રોજ ખાઓ આ લાડુ નહી વધે વજન અને થશે અઢળક ફાયદા

રોજ ખાઓ આ લાડુ નહી વધે વજન અને થશે અઢળક ફાયદા થાય છે તમે નહિ જાણતાહોય તો આજે શરુ કરી દિયો ખાવાનું તમારું વજન તો ઉતરશે , બાવટો (નાગલી, રાગી), મોરૈયો પોષક તત્વોથી ભરપુર, પાચનમાં માં હલકા તેમજ ઓછા એલર્જીક છે. બાવટામા કેલ્શીયમ, આયર્ન, પ્રોટીન અને ફાઇબર જેવા તત્વો પુષ્કળ માત્રામા હોવાથી બાળકો તેમજ માતાઓ માટે અમુલ્ય છે. વળી તેમા ફેટ ઓછુ હોવાથી પાચનમા હલકો છે. તે ઘઉની જેમ ગ્લુટેન ધરાવતુ નથી, માટે ગ્લુટેનની એલર્જીથી પીડાતા લોકો બાવતો આરોગી શકે છે. બાવટામાં ટ્રીપ્ટોફેન એમીનોએસીડ અને રેસા (ફાઇબર) છે, જેના કારણે વજન નિયંત્રણ તેમજ વજન ઘટાડવામા મદદરુપ થાય છે. બાવટો કેલ્શીયમથી ભરપુર હોવાથી હાડકાનો વિકાસ તેમજ હાડકા મજબુત કરે છે, તેથી તે બાળકો તેમજ વ્રુઘ્ઘ માટે ફાયદા કારક છે. બાવટામાં લેસીથીન, મીથીઓનીન અને થ્રીઓનીન એમીનો એસીડ, જે શરીરમાં વધારાની ચરબી જમા થવા દેતા નથી. આયર્નથી ભરપુર હોવાના કારણે બાવટો એનેમીયાથી પણ રક્ષણ આપે છે.

રાગી કુપોષણ,ડીજનરેટિવ રોગો અને અકાળે વૃદ્ધત્વ અટકાવવામા મદદ કરી શકે છે. રાગી બ્લડ પ્રેશર,યકૃત વિકાર,અસ્થમા અને હૃદય નબળાઇ ધરાવતા વ્યક્તિઓ માટે ફાયદાકારક સાબિત થયેલ છે. રાગી અત્યંત પૌષ્ટિક અનાજ છે અને સારુ આરોગ્ય જાળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. વઘારે પડતા બાવટાનાં સેવનથી શરીરમા ઓક્ષેલીક એસીડ વધી જવાની શક્યતાઓ છે, જેથી તે કિડની ની પથરી ધરાવતા દર્દીઓને આપવુ હિતાવહ નથી. મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવે છે.

  • રાગીનો લોટ- 250 ગ્રામ
  • ગોળ – 200 ગ્રામ
  • ઘી – 150 ગ્રામ
  • કાજુ બદામ સુધારેલા 12-13 નંગ
  • એલચી પાવડર – અડધી ચમચી
  • ચારોળી – 1 ટેબલ સ્પૂન 


લાડુ બનાવવાની રીત:

સૌ પહેલાં એક પેન ગરમ કરવ મુકો અને તેમાં ઘી નાંખો. તેમાં રાગીનો લોટ મિક્સ કરી સતત હલાવીને શેકો. ધીમા ગેસ પર તેને રાખો અને સુગંધ આવે ત્યાં સુધી શેકો. તેમાં ફરી ગી નાંખો અને પછી સૂકોમેવો મિક્સ કરો. તેમાં ગોળ તોડીને નાંખો, બધી સામગ્રીને સારી રીતે હલાવી લો. તમામ ચીજોને ઠંડી થવા દો. જરૂર લાગે તો થોડું ઘી ગરમ કરીને મિક્સ કરો અને તે મિશ્રણમાંથી લાડુ વાળી લો. તેને એરટાઈટ કંટેનરમાં બંધ કરી લો અને મહિના સુધી સ્ટોર કરો. રોજ આ લાડુ ખાશો તો પણ વજન વધશે નહીં અને કમાલના સ્વાદ સાથે હેલ્થ પણ સારી રહેશે. 


જો તમે ડાયટ ફોલો કરો છો તો તમારા માટે ખાસ કરીને સૌથી પહેલાં ગળ્યું ખાવા પર પ્રતિબંધ મૂકવો પડશે એવું ખે છે . આ લડું ખાવાથીતમારા વજનને કંટ્રોલમાં રાખે છે અને તેમને ફૂડની મજા પણ આપે છે. 

Leave a Comment