સોજીની ખાંડવી અને રાઈસના ચટાકેદાર સમોસા બનાવવાની રીત વાંચવા ફોટા પર ક્લિક કરો

અત્વેયારે બાળકોને વેકેસન ચાલી રહ્યું છે તો બાળકને પસંદ આવે તેવી રેસીપી નોંધી લો વેકેશન માટે સ્પેશીયલ વાનગી | બાળકોને પસંદ આવે એવી રેસીપી |

સોજીની ખાંડવી | sojini khandavi | soji in english (soji is know as semolina) | soji recipe | rava ni recipe | rava ni khandavi

સોજીની ખાંડવી બનાવવા જરૂરી સામગ્રીઃ

  • એક કપ સોજી
  • એક કપ દહીં
  • એક કપ પાણી–
  • બે ચમચી ક્રશ કરેલું આદુ
  • બે ચમચી લીલા મરચા
  • એક ચમચી તેલ ગ્રીસ માટે
  • તડકા માટે અડધી ચમચી રાઇ
  • બે ચમચી લાલ આખા મરચા
  • એક લીલું મરચુ
  • બેથી ત્રણ મીઠા લીમડાના પાન
  • બે ચમચી તેલ

બનાવવાની રીતઃ સોજીની ખાંડવી બનાવવા માટે સૌ પ્રથમ દહીં, આદુ, લીલા મરચા, પાણી, એક કપ સોજી નાંખીને ગ્રાઇન્ડ કરી લો. આ બધી જ વસ્તુઓને ૫ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. પછી આમાં જીરું, ફિલી ફલેક્સ, સ્વાદાનુસાર મીઠું અને લીલી કોથમીર નાંખો. ધ્યાન રાખો કે બેટરની કન્સિસ્ટન્સી ફ્લોઇંગ હોવી જોઇએ. હવે એક થાળી લો અને એને તેલથી ગ્રીસ કરી લો. પછી બે ચમચી બેટર નાંખીને થાળીમાં ફેલાવી દો. આ પ્રોસેસ થઈ જાય પછી ગેસ ચાલુ કરીને પાણી ગરમ કરવા માટે મૂકો અને સ્ટીમ ખાંડવીને બે મિનિટ વરાળથી બેક કરી લો. બે મિનિટ રહીને લઈ લો અને ઠંડી થઈ જાય ત્યારે ચપ્પાની મદદથી લાંબી કટ કરીને રોલ કરી લો. હવે તડકો લગાવવા માટે કડાઇમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલમાં રાઇ, લાલ મરચા, લીલા મરચા, મીઠા લીમડાના પાન નાંખો. પછી ખાંડવીના રોલ કડાઇમાં નાંખો અને ફ્રાય કરી લો. તો તૈયાર છે સોજીની ખાંડવી.

રાઈસના ચટાકેદાર સમોસા | rice samosa | ભાત ની રેસીપી | rice recipe

સામગ્રીઃ એક કપ બાફેલા ચોખા, અડધી ચમચી માખણ, બે કપ લીલી ડુંગળી, એક ચમચી ચિલી સોસ, તળવા માટે તેલ, એક ચમચી દેસી ઘી, સ્વાદાનુસાર મીઠું..

બનાવવાની રીતઃ સૌ પ્રથમ ચોખાને સાફ કરીને કુકરમાં બાફી લો. ભાત થઈ જાય પછી એક વાસણમાં લઇ લો. પછી લીલી ડુંગળી ઝીણી સમારી લો. હવે મિક્સર બાઉલમાં મેંદો નાંખો અને એક ચમચી દેસી ઘી મિકસ કરી લો. ત્યારબાદ ચપટી મીઠું નાંખીને મિકસ કરી લો. પછી મેંદામાં થોડુ-થોડુ પાણી નાંખીને લોટ બાંધતા જાવો. લોટ બાંધ્યા પછી ૧૫ મિનિટ રહીને ઢાંકણ ઢાંકીને મૂકી રાખો. એક કડાઈમાં માખણ નાંખો અને ગરમ કરી લો. માખણ પીગળી જાય પછી ઝીણી સમારેલી ડુંગળી એક મિનિટ માટે સાંતળી લો. પછી આમાં ભાત, ચિલી સોસ અને થોડુ મીઠું નાંખીને મિક્સ કરી લો. બે મિનિટ માટે થવા દો. પછી ગેસ બંધ કરી દો અને ભાતને ઠંડા થવા દો. સમોસામાં ભરવા માટે સ્ટફિંગ તૈયાર છે. હવે મેંદાનો લોટ લઈને ગુલ્લા બનાવી લો. પછી ગુલ્લામાંથી વણી લો અને એમાં સ્ટફિંગ ભરી લો. એક બાજુ કિનારીને પાણીથી બંધ કરીને ચોંટાડી દો. એક પછી એક સમોસા બનાવીને કડાઈમાં ડ્રીપ ફ્રાય કરી લો. તો તૈયાર છે ચટાકેદાર સમોસા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,870FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

buety tips

તમારા પગને મુલાયમ અને સુંદર બનાવવા ઘરે કરો આ મફતમાં ઉપચાર કોઈ મોંઘી ક્રીમ વગર

દરેક મહિલાને સુંદર દેખાવું ખુબ જ ગમે છે દરેક મહિલાઓ ચહેરો સુંદર કરવા માટે અનેક ઉપાયો કરે છે પરંતુ તમે ક્યારેય તમારા પગ સુંદર...

બટરનો ઉપયોગ તમે ફક્ત રસોઈ માટે જ કરતાં હશો પરંતુ બટરમાંથી બનાવેલ ફેસપેક તમારો ચહેરો ચમકાવી દેશે

બટર ઉપયોગ ફેસપેક બનાવવા માટે પણ થાય છે બટરનો ઉપયોગ ફક્ત રસોઇમાં જ નહીં,પરંતુ  સોંદર્યપ્રસાધન તરીકે પણ કરવામાં આવવી રહ્યો છે. બટર ભેળવેલ ફેસપેક...

thanda pina

રજવાડી લસ્સી ઘરે કેવી રીતે બનાવશો જાણી લો બનાવવાની રીત?

દહીં એ સૌથી પ્રથમ પૌષ્ટિક આહાર છે. રોજ જમવા માં દહીં તો અચૂક સામેલ કરવું જ જોઈ એ. દહીં માંથી એક બહુ જ સરસ...

ઘરે જ બનાવો મેંગો મટકા કુલ્ફી

કુલ્ફી રેસિપી ઘરે જ બનાવો મેંગો મટકા કુલ્ફીરેસિપી.... ડેસ્ક બજાર માં મળતી મટકા કુલ્ફી તમે ઘરે પણ બનાવી શકો.. છો. કુલ્ફી સાવ સરળ પદ્ધતિ...

masala

આ મસાલાની માત્ર ૧ ચમચી શાકમાં નાખી દો, બધા આંગળીઓ ચાટતા રહી જશે

દરેક મહિલાને દરોજ નવા નવા શાક બનાવવાની ખુબ માથાકૂટ રહેતી હોય છે જો તમે ઘરે બનાવેલ શાકમાં આ ઘરે બનાવેલ મસાલો ઉમેરી દેશો તો...

મસાલામાં થતી ભેળસેળ ઓળખવા માટેની સાચી ટીપ્સ | ઘરે બેઠા ઓળખો અસલી છે કે નકલી

ખોરાકનું નામ: ઘઉં, બાજરા તથા બીજા અનાજ | આખુ વર્ષ અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે સ્ટોરેજ કરવાની રીત ભેળસેળ કારાતુ તત્વ: અરગોટ...