ઉપયોગ આવે તેવી ઘરગથ્થુ ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ

1) તંદુરી રોટીને નરમ બનાવવા માટે લોટ બાંધતી વખતે તેમાં થોડું દહીં મેળવવું અને હૂંફાળા પાણીથી લોટ બાંધવો આથી  તંદુરી રોટી એકદમ નરમ અને સોફ્ટ બનશે સુકાશે નહિ બીજી અન્ય કિચન ટીપ્સ જોઈએ તો ૨) દાળના પૂડલા બનાવતી વખતે તેના બેટરમાં બે મોટા ચમચા ચોખાનો લોટ ઉમેરવો . પૂડલા ટેસ્ટી અને ક્રિસ્પી બનશે .૩) ઈડલી , ઢોંસાનું બટર ખાટું થઈ ગયું હોય તો તેમાં નારિયેળનું દૂધ ઉમેરવાથી ખટાશ ઓછી થઈ જશે . ૪) પનીર બનાવો ત્યારે પનીરનું પાણી ફેકી ન દેશો પરંતુ પનીર બનાવ્યા બાદ વધેલા પાણીથી લોટ બાંધવાથી તંદુરી રોટી નરમ બને છે . ૫) દૂધ ગરમ કરતી વખતે તપેલીમાં એક લાકડાનો ચમચો મૂકી રાખવો . આમ કરવાથી દૂધ ઉભરાવા છતાં તપેલીની બહાર છલકાશે નહીં . ૬) લીલાં મરચાંને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે મરચાંનાં ડીંટાંને તોડીને મરચાંને ફ્રીજમાં રાખો . …. તેનાથી લીલાં મરચાં લાંબા સમય સુધી છે ફ્રેશ અને તાજાં રહેશે .

૭) રસોડાની ચીકણી લાદી ચમકાવવા આટલું કરો : રસોડાની અથવા ઘરના કોઈપણ ભાગની ટાઈલ્સ ચીકણી થઈ ગઈ હોય તો તેના પર બ્લીચ નાખવું અને ત્યારબાદ તેને બ્રશથી સાફ કરવી ટાઈલ્સ પરની બધી ચીકાશ નીકળી જશે અને ટાઈલ્સ નવા જેવી થઈ જશે . ૮) ફ્રિજમાંથી આવતી વાસ દુર કરવા?ફ્રીજને અંદરથી સાફ કરવા માટે ગરમ પાણીમાં થોડો બેકિંગ સોડા ઉમેરીને તે મિશ્રણથી સાફ કરવું . ફ્રીજમાંથી આવતી વાસ દૂર થઈ જશે અને છે ચમકી ઊઠશે . ૯) તમારા ઘરમાં વાંધાનો ઉપદ્રવ વધી ગયો છે રસોડામાં વંદાનો ઉપદ્રવ વધી ગયો હોય તો જ્યાંથી વંદા વધારે નીકળતા હોય તે ભાગમાં બોરિક પાઉડર છાંટી લેવો તેનાથી વંદા ઓછા થઈ જશે .૧૦)  જો તમારે ક્રિસ્ટલ કલીન બરફ જમાવવો હોય તો પહેલાં પાણીને ઉકાળવું ત્યારબાદ તેને ઠંડું કરીને આઈસ ટ્રેમાં નાખીને ફ્રીજમાં મૂકવું , સરસ મજાનો ક્રિસ્ટલ કલીન બરફ બનશે . ૧૧) લીલાં શાકભાજીને હંમેશાં ધોઈને જ કાપવાં તેનાથી તેમાં રહેલાં પોષકતત્વો નાશ પામતાં નથી . જ્યારે પણ સલાડ બનાવો હંમેશાં સર્વ કરતી વખતે જ તેમાં મીઠાનો ઉમેરો કરવો , કારણ કે મીઠું પાણી છોડે છે અને તેને કારણે સલાડ ફ્રેશ લાગશે નહીં . ૧૨) આખા મસાલાને કૂટી અથવા ગાઈન્ડ કરી તેને ગેસ પર ધીમા તાપે ગરમ કરો તેનાથી તેનો રંગ ને ટેસ્ટ જળવાઈ રહેશે . ૧૩) જ્યારે ટામેટાંની સિઝન ન હોય ત્યારે ગ્રેવીમાં ટોમેટો કેચપ અથવા સોસનો ઉપયોગ કરી શકો છો .

૧૪) ખીર બનાવવા માટે હંમેશાં વજનદાર વાસણનો ઉપયોગ કરવો જેથી દૂધ બળે નહીં . ૧૫) રાજમાને પલાળ્યા વગર ઝડપથી બાફવા છે. રાજમા બનાવવાની ઈચ્છા હોય અને રાત્રે પલાળવાનું ભૂલી ગયા હોવ તો ડોન્ટ વરી : રાજમા અને પાણી સાથે કુકરમાં એક નાની સોપારી પણ નાખી દેવી અને ત્રણ સીટી થવા દેવી . ત્યારબાદ કૂકર થોડુ ઠંડું થતા તેનું ઢાંકણું ખોલી તેમાં એક ટ્રે જેટલા આઈસ ક્યુબ નાખીને ફરી ત્રણ સીટી વગાડવી . રાજમા સરસ રીતે બફાઈ જશે . ૧૬)  તપેલીમાં દાળ બનાવતા તેમાં ફીણ થાય છે ને ઉભરો આવતા બહાર છલકાવા લાગે છે . આમ ન થાય તે માટે દાળમાં એક ચમચી ઘી ઉમેરવું . તેમજ દાળની તપેલીમાં એક લાકડાનો ચમચો રાખવાથી દાળ છલકાઈને બહાર નહીં આવે . ૧૭) મિક્સરને ધારદાર રાખવા માટે દર બે મહિને એકવાર તેમાં સરખા પ્રમાણમાં મીઠું નાખીને તેને ચાલુ કરવું . આ ઉપાય અજમાવવાથી મિક્સર ધારદાર બની રહેશે .૧૮)  ફ્રીજમાં કોઇ પ્રકારની વાસ બેસી ગઇ હોય તો તેમાં અડધું લીંબુ કટ કરીને રાખી દો . આ ઉપાય અજમાવવાથી ફ્રીજની વાસ જતી રહેશે .

Leave a Comment