અલગ અલગ સંભારા બનાવવાની રીત

દરરોજ રસોઈમાં શું બનાવવું એ દરેક મહિલાનો ખુબ અઘરો પશ્ન બની ગયો છે શાક તો બનાવીએ જ છીએ તેની સાથે સંભારો પણ બનાવતા હોય છે દરરોજ દરરોજ એકનો એક સંભારો ખાવામાં પણ ખુબ કંટાળો આવે છે એટલે નવો નવો સંભારો બનાવવા માટેની રેસીપી તમારા માટે લઈને આવિયા છીએ આજે આપડે શીખીશું કાચા પપીતાનો લાલ સંભારો, વઘારેલો લીલો સંભારો, તુરિયાની છાલનો વઘારેલો સંભારો બનાવવાની રીત

તો આપડે શીખીશું  કાચા પપીતાનો લાલ સંભારો બનાવવા માટેની રીત:

  • ૧ વાટકો ખમણેલું પપૈયુ
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૩-૪ નંગ લીલા મરચા ઝીણા સમારેલા
  • ૨ ટી સ્પૂન તેલ
  • ૧/૨ ટી સ્પૂન રાઈ
  • ૧/૪ ટી સ્પૂન હીંગ
  • ૧ ટી સ્પૂન ખાંડ
  • ૧/૨ ટી સ્પૂન લીંબુનો રસ

સૌ પર્થ સંભારો બનાવતી વખતે પપીતા છીલીને half બારીક ખમણી લેવા અને half જાડા ખમણી લેવા ત્યારબાદ બસ હવે બારીક ખમણ માં સેંધાનમક લાલ મરચું જરાક ખાંડનું બૂરું અને વધુ લીંબુ નીચોવી ને હાથે થી સરસ મિક્સ કરીને ઢાંકી દેવું  પેન માં તેલ ગરમ કરી તેમા રાઈ નાખી તતડે એટલે તેમા લીમડો લીલામરચા હીંગ હળદર નાખી જાડું ખમણ મિક્સ એમાં બી સેંધાનમક મિક્સ કરી અને મરચા ના ટુકડા નાખી સાતડો. મીઠું અને ખાંડ નાખી સાતડો. ૫ મિનિટ પછી લીબું નો રસ નાખી સાતડો. તો તૈયાર છે કાચા પપૈયાનો સંભારો

તુરિયાની છાલનો સંભારો બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 1 કપ તુરિયાની છાલ જોઈતા પુરતી
  • 1/2 ચમચી તેલ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી રાઈ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 નંગ લીલુમરચુ
  • સ્વાદાનુસાર મીઠું

તુરીયા ની છાલ નમક ના પાણીમાં થોડીવાર પલાળીને એકદમ બારીક સમારી લેવું… મરચા પણ બારીક સમારી લોં
બસ હવે પાછું કડાઈમાં થોડું તેલ ગરમ થાય એટલે રાઈ જીરું હિંગ હળદર મરચા વઘારીને સમારેલી છાલ મિક્સ કરીલોં સેંધાનમક મિક્સ કરી થોડું સાંતળીને ઉતારી લેવું  બસ હવે રોટલી સાથે ખાઈ લેવું અને રોટલી ના ખાવી હોય તો દલિયા સાથે મજ્જા આવે

ટામેટા મરચાનો સંભારો બનાવવાની સામગ્રી:

  • 5-6 લીલાં મરચાં સુધારેલા
  • 2 ચમચી ચણાનો લોટ
  • 1 ચમચી કાશ્મીરી મરચું
  • 1 ચમચી ધાણાજીરૂ
  • 1/2 ચમચી રાઈ
  • ચપટી હળદર
  • ચપટી ગરમ મસાલો
  • 3-4 ચમચી તેલ
  • 2 ટામેટાં ને ઝીણા સુધારેલા
  • 2 વાટકી કોથમીર સુધારેલી
  • સ્વાદ અનુસાર મીઠું

ટામેટા મરચાનો સંભારો બનાવવાની રીત: સૌ પ્રથમ ગેસ ચાલું કરી એક કડાઈમાં તેલ ઉમેરી ગરમ થવાં દો તેલ થાય બાદ તેમાં રાઈ ઉમેરો તે તતડી જાય પછી તેમાં હિંગ અને મરચાં ઉમેરો. મરચાં તતડી જાય પછી ટામેટાં ઉમેરો. હવે ધીમો ગેસ રાખી ટામેટાને પાચ મિનિટ સુધી હલાવતાં રહો. હવે તેમાં બધાં મસાલા ઉમેરી બધું સરખું મિક્ષ કરો. હવે તેમાં ચણાનો લોટ નાખી સરખું હલાવી લો. ત્યાર પછી કોથમીર નાખી હલાવી લો. બે મિનિટ પછી ગેસ બંધ કરી એક સર્વિગ બાઉલ લઈને તેને કાઢી લો. તો સર્વ કરવાં માટે તૈયાર છે આપનો ઝટપટ બની જતો ટામેટાં – મરચાનો સંભારો…

Leave a Comment