સામાન્ય રીતે મોટા ભાગના લોકોના ઘરમાં રોજિંદા વપરાશમાં લીલી કોબીજ વાપરતા જોવા મળે છે. લગભગ બધાના ઘરમાં દરરોજ કોબીજનો સંભારો બનતો હોય છે પરંતુ જાંબુડી કોબીનો ઉપયોગ બોવ ઓછા પ્રમાણમાં થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક નીવડે છે. પર્પલ કોબી (જાંબુડી કોબીજ)માં એન્ટી-ઓકસીડન્ટસ ગુણોથી ભરપુર છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, ફાઇબર, આર્યન, મેગ્નેશિયમગુણ સમાયેલા હોય છે. આથી આ કોબીજના સેવનથી રક્તમાંના હેમોગ્લોબિનની કમી દૂર થાય છે એટલે કે તમારું હિમોગ્લોબીન ઓછું હોય તો સુધારો થાય છે. અને વળી જો કોઈને ગઠિયા વાના દરદનો સામનો કરી રહ્યા હોય તો તેમાં પણ રાહત અપાવે છે આ જાંબુળી કોબીજ.
ઇમ્યુનિટી વધારવામાં પણ ખુબ મદદગર બને છે: તેમાં ખુબ પોષક તત્વો તેમજ એન્ટી-ઓક્સિડન્ટસ ગુણોથી ભરપુર જાંબુડી કોબીજ ખાવાથી ઇન્યુનિટીમાં સારો એવો વધારો થાય છે, આથી તમને કોઈ વાયરલ ઇન્ફેકશન લાગવાના ચાન્સ ઘટી જાય છે છે
ગઠિયા વામાં ઉપયોગી
સાંધાના દુખાવામાં રાહત: સાંધાના દુખાવા તેમજ વાની સમસ્યા દૂર કરવામાં લાલ કોબીજ ખુબ ઉપયોગી ભાગ ભજવે છે. કોબીજના પાનને સાંધા પર લપેટીને બાંધી રાખવાથી સાંધાનો દુખાવો ઓછો કરવામાં મદદ થાય છે. આમ આ કોબીજ સાંધા અને વા ના દુખાવા દુર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે
હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે: તેમાં એન્ટી-ઇન્ફલેમેટરી, એન્ટી-બેકટેરિયલ, એન્ટી-વાયરલ, એન્ટી-ઓક્સિડન્ટ તેમજ કેરોટીનોઇડ અને ફ્લોવોનોઇડ ગુણ હોય છે. આ કોબીજના સેવનથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. તેથી હૃદયને લગતી બીમારીઓ ઓછી થવાની શક્યતા રહે છે. આમ હાર્ટ એટેકથી બચી શકાય છે
કેન્સરથી રક્ષણ મળે છે: લાલ કોબીના પાનમાં એન્ટી ઓક્સિડન્ટસ તથા એન્ટી કેન્સર ગુણ જોવા મળતા હોવાથી કેન્સર સામે લડવાની શક્તિ આપે છે. આ કોબીજના સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીની આવવાથી સ્વયંને બચાવી શકાય છે.
ત્વચા માટે ફાયદાકારક: લાલ કોબીમાં વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ ભરપુરમ ાત્રામાં સમાયેલું હોય છે. તેમાં એન્થોસાયનિન પોલીફેનોલ ઊચ્ચ માામાં હોવાથી તેનો રંગ પરપલ જેવો ઘેરો બને છે. આ રંગ સ્વાસ્થ્ય માટે ગુમકારી છે. એન્ટી એજિંગ ગુણોથી ભરપુર લાલ કોબીના સેવનથી ત્વચાને ફાયદો થાય છે. ત્વચા પરની ઝાંય, અકાળે કરચલી,આંખ નીચે કાળા કુંડાળા, ત્વચાનું ઢીલુ થવું જેવી તકલીફો દૂર થાય છે.સ્કિનને મુલાયમ, સાફ તેમજ વાન ઊઘાડવામાં મદદરૂપ છે. લાલ એટલે કે પરપલ કોબીનું સેવન સલાડ તરીકે, ફ્રાઇડ રાઇસ, નુડલ્સ, સુપ વગેરેમાં થાય છે. તેને વધુ પોષ્ટિક બનાવા માટે સલાડમાં ઓલિવ ઓઇલ અથવા સરકાના થોડા ટીપાં ઉમેરી શકાય છે.
વજન ઘટાડવા માટે ખુબ ફાયદાકારક છે: લાલ કોબીના પાનમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર તેમજ એન્ટી ઓક્સિડન્ટસ ગુણ હોવાની સાથે સાથે કેલરી પણ ખુબ ઓછી હોય છે. જે શરીરને બીમારીઓથી બચાવાની સાથેસાથે વજન કંટ્રોલ કરવામાં મદદ કરતી હોવાથી વધેલું વજન સરળતાથી કાબુ થઇ શકે છે.
સોજા આવી ગયો હોય તી તેનાથી રાહત: આંતરડમાં સોજો આવી ગયો હોય તો તે વ્યક્તિએ ડોકટરની સલાહથી લાલ કોબીજ ખાવું જોઈએ આમ કોબીજ ખાવાથી ફાયદો થાય છે.
પાચનક્રિયા સારી થાય છે: તેમાં રહેલા પોષક તત્વોને કારણે શરીરમાં સારા બેકટેરિયા વધારવામાં મદદરૂપ કરે છે. એવામાં પાચનશ્કિત મજબૂત કરવા માટે લાલ કોબી ફાયદાકારક છે.
હાડકા મજબૂત કરવામાં મદદ કરે છે: લાલ કોબીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેગનીઝ જેવા મહત્વપૂર્ણ ખનિજ ભરપુર માત્રામાં સમાયેલા છે. જે હાડકાના વિકાસ અને ખનિજ ધનત્વમાં યોગદાન કરે છે. પરિણામે મનુષ્યને ઓસ્ટિયોપોરોસિસ, વા અને અન્ય બીમારીઓ તેમજ સોજાથી દૂર રાખે છે.
આંખને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે: વિટામિન એ તેમાં ભરપુર માત્રામાં સમાયેલું હોય છે. જેથી આંખ માટે ગુણકારી છે. સામાન્ય રીતે વિટામિન એ આંખની સ્વસ્થતા માટે ફાયદાકારક છે તેથી લાલ કોબીનું સેવન આંખ માટે ગુણકારી સાબિત થાય છે.
અલ્ઝાઇમરમાં રાહત આપે છે: સંશોધન પરથી જાણવા મળ્યું છે કે, જાંબુડી કોબીમાં પ્રચુરમ સારી માંત્રામાં એન્ટી ઓક્સિડન્ટસ અન ેએન્ટી કોલિનેસ્ટરેજ ગુણ સમાયેલા છે. જે એલ્ઝાઇમર જેવી બીમારી દુર કરવામાં મદદ કરી શકે છે.