એકદમ નવીન વેરાયટીની પુરી, ‘પફ પુરી’ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી …

પફ પુરી: (ખસ્તા પુરી) બનાવવાની રેસીપી

જરૂરી સામગી્:

મેંદો-૧ કપ

સોજી-૧/૪ કપ

ઘી-૧/૪ કપ

મીઠુ- સ્વાદ મુજબ

તેલ- તરવા માટે

બનાવવાની રીત:
એક પેનમાં જીરૂ,મરી અને અજમાને મિડિયમ આંચ પર શેકીને અધકચરા ખાંડીને પાઉડર બનાવી લો.

Lo

એક બાઉલમાં મેંદો,સોજી,મીઠુ અને તૈયાર કલો પાઉડર ઉમેરી સરખુ મિક્સ કરો.

તેમાં ઘીનું મોણ મુઠ્ઠી પડે એટલુ ઉમેરવાનું છે.જેથી પુરી સોફ્ટ બને અને સોજી ઉમેરવાથી કિ્સ્પી બને છે.
હવે જરૂર મુજબ પાણી ઉમેરીને મિડિયમ સોફ્ટ લોટ બાંધો.

લોટને ૨૦ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપો. જેથી તે સરસ મુલાયમ બની જાય

૧ ટેબલ સ્પૂન ઘીમાં ૧.૫ (દોઢ) ટેબલ સ્પૂન મેંદો ઉમેરીને પેસ્ટ બનાવો.મેંદાના બદલે ચોખાનો લોટ કોનૅ ફ્લોર લઇ શકાય.
લોટને સરખો મસલીને એકસરખા મોટા લુવા કરો.

 

લુવાનો મોટો રોટલો વણીને તેની પર તૈયાર કરેલી પેસ્ટ લગાવો.કિનારી છોડીને બધે લગાવવાની છે.

તેનો રોલ બનાવી લો.

 

તેના ૧ ઈંચના સરખા લુવા કરો.

લુવાને દબાવીને હલકી હાથે પુરી વણો.

તેલ ગરમ થાય એટલે પુરી મિડિયમ આંચ પર તડી લો.

વણેલા રોટલા પર પેસ્ટ લગાવીને તેની પર બીજો રોટલો મૂકી દો તેના પર ફરી પેસ્ટ લગાવીને બીજો રોટલો મૂકીને રોલ વાડીને લુવા બનાવીને પુરી વણી લો.જેટલા વધારે રોટલા મુકશો વધારે પડ થશે. તો તૈયાર છે પફ પુરી.કમેન્ટસમાં જણાવજો કે રેસીપી કેવી લાગી.

Leave a Comment