May 10, 2021

ઉપયોગમાં આવે તેવી ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ

1). ફ્લાવર સમારતી વેળા તેમાં ભરાયેલી ઈયળો ઘણી વાર નાકે દમ આણી દેતી હોય છે . તેથી ફ્લાવર સમારતાં પહેલાં મીઠાના ગરમ પાણીમાં થોડીવાર ડૂબાડી રાખો . મીઠાનું પાણી તેમાં છુપાયેલી ઈયળોને બહાર આવવા મજબૂર કરી દેશે . 2). કપડાં ધોતી વેળા શર્ટસના કૉલર સાફ કરવા સૌથી મુશ્કેલ કામ હોય છે . ફરી જ્યારે તમે કૉલર કોઈ જીદ્દી ડાઘ દૂર કરવા મથામણ કરી રહ્યા હો ત્યારે સાબુની જગયાએ સેમપુનો પ્રયોગ કરી જોજો .3). કાચા શાક કે ફળને જલદી ખાવાલાયક બનાવવા તેમને ખાખી કાગળની થેલીમાં મૂકી અંધારું હોય એવી જગ્યાએ રહેવા દો . પરિણામ કલાકોમાં જોવા મળશે . * 4). પલાસ્ટિકનાં વાસણો ઉપર મીઠાનું પાણી ઘસવાથી ચમક આવશે .5). તાંબાના વાસણ ગરમ પાણીથી સાફ કરી , પછી રાખ ઘસવાથી ચમક આવશે . “ તાંબા- પિતળનાં વાસણ ઉપર આમળી કે બીજી ખટાશ ઘસતાં તે ચમકદાર થશે . 6) બાફેલ બટાટાના પાણીમાં ચાંદી , ટીન કે પિતળનાં વાસણ સાફ કરવાથી કદાર થશે . “7) કાચનાં વાસણ ચાના ઉકાળેલ કૂચાના પાણીથી સાફ કરશો , તે ચમકદાર થશે “

8)એયુમિનિયમનાં વાસણો માટે મીઠું – લીંબુના રસનો ઉપયોગ કરો . “9) કૂકરમાં તળિયે લીંબુનો કટકો નાખવાથી અંદરનો ભાગ કાડો થશે નહિ . 10) દાઝેલ વાસણમાં મીઠાના પાણીવાળો કટકો ઘસવાથી સાફ થશે . લીંબુનો રસ કાઢી લીધા પછીનાં છોડાં કૂકરમાં નાખવાથી તે ચકચકિત બને છે .11) બળી ગયેલા વાસણને રાતે સોડાના પાણીમાં બોળી રાખવાથી બળેલ ડાઘ દૂર થશે . 12) ફ્રિજમાંથી તીવ્ર વાસ આવતી હોય ” થોડા કોલસાના કટકા મૂકવાથી તે દૂર થશે . 13) કાંદાનો રસ ચોપડવાથી ચપ્પુનો કાટ દૂર થશે . “14) છરીમાંથી કાંદા કે લસણની વાસ આવતી હોય તો છરીને થોડીવાર માટીમાં ખોસી દેવી . 15) મિક્ષચરના બાહ કાંદા કે લસણની વાસ દૂર કરવા બટાટો ઘસી ધોઈ નાખો . 16) ઘણા સમયથી પડી રહેલ ઘીમાં નાગરવેલનું પાન નાખી , ગરમ કરવાથી વાસ દૂર થશે .17). ‘તેલમાં ૧ તમાલપત્ર અને થોડી ખાંડ નાખી , ગરમ કરી , ગાળી લેવાથી વાસ દૂર થશે . 18) ગેસના ચૂલાને કોપરેલવાળું કપડું ફેરવવાથી ચૂલો ચમકતો થશે . 19).” વોશબેશીન ઉપર ડાઘ પડી ગયા હોય તો એસિડનું પોતું ઘસો . ” 20) * અડદ કે મગની દાળમાં બજારમાં મળતી માટીની થેપલી રાખો જેથી લાંબા સમય સુધી તેમાં જીવાત નહી પડે . 21) ગંદા દેખાતાં મેટ અને કાર્પેટને ટર્પેટાઇન મિક્સ કરેલા ગરમ પાણીમાં ઘસીને સાફ કરવાથી ઊજળાં થઇ જશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: