સારણગાઠ થવાના કારણો, ઉપાયો અને નિદાન વિશેની માહિતી

જ્યારે કોઇ અંગ કે ચરબી, આજુ બાજુ ના સ્નાયુઓ કે પેશી ના નબળા ભાગ માથી બહાર નીકળે કે ચામડી નીચે આવી જાય તેને સારણગાંઠ કહેવાય છે. સારણગાંઠ મા ગઠો સ્નાયુમા જોવા મળતો હોવાથી એવુ નામ પડ્યુ છે, બાકી તેમા કોઇ ગાંઠ ના હોવાથી સાચો શબ્દ પ્રયોગ સારણ (હર્નીયા) જ છે. સારણ મુખ્યત્વે પેડુ ના ભાગ મા (ઇંગ્વાઇનલ), ડુંટી ના ભાગ મા (ઍમ્બલીકલ), કે ઓપરેશન થયેલી જગ્યા એ (ઇંસિનલ) થાય છે. ઘણી વખત સારણ અને વધરાવળ (હાયડ્રોસિલ) મા લોકો મા સમજફેર થતી હોય છે, પણ વધરાવળ મા ફક્ત પાણી ભરાતુ હોય છે અને બન્ને અલગ અલગ રોગ છે.

કારણો :-

  • સારણ થવા ના કારણો મા, પેટનુ દબાણ અને સ્નાયુઓ ની નબળાઇ ભાગ ભજવતી હોય છે. Ybક્યારેક સારણ જન્મથી જ હોય છે અને નિદાન મોટી ઉમરે થતુ હોય છે. અને ક્યારેક મોટી ઉમરે જ થતી હોય છે.
  • પેટનુ દબાણ વધવા ના કારણો
  • ભારે વજન ઉચકવુ, કબજિયાત, મોટી ઉધરસ, પેશાબ મા રોકાણ ભાગ ભજવતા હોય છે. આ ઉપરાંત, મોટાપો, સ્મોકીંગ, પણ આ થવા મા ભાગ ભજવે છે.
  • ઓપરેશન બાદ ની સારણ મા અન્દર ના ટાંકા તૂટી જવાથી સ્નાયુઓ મા જગ્યા થઈ જતી હોય છે.

લક્ષણો :-

  • પેડુ કે ડુંટી ના ભાગ મા દુખાવો કે સોજો દેખાવો.
  • આંતરડા ફસાય જવાથી પેટ ફુલાય જવુ
  • વ્રુશણ ની કોથળી સુધી સોજો થવો.
  • મહેનત કે વજન વાળી વસ્તુ ઉચકવાથી સોજા મા વધારો થવો

નિદાન :-

સર્જન દર્દી ની તપાસ દરમ્યાન જ આ નિદાન કરતા હોય છે. નિદાન બાદ તેમની સાઇઝ અને થવા ના કારણો જોવા માટે સોનોગ્રાફી કરાવતા હોય છ

દર્દ ની ગંભીરતા :-

કોઇ પણ સારણ મા જો પેટ ના આંતરડા ફસાય જાય તો તાત્કાલિક મોટા ઓપરેશન ની જરૂર પડી શકે છે, જેમા આંતરડા નો ખરાબી વાળો ભાગ કાપવો પણ પડી શકે છે. એટલે જ સારણ નુ નિદાન થયે તેનુ ઓપરેશન સમયસર કરાવી લેવુ જ હિતાવહ રહે છે.

સારવાર :-

સારણ કોઇ જાતની દવાથી મટી શકે નહી. તેના માટે ઓપરેશન જ ઇલાજ છે.

સારણ ના ઓપરેશન છેકો મારી ને મેશ એટલે કે જાળી મૂકી ને તેમજ લેપેરોસ્કોપિક એટલે કે દુરબીન થી થતા હોય છે. અલગ અલગ સારણ માટે કઈ પદ્ધતિ થી કરવુ તે સર્જન નક્કી કરતા હોય છે.

સ્ત્રોત : ડો સિકોત

Leave a Comment