ફેફસાંના રોગ, આંતરડા કે કિડનીમાં સોજો, સાંધાના દુઃખાવા માટે ફક્ત આ ઔસધ

શતાવરી : શતાવરી એક ઉત્તમ ઔષધ છે . એ બે જાતની થાય છે . ( ૧ ) મહા શતાવરી ( ૨ ) નાની શતાવરી , મહા શતાવરી ભીલાડથી મુંબઈ સુધીના દરિયાકિનારે વધુ થાય છે . તેનાં મૂળ અંગુઠા જેટલાં જાડાં , રસદાર અને આઠથી દસ ફૂટ લાંબાં થાય છે . દવામાં જાડાં અને રસદાર મૂળિયાં જ વાપરવાં જોઈએ . બજારમાં જે વેચાય છે તે નાની શતાવરીનાં જ મૂળિયાં હોય છે નાની શતાવરી સર્વત્ર થાય છે . રેતાળ જમીનમાં ખૂબ થાય છે . નાની શતાવરીનો મૂળ આઠથી બાર ઈંચ લાંબાં અને પાતલાં હોય છે . દવામાં ચૂર્ણ કરવું હોય તો નાની શતાવરીનાં મૂળનું કરવું અને રસ કાઢવો હોય તો મોટી શતાવરીના મૂળનો કાઢવો . જો મોટી શતાવરી મળે તો તેનું ચૂર્ણ વાપરવું વધુ સારું . શતાવરી મધુર અને કડવી છે , તે બળ વધારનાર , ધાવણ વધારનાર , શુક્રવર્ધક , રસાયન , મૈથુનશક્તિ વધારનાર – વાજીકરણ છે . આ ઉપરાંત રક્તવિકાર , વાયુ , અને પિત્તને હરનાર , ૨ ક્તમૂત્રતા , મૂત્રકૃચ્છ , મૂત્રકષ્ટ મટાડનાર છે . જ્યારે મહાશતાવડી હૃદય માટે હિતકારી , બુદ્ધિવર્ધક , જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર , પૌષ્ટિક , ગ્રહણી અને હરસને મટાડનાર છે . છે . ખોરાકમાં ડાની બીમારી અને સ્વભાવ કવી વગેરે છે અને વિપાર , ( ૧ ) દૂઝતા હરસમાં રોજ શતાવરી અને સાકર નાખી ઉકાળીને ઠંડુ કરેલું દૂધ પીવું . ( ૨ ) જો મૂત્રમાર્ગે લોહી પડતું હોય તો ૧ ચમચી શતાવરી , ૧ ચમચી ગોખરું અને ૧ ચમચી સાકરને ૧ ગ્લાસ પાણીમાં નાખી ઉકાળો બનાવી રોજ સવારે અને સાંજે પીવાથી મટે છે , કેમ કે મૂત્રાશયની શુદ્ધિ કરવામાં શતાવરી અને ગોખરું બને ઉત્તમ છે, કિડનીના સોજામાં શતાવરી અને ગોખરું લેવાં ,

( ૪ ) મહા શતાવરીનો તાજો રસ બે ચમચી સવાર – સાંજ પીવાથી અથવા મહા શતાવરીનું તાજું ચૂર્ણ સાકરવાળા દૂધમાં પીવાથી ધાવણ સાવ ઓછું આવતું હોય તો તેમાં લાભ થાય છે . શતાવરીનો તાજો દૂધપાક બનાવીને પણ લઈ શકાય . ( ૫ ) રક્તાતિસારમાં મળમાર્ગે પડતા લોહીમાં ૧ ગ્લાસ બકરીના તાજા દૂધમાં ૧ ચમચી શતાવરીનું ચૂર્ણ , ૧ ચમચી સાકર અને ૧ ચમચી ઘી નાખી ઉકાળી ઠંડુ પાડી સવાર – સાંજ પીવાથી રક્તસ્ત્રાવ બંધ થાય છે . ( ૯ ) ફેફસાની નાની મોટી તકલીફોમાં શતાવરીનું ચૂર્ણ અને સાકર દૂધમાં ઉકાલી લાંબો સમય લેવાથી સારી ફાયદો થાય છે . ( ૭ ) રતાંધળાપણામાં શતાવરીનાં કુમળા પાન ગાયના ઘીમાં વધારીને ખાવાથી રતાંધળાપણું દૂર થાય છે . ( ૮ ) મોઢામાં , હોજરીમાં , હોજરીના છેડે , આંતરડામાં જો ચાંદાં પડ્યાં હોય તો શતાવરીધૃત અત્યંત હિતાવહ છે . મળી શકે તો લીલી શતાવરીનો તાજો રસ કાઢી બે ચમચી સવારે , બપોરે અને રાત્રે પીવો . જો લીલી શતાવરી ન મળે તો જ્યારે મળે ત્યારે શતાવરી ધૃત પકાવી લેવું . પ 00 ગ્રામ ગાયનું ઘી , ૨ કિલોગ્રામ શતાવરીનો રસ અને શતાવરીના મૂળિયાનું ૨૦૦ ગ્રામ ચૂર્ણ મિશ્ર કરી ઉકાળવું . પાણીનો ભાગ ઊડી જાય ત્યારે ઉતારીને ગાળી લેવું . એક ચમચી આ શતાવરી ધૃત દિવસમાં ત્રણ વખત લેવાથી જીર્ણ જ્વર , મીરગી – વાયુ , આંતરિક ચાંદાં , ગાઉટ , ફેફસાના રોગો વગેરે મટે છે .

( ૯ ) શતાવરી રસાયન છે , આથી એના સેવનથી આયુષ્ય વધે છે , સ્વાથ્ય સારું રહે છે , વજન વધે , શરીર હૃષ્ટપુષ્ટ થાય છે . એક ગ્લાસ દૂધમાં એક ચમચી શતાવરી અને એક ચમચી સાકર નાખી ઉકાળવું . ઠંડુ પડે ત્યારે ધીમે ધીમે પી જવું . એનાથી શરીરમાં સારી શક્તિ આવે છે . સ્ત્રીઓનો પ્રદર રોગ મટે છે . શતાવરીમાંથી બનાવેલા તેલને નારાયણ તેલ કહે છે . બધી ફાર્મસી બનાવે છે . વાથી જકડાયેલા સ્થાન પર તેનું માલિશ કરવું . આ તેલની લધુ એનિમાં લેવાથી વાયુના રોગો , કટીશુળ , સાંધાનો દુઃખાવો , સાંધા જકડાઈ જવા વગેરે મટે છે . શતાવરી ચાંદ્ય માટેનું અકસીર ઔષધ છે . ૨૦૦ ગ્રામ દૂધમાં એટલું જ પાણી નાખી ૧૦ ગ્રામ શતાવરીનું ચૂર્ણ અને ૫ ગ્રામ જેઠીમધનું ચૂર્ણ બે ચમચી ખડી સાકર નાખી ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પાડી પીવાતી મોંનાં , ગળાનાં , હોજરીનાં , યોનિમાં , આંતરડાંમાં , ગર્ભાશયમાં પડેલાં ચાંદાં મટે છે . આહારમાં દૂધનું પ્રમાણવધારવું . ગોળ , લસણ , ડુંગળી , કાળાં મરી , અથાણાં , પાપડ , મરચાં , બાજરી , રીંગણાં , મૂળા , મોગરી , રાઈ , હિંગ વગેરે છોડી દેવાં મોળાં શાકભાજી , રોટલી જેવો સાદો આહાર લેવો . એનાથી કસુવાવડ થતી હોય કે પુરા માસે જન્મેલું બાળક જીવી શકતું ન હોય તેમાં પણ ફેર પડે છે . તે જ પ્રમાણે જે પુરૂષને ગરમી હોય અને તેને લીધે શપક્ષીણ થઈ જાય , પાતળું પડી જાય છે , કામશક્તિ ઘટી જાય , ઉત્સાહનો અભાવ હોય શુક્રજંતુની ગતિ હોય તો શતાવરી , આમળાં , સાકર , ઘી અને અશ્વગંધાનું એક ચમચી ચૂર્ણ સવાર – સાંજ લેવું .

Leave a Comment