નાભી(પીચોટી) ખસી ગય હોય તો સરખી કરવા માટેની રામબાણ ઈલાજ

ઘણી વખત જોવા મળે છે કે અચાનક ઉભા થવું , કૂદવા કે ખાલી પેટે ભાર ઉઠાવવાના કારણથી અંબોઇ ખસી જાય છે જે ખૂબ સામાન્ય સમસ્યા છે . આ સામાન્ય સમસ્યા તમને ખૂબ તકલીફ પણ આપે છે . પિચોટી ખસવાના કારણથી પેટનો દુખાવો અને પેટથી જોડાયેલી અન્ય સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે . જેના માટે કેટલાક ઉપાય છે જે તમને કામ લાગી શકે છે . જેથી આજે અમે તમારા માટે કેટલાક એવા ઉપાય લઇને આવ્યા છીએ . જેની મદદથી અંબોઇ ખસવાની સ્થિતિથી આરામ મળશે.

નાભી ખસી જાય ( પેચુટી પડે ) તો દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો . બે કલાક ચત્તો સુવડાવી રાખવો . દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું . દીવસમાં એકવાર આદુનો રસ આપવો . મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે .

સરસિયાનું તેલ પિચોટી ખસવા પર તેને તેની જગ્યા પર લાવવામાં સરસિયાનું તેલ ખૂબ મદદરૂપ થાય છે . તે સિવાય તે દુખાવાને પણ દૂર કરી દે છે . તે સિવાય તેનાથી દુખાવો પણ દૂર થાય છે . જ્યારે પણ પિચોટી ખસી જાય તો ત્રણ – ચાર દિવસ નિયમિત રીતે ખાલી પેટ સરસિયાના તેલના કેટલાક ટીપાં નાભિમાં નાખો . જેનાથી તમને જલદી જ ફરક જોવા મળશે અને ધીમે – ધીમે નાભિ તેની જગ્યા પર આવવા લાગે છે.

ચા પત્તી છે ફાયદાકારક નાભિ ખસી ગયા બાદ કેટલાક લોકોને ડાયેરિયા થઇ જાય છે . આવી સ્થિતિમાં એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચા પત્તી મિક્સ કરીને ઉકાળી લો અને ગાળીને નવશેકી ચા પીઓ . તેનાથી દુખાવો ઓછો થવાની સાથે જ નાભિ તેની જગ્યા પર આવી જશે. મસાજ કરાવો પિચોટી ખસવા પર મસાજ કરવાથી પણ દુખાવાથી પણ રાહત મળી શકે છે . પરંતુ આ મસાજ સામાન્ય મસાજની જેમ નથી હોતું . પરંતુ તેને કોઇ નિષ્ણાંતથી કરાવવું પડે છે . જ્યારે તમે આ પ્રકારની સમસ્યા હોય તો તે દરમિયાન ભારે વસ્તુ ઉઠાવવાથી દૂર રહો. અન્યથા તમારી સમસ્યા વધી શકે છે .

Leave a Comment