ઘરે અેકવાર નાન બનાવશો તો બજારની નાન ભૂલી જશો

નાન- સામગ્રી-

  • -2 કપ મેંદો
  • -1/2 કપ દહીં ઘટ્ટ
  • -1/2 કપ હૂંફાળું દૂધ
  • -1/2 ટીસ્પૂન ખાંડ
  • -1 ટીસ્પૂન મીઠું
  • -3/4 ટીસ્પૂન બેકિંગ પાવડર
  • -3/4 ટીસ્પૂન કૂકિંગ સોડા
  • -4 ટીસ્પૂન ગરમ ઘી

નાન બનાવવાની રીત-

સૌપ્રથમ મેંદો, બેકિંગ પાવડર અને કૂકિંગ સોડાને બરાબર મિક્ષ કરીને ચાળી લો. એક મોટા મિક્ષિંગ બાઉલમાં લઈને તેમાં વચ્ચે ખાડો કરો. હવે આ ખાડામાં દૂધ, દહીં, ખાંડ અને મીઠું ઉમેરી દો. એકાદ મિનિટ બાદ બરાબર મિક્ષ કરી લો. હવે તેને ભેગું કરીને કણક તૈયાર કરો. તૈયાર થયેલી કણકને બેથી ત્રણ કલાક માટે ઢાંકીને મૂકી રાખો. જો તમે ઈચ્છો તો વધારે સમય માટે પણ રાખી શકો છો. હવે તેમાંથી મધ્યમ કદના બોલ બનાવીને રોટલીની જેમ વળી લો. આ નાનને મધ્યમ તાપે બંને બાજુથી લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે શેકી લો. સ્વાદિષ્ટ નાનને ગરમા-ગરમ બટર લગાવીને મનપસંદ સબ્જી સાથે સર્વ કરો.

Leave a Comment