધે છે . ( ૨ ) ઈંડાંનું કોલેસ્ટરોલ વૃદ્ધોની સ્મૃતીને લાભકારક હોય છે , એવું બર્કલેની કેલીફોર્નીયા યુનીવર્સીટીમાં શ્રી . સીગરે કરેલા સંશોધને પુરવાર કર્યું છે . બીજા શબ્દોમાં કહીએ તો વૃદ્ધોના શરીરમાં રહેલ કૉલેસ્ટરોલ તેમની સ્મરણ શક્તી જાળવવા માટે સક્ષમ ન હતું , પરંતુ આહારમાં ઈંડાં લઈ શરીરમાં ઉમેરેલું કોલેસ્ટરોલ એ માટે સક્ષમ હતું . સ્વપ્ન બીહામણાં દરરોજ રાત્રે સુતી વખતે બ્રાહ્મીનું ચુર્ણ દુધ સાથે લેવાથી બીહામણાં – અમંગળ સ્વપ્ન આવતાં અટકે છે . બ્રાહ્મીનું ચુર્ણ બજારમાં મળે છે .

સ્વપ્નદોષ ( ૧ ) શરીરની ખોટી ગરમીને કારણે જો સ્વપ્નદોષ થતો હોય તો રાત્રે સુતી વખતે ઠંડા પાણીથી સ્નાન કરવું , અગર હાથ , પગ અને માથું ઠંડા પાણીથી ધોઈને સુવું . રાત્રે ખોટા ઉજાગરા કદી ન કરવા . મોડામાં મોડું રાત્રે ૧૦ વાગ્યે સુઈ જવું , મનમાં ખોટા વીચારો ન કરવા અને સાદો ખોરાક ખાવો . એક કપ દુધ ગરમ કરી પછી તેમાં ૧ નાની ચમચી હળદર મેળવી સવાર – સાંજ પીવાથી સ્વપ્નદોષની ફરીયાદ મટે છે . ( ૨ ) જેઠીમધનું ચુર્ણ સવાર – સાંજ મધ સાથે લેવાથી સ્વપ્નદોષની ફરીયાદ મટે છે .

સ્વાદહીનતા ( ૧ ) કાળા મરી અને ફુદીનાની ચટણી બનાવીને ખાવાથી મોંમાં કોઈ સ્વાદ આવતો ન હોય તેમાં લાભ થાય છે . ( ૨ ) લીંડીપીપર , ચવક , સુંઠ , પીપરીમૂળ અને ચીત્રકનું ચુર્ણ ૧-૧ નાની ચમચી જમ્યા પહેલાં પાણી સાથે લેવાથી મોંનો સ્વાદ સાવ બગડી ગયો હોય તો તે સુધરી જાય છે .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles