ફરસાણનો નાસ્તો બનાવવાની રીત

0

ભાખરવડી ( કઠોળની ) બનાવવા માટે જરૂરી સામગ્રી: ભાખરવડીનું સ્ટફિંગ બનાવવા માટે જરૂરી સામગ્રી : ૧૦૦ ગ્રામ ફણગાવેલા મગ, ૧૦૦ ગ્રામ ફણગાવેલા મઠ , ૧૦૦ ગ્રામ ફણગાવેલા ચોળા, ૧ ટેબલ સ્પુન કોપરાનું ખમણ, ૧ ટેબલ સ્પુન કોપરાનું ખમણ , ૧ ટેબલ સ્પુન તલ, ૧ ટેબલ સ્પુન સિંગદાણાનો ભૂકો, ૧/૨ ટી સ્પુન મરીનો ભૂકો, ૧/૨ ટી સ્પુન તજ લવિંગનો ભૂકો, ૩ લીલા મરચાં , કટકો આદું , ૧ લીંબુ, ૧ નાની ઝૂડી લીલા ધાણા , મીઠું , ખાંડ- પ્રમાણસર

મસાલો બનાવવા :૨૫ ગ્રામ કોપરાનું ખમણ, ૧ ટેબલ સ્પુન ખસખસ . ૧ ટેબલ સ્પુન તલ, ૧ ટેબલ સ્પુન સિંગદાણાનો ભૂકો, ૧ ટેબલ સ્પુન ધાણા , ૧ ટેબલ સ્પુન જીરું , ૩ લવિંગ, કટકો તજ , ૧૦ દાણા મરી ,૩ લીલાં મરચાં , કટકો આદું , ૫ કળી , મીઠું , લાલ મરચું , ખાંડ » બધું નાંખી વાટી તેમાં લીંબુનો રસ ભેળવી મસાલો ભીનો થાય તેટલું દૂધ નાંખવું .

ભાખરવડી પડ બનાવવા માટે » ૩૦૦ ગ્રામ ચણાન લોટ » ૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ મીઠું , થોડીક જ હળદર , તેલ

ભાખરવડી બનાવવાની રીત: મગ , મઠ અને ચોળાને અધકચરા કરી તેમાં મીઠું , ખાંડ , કોપરાનું ખમણ , તલ , છોલેલા સિંગદાણાનો ભૂકો , તજ – લવિંગ – મરીનો ભૂકો , વાટેલાં આદું – મરચાં , લીંબુનો રસ અને લીલા ધાણા બધું મિકસ કરી પૂરણ તૈયાર કરવું . ચણાનો લોટમાં ઘઉંનો લોટ ભેગો કરી , તેમાં મીઠું , હળદર અને તેલનું મોણ નાંખી , કઠણ બાંધવી . તેમાંથી પાતળો રોટલો વણી , તેના ઉપર તૈયાર કરેલો મસાલો લગાડી , તેના ઉપર દાબીને પૂરણ પાથરવું . પછી તેનો સખત રોલ વાળી જરા દબાવવો . પછી વરાળથી રોલ બાફી લેવો . રોલ બરાબર ઠંડો પડે એટલે તેના કટકા કરી તવા ઉપર વધારે તેલ મૂકી તળી લેવા . તળતી વખતે દબાવીને બન્ને બાજુ રતાશ પડતા તળવા . કોઈપણ દહીંની ચટણી સાથે પી રસવા.

સકરપારા બનાવવા જરૂરી સામગ્રી ૨૫૦ ગ્રામ મેંદાનો લોટ ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ છે ૩૦૦ ગ્રામ ખાંડ છે , તેલ તળવા માટે
સકરપારા બનાવવા સૌ પ્રથમ ખાંડને પલાળી ને પ્રવાહી બનાવો. આ માટે ખાંડ ડૂબે તેટલું પાણી લેવુ . આ પ્રવાહી તૈયાર થઈ જાય એટલે તેને બાજુ પર રાખી દો . એક મોટા વાસણમાં બંને લોટને ભાગા કરો . ત્યાર બાદ ૪ ચમચા તેલ નાંખો . લોટમાં એકદમ મિલાવો . હવે ખાંડનું પાણી લઈ લોટને બાંધો . થોડું થોડું પાણી નાંખીને લોટ બાંધવો . લોટ કઠણ રાખવો . હાથે થી લોટ એકદમ મસળવો . હવે મોટો લુવો લઈ પાટલામાં મોટા રોટલા જેવડું વણ.એક બાજુ તેલ ગમર કરવા મુકો.વણેલા રોટલા પર સક્કરપારા નો આકાર આવે તે રીતે કાપા કરો . ગમર તેલ માં તે ને નાંખો . હવે ધીમા તાપે તળો . રંગ કેસરી જેવો થાય એટલે નીતારીને કાઢો . આ સક્કપારા પંદર દિવસ સુધી સ્વાદમાં બહુ સરસ લાગે છે . એક વાર થોડી મહેનત કરીએ એટલે ખાવાની મજા મજા

ફૂલવડી બનાવવા જરૂરી સામગ્રી ૨૫૦ ગ્રામ ચણાનો લોટ, ૫૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ, ૫૦ ગ્રામ દહીં, ૧ ટી સ્પુન તલ , ૧ ટી સ્પુન ખાંડ , ૧ ટીસ્યુન ધાણા , ૧ ટીસ્પન મરી ( અધકચરા ખાંડેલા ) મીઠું , મરચું , સોડા છે , તેલ

ફૂલવડી બનાવવી રીત : ચણાના લોટમાં ઘઉંનો લોટ મિકસ કરી , દહીંની છાશ બનાવી લોટ બાંધવો . ખીરું મધ્યમ રાખવું . છ – સાત કલાક પછી તેમાં મીઠું , મરચું , ખાંડ , ધાણા , મરી અને તેલનું મોણ નાંખવું . ફૂલવડી બનાવતી વખતે થોડું તેલ ગરમ કરી તેમાં સોડા નાખી ખીરામાં નાંખવું પછી ઝારાથી તેલમાં ફૂલવડી તળી લેવી .

ચકરી બનાવવા જરૂરી સામગ્રી: ૧/૨ કપ ઘઉંનો લોટ, ૧/૪ ટી સ્કૂન હળદર, ૧ ટી સ્પુન મરચાં પાવડર ૧/૨ સ્પુન લીલી મરચાંની પેસ્ટ, ૧/૨ સ્પુન આદુની પેસ્ટ, ૧ ટી સ્પુન ધાણા પાવડર, ૧/૪ પૂન હીંગ ૨ ટી સ્પુન તેલ મીઠું સ્વાદનુસાર શ્રી ગીતા કપાસીયા તેલ તળવા માટે
રીત :૧) ઘઉંના લોટને મલમલના કપડામાં મૂકી દો . ૦૨ ) પછી તેને સખત રીતે બાંધી પોટલી તૈયાર કરી લો . ૦૩ ) તે પછી તેને ગરમ વરાળ મળે તે રીતે સ્ટીમર પર મૂકી ૧૫ મિનિટ સુધી બાફી લો ૦૪ ) આમ કર્યા પછી લોટને મલમલના કપડામાંથી કાઢીને થોડું ઠંડું થવા દો . ઘઉંનો લોટ લગભગ કઠણ થઈ ગયો હશે . ( ૦૫ ) તેના ટુકડા કરી મિકસરમાં ફેરવી તેને સુંવાળુ બનાવી લો . ( ૦૬ ) હવે આ લોટને એક ઊંડા બાઉલમાં મૂકી તેમાં બાકીની બધી સામગ્રી મેળવી જરૂરી પાણી સાથે સુંવાળી કણિક તૈયાર કરો . ( ૦૭ ) આ કણિકના ૨ સરખા ભાગ પાડો . ( ૦૮ ) કણિકનો એક ભાગ ચકરી બનાવવાના સાધનમાં મૂકી ઉપરથી બંધ કરી લો . ( ૦૯ ) તે પછી તેને દબાવીને ૫૦ મી.મી. વ્યાસની ગોળાકાર ચકરી બનાવીને કમવાર સપાટ બોર્ડ પર મૂકતા જાવ . અહીં લગભગ ૨૫ ચકરી તૈયાર થશે . ૧૦ ) આમ તૈયાર થયેલી ચકરીને એક સપાટ તવેથા વડે હળવા હાથે દબાવી લો . ( ૧૧ ) રીત ક્રમાંક ૮ થી ૧૦ મુજબ બીજી ૨૫ ચકરી પણ તૈયાર કરી લો .
( ૧૨ ) એક ઊંડા નૉન – સ્ટીક પેનમાં તેલ ગરમ કરી ચકરીને મધ્યમ તાપ પર બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થઈ તે કરકરી થાય તે રીતે તળી લીધા પછી કાઢીને ટીશ્ય પેપર પર મૂકી દો . ( ૧૩ ) જયારે ચકરી ઠંડી થાય તે પછી તેને હવાબંધ બરણીમાં ભરી લો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here