પાર્લરમાં ન વેડફો રૂપિયા, આ ઘરે ઘરગથ્થુ ઉપચારથી ચમકશે તમારો ચહેરો
જો તમે સુંદર દેખાવવા માટે લગન તહેવારમાં પાર્લર જવાનો પ્લાન કરી રહ્યા છો તો થોભી જાઓ. તમારી રસોઈની કેટલીક વસ્તુઓથી જ તમે ખાસ લૂક મેળવી શકો છો તો જાણો કયા દેશી અને ઘરેલૂ નુસખા કરશે કમાલ.
ટામેટાની પેસ્ટ ઃ ટામેટાની પેસ્ટને ચહેરા પર નિખાર લાવવા માટે યૂઝ કરી શકાય છે. ટામેટામાં અનેક પૌષ્ટિક તત્વો છે. જે તમારા ચહેરા પર રોનક કાયમ રાખે છે. તે તમારી સ્કીનને સૂરજના કિરણોથી બચાવે છે. કહેવાય છે કે સૂરજના કિરણો સ્કીન માટે હાનિકારક સાબિત થાય છે.
દહીં અને હળદર : હળદરમાં એન્ટીસેપ્ટિક, ઈન્ફ્લેમેટરી અને એન્ટી એલર્જી હોય છે જેનાથી સ્કીનનો રંગ નિખરે છે. હળદર અને દહીં કરચલીઓની સમસ્યાને દૂર કરે છે. દહીંનો ફેસપેકના રૂપમાં પણ યૂઝ કરી શકાય છે. જે ચહેરા પરનો ભેજ અને ભીનાશને હટાવવામાં મદદ કરશે. બંનેનું કામ સ્કીન પર નિખાર લાવવાનું છે.
નારિયેળ તેલ : સ્કીનને ગ્લોઈંગ બનાવવા માટે નારિયેળ તેલ સારો સાથી છે. ત્વચા માટે નારિયેળ તેલને એક મોઈશ્ચરાઈઝરની જેમ યૂઝ કરી શકાય
ચણાનો લોટ અને મુલ્તાની માટી : મુલ્તાની માટી ચહેરા માટે રામબાણ સમાન છે. એકવાર જો કોઈને ચહેરા પર નિયમિત રીતે તેને યૂઝ કરાય તો ફેસ પર નિખાર આવશે તે નક્કી છે. મુલ્તાની માટીની જેમ ચણાનો લોટ પણ ફેસ માટે લાભદાયી છે.છે. તે સ્કીન પર અને શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. આ સાથે જ શરીરના ઘા ભરવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે.
પાર્લરનો ખર્ચો કર્યા વગર વાળ સીધા કરવા અને ચહેરાને ચમકદાર બનાવશે ભીંડો વાંચવા અહીં ક્લિક કરો
મધ અને ગ્રીન ટી ઃ સ્કીન પર મધ લગાવવાથી સ્કીનની કાળાશ હટે છે. તેનાથી સ્કીનની સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં રાહત મળી શકે છે. અલોવેરા સંબંધી બીમારી સામે લડવામાં તેનો ઉપયોગ કરાય છે. આ સિવાય ઘા ભરવાની સાથે સાથે તમે તેનાથી સ્કીનને મોઈશ્ચરાઈઝ પણ કરી શકો છો.
દરેક મહિલાઓ નાના મોટા પ્રસંગ માં પાર્લરમાં ફેસિયલ કરાવવાનું પસંદ કરતી હોય છે જો તમે ઘરે પાર્લર જેવું ફેસિયલ કરવા માંગતા હોય તો આ આર્ટીકલ જરૂર વાંચજો હું 23 વરસની યુવતી છું મને ઘરગથ્થુ ફેસિયલ કરવું છે. તો તેની યોગ્ય રીત જણાવશો